હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 31 to 40 out of 96 Questions
31.
_____ રંગહીન, સુગંધીદાર અને પાણી કરતાં ભારે પ્રવાહી છે.
(a) COCl2
(b) CCl4
(c) pH3
(d) SO3
Answer:

Option (b)

32.
નીચેના વિધાનો માટે T કે F સંકેત વાપરો :

(a) હેલોઆલ્કેનમાં રહેલા હેલોજન F, Cl, Br અને Iના પરમાણ્વીય કદ ક્રમશ: વધે છે તેથી C-X બંધ લંબાઈ ક્રમશ: ઘટે છે અને બંધ એન્થાલ્પી ક્રમશ: વધે છે.

(b) આલ્કોહોલની હેલો એસીડ સાથેની પ્રક્રિયા ક્રમ 3° < 2° <1° છે.

(c) હેલોઆલ્કેનનાં ઉત્કલનબિંદુનો યોગ્ય ક્રમ CH3I < CH3Br < CH3Cl < CH3F છે.

(d) SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે, જયારે SN2 પ્રક્રિયા એક તબક્કામાં થાય છે.

(a) FFFT
(b) FTFF
(c) TTTF
(d) FFTT
Answer:

Option (a)

33.
નીચેના પૈકી કયા સંયોજનમાં C* દર્શાવતો કાર્બન sp3 સંકરણ દર્શાવે છે અને બંધમાં ભાગ લે છે ?
(a) HC*OOH
(b) (CH3)3*COH
(c) CH3C*HO
(d) (CH3)2*CO
Answer:

Option (b)

34.
DDTમાં C - H σ-બંધ અને C - C σ-બંધની સંખ્યા અનુક્રમે _____ છે .
(a) 9, 15
(b) 14, 14
(c) 9, 9
(d) 12, 12
Answer:

Option (a)

35.
CH3-Br+Ag-F →CH3F + AgBr પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે ?
(a) ગ્રિગ્નાર્ડ
(b) વુર્ટઝ
(c) ફિટિંગ
(d) સ્વાર્ટઝ
Answer:

Option (d)

36.
પ્રકાશક્રિયાશીલ પદાર્થ કોને કહે છે?
(a) ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરે તેને.
(b) ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે તેને.
(c) ધ્રુવીભૂત પ્રકાશનો વેગ વધારે તેને.
(d) ધ્રુવીભૂત પ્રકાશનું શોસણ કરે તેને.
Answer:

Option (b)

37.
આલ્કાઇલ હેલાઈડ અને એરાઈલ હેલાઈડ માટે નીચેના પૈકી ક્યુ વિધાન અયોગ્ય છે ?
(a) આ સંયોજનોમાં C અને X વચ્ચે સહસંયોજક બંધની રચના થાય છે.
(b) આ સંયોજનો કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે.
(c) આ સંયોજનો સારા દ્રાવકો પણ છે.
(d) બીજા કાર્બનિક સંયોજનોમાં આલ્કાઈલ કે એરાઈલ સમૂહ દાખલ કરવા આ સંયોજનો ઉપયોગી બને છે.
Answer:

Option (b)

38.
(1-ક્લોરોઇથાઇલ) બેન્ઝિન​ એ ક્યા પ્રકારનો હેલાઈડ છે?
(a) 1°-બેન્ઝાઇલિક હેલાઈડ 
(b) 2°-બેન્ઝાઇલિક હેલાઈડ 
(c) 3°-બેન્ઝાઇલિક હેલાઈડ 
(d) 1°-એલાઇલિક હેલાઈડ 
Answer:

Option (b)

39.
નીચેના પૈકી કયું સંયોજન એલાઇલીક હેલાઈડનું ઉદાહરણ નથી ?
(a) 3-આયોડોપ્રોપ-1-ઈન
(b) 3-બ્રોમોબ્યુટ્-1-ઈન
(c) સિન્નામાઈલ ક્લોરાઇડ
(d) 2-બ્રોમો-2-મિથાઈલ પ્રોપેન
Answer:

Option (d)

40.
જેમીનલ ડાયહેલાઈડ એટલે શું ?
(a) બંને હેલોજન પરમાણુ એક જ કાર્બન પર હાજર હોય.
(b) એક જ હેલોજન પરમાણુ બે કાર્બન પર હાજર હોય.
(c) બંને હેલોજન પરમાણુ પાસપાસેના કાર્બન સાથે જોડાયેલા હોય.
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 31 to 40 out of 96 Questions