હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 21 to 30 out of 96 Questions
21.
આલ્કેન કરતા તેના અનુવર્તી હેલોઆલ્કેનના ઉત્કલનબિંદુ ઊંચી હોવાનું કારણ _____
(a) આલ્કેન કરતાં હેલોઆલ્કેનમાં બંધોની માત્રા વધુ હોય છે.
(b) હેલોઆલ્કેનમાં C - x બંધ ધ્રુવીય હોવાથી આંતરઆણ્વીય આકર્ષણ વધે છે.
(c) હેલોઆલ્કેનમાં C - x બંધ અધ્રુવીય છે, છતાં આંતરઆણ્વીય આકર્ષણ વધે છે.
(d) આલ્કેન પ્રવાહી રૂપમાં અને હેલોઆલ્કેન વાયુરૂપમાં જોવા મળે છે.
Answer:

Option (b)

22.
કિરાલ પદાર્થો _____ છે.
(a) બિન-અધ્યારોપણીય
(b) અધ્યારોપણીય
(c) અસ્થાયી
(d) ભૌમિતિક સમઘટકતા દર્શાવે
Answer:

Option (a)

23.
અણુસૂત્ર C5H11Br ધરાવતા બધાં જ શક્ય પ્રકાશક્રિયાશીલ હેલાઈડની સંખ્યા જણાવો.
(a) 3
(b) 4
(c) 5
(d) 6
Answer:

Option (a)

24.
C7H16 અણુસૂત્ર ધરાવતું હોય તે નીચેનામાંથી કયું સંયોજન છે કે જે પ્રકાશીય સમઘટકતા પણ દર્શાવે છે.
(a) 2 ,3-ડાયમિથાઇલ પેન્ટેન
(b) 2 ,2-ડાયમિથાઇલ પેન્ટેન
(c) 2-મિથાઇલ હેક્ઝેન
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (a)

25.
ગ્લિસરાલ્ડિહાઈડમાં કોનો અગ્રિમતા ક્રમ 1 છે ?
(a) -CHO
(b) -OH
(c) -CH2OH
(d) H
Answer:

Option (b)

26.
નીચેના સમૂહો માટે અગ્રિમતા ક્રમને ધ્યાનમાં રાખી દર્શાવેલા વિધાનો માટે T કે F સંકેત વાપરો :

(1) - Br > - Cl > - COR > - CHO

(2) - CN > - CH2OH > - F > - D

(3) - OH > - NR2 > - COOR > - COOH

(4) - CHO > - COOR > - CH3 > - D

(a) FTFT
(b) TFFT
(c) TFTF
(d) TTFF
Answer:

Option (c)

27.
એક અજ્ઞાત આલ્કોહોલ એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક છે તે નક્કી કરવા માટે તે આલ્કોહોલની લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉપરના પૈકી કયો આલ્કોહોલ ઝડપથી અને કઈ પ્રક્રિયાવિધિથી પ્રક્રિયા કરશે ?
(a) તૃતીયક આલ્કોહોલ SN1 વડે
(b) દ્વિતીયક આલ્કોહોલ SN2 વડે
(c) તૃતીયક આલ્કોહોલ SN2 વડે
(d) દ્વિતીયક આલ્કોહોલ SN1 વડે
Answer:

Option (a)

28.
નીચે દર્શાવેલ પ્રક્રિયાનાં પરિણામો પરથીપ્રક્રિયાવિધિ નક્કી કરો :

[RX] [Nu] વેગ

(i) 0.1 0.1 1.2 × 10-4

(ii) 0.2 0.1 2.4 × 10-4

(iii) 0.1 0.2 2.4 × 10-4

(iv) 0.2 0.2 4.8 × 10-4

(a) SN1 ક્રિયાવિધિ
(b) SN2 ક્રિયાવિધિ
(c) ઇલેકટ્રોન અનુરાગી યોગશીલ વિધિ
(d) ઇલેકટ્રોન અનુરાગી વિસ્થાપન વિધિ
Answer:

Option (b)

29.
હેલોએરિન સંયોજનોમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન પરમાણુ કયું સંકરણ ધરાવે છે ?
(a) sp
(b) sp3
(c) sp2
(d) dsp2
Answer:

Option (c)

30.
ઇથેનોલની ક્લોરીન સાથેની પ્રક્રિયામાં બ્લીચિંગ પાઉડરની હાજરીમાં કયું સંયોજન મળે છે ?
(a) ક્લોરલ
(b) CHCl3
(c) CH3Cl
(d) ક્લોરો એસિટિક એસીડ
Answer:

Option (a)

Showing 21 to 30 out of 96 Questions