હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 51 to 60 out of 96 Questions
51.
આલ્કાઈલ અથવા એરાઈલ સમૂહ સમાન હોય ત્યારે ઘનતાનો ઊતરતો ક્રમ જણાવો.
(a) RI > RBr > RCl > RF
(b) RBr > RCl > RI > RF
(c) RI < RCl < RBr > RF
(d) RF > RCl < RBr < RI
Answer:

Option (a)

52.
નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી ?
(a) શુદ્ધ હેલોઆલ્કેન સંયોજનો રંગીન હોય છે.
(b) આલ્કેન કરતાં હેલોઆલ્કેનના ઉત્કલનબિંદુ ઊંચા હોય છે.
(c) મૉનોહેલોઆલ્કેનમાં જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમના ઉત્કલનબિંદુમાં વધારો થાય છે.
(d) આલ્કીલહેલાઈડમાં જેમ શાખા વધે તેમ ઉત્કલનબિંદુમાં ઘટાડો થાય છે.
Answer:

Option (a)

53.
સંરૂપીય સમઘટકો અથવા અણુકોણાત્મક સમઘટકોને શું કહે છે?
(a) ડાયાસ્ટીરિયોર્મસ
(b) ઈનેન્શ​યોર્મસ
(c) રોટામર્સ
(d) મેટામર્સ
Answer:

Option (c)

54.
દક્ષિણ ભ્રમણીય પદાર્થ કઈ સંજ્ઞાથી દર્શાવી શકાય છે?
(a) d અથવા -
(b) l અથવા +
(c) d અથવા +
(d) l અથવા -
Answer:

Option (c)

55.
કાર્બનિક અણુ પ્રકાશક્રિયાશીલતા ત્યારે જ દર્શાવે છે કે જયારે _____
(a) અસમ કાર્બન પરમાણુ ધરાવતો હોય.
(b) તેના પ્રતિબિંબ સાથે અધ્યારોપિત ન હોય.
(c) તેના પ્રતિબિંબ સાથે અધ્યારોપિત હોય.
(d) (a) અને (b) બંને
Answer:

Option (d)

56.
કાર્બન સાથે ક્યા સમૂહો જોડાયેલા હોય ત્યારે કાર્બનિક સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ?
(a) ચારેચાર અલગ સમૂહો
(b) ત્રણ અલગ સમૂહો
(c) બે અલગ અલગ સમૂહો
(d) ચારેચાર સમાન સમૂહો
Answer:

Option (a)

57.
નીચેના સંયોજનમાં ક્યા નંબરના કાર્બન સાથે નવો સમૂહ જોડતા કિરાલ સંયોજન બનશે?

CH3-CH2-CH2-CH2-CH2-CH2-CH3

(a) 1
(b) 3
(c) 4
(d) 7
Answer:

Option (b)

58.
નીચેના પૈકી _____કિરાલ સંયોજન છે.
(a) CH3Cl
(b) CH2Cl2
(c) CHBr3
(d) CHBrClI
Answer:

Option (d)

59.
જો 2, 3-ડાયહાઈડ્રોક્સિ બ્યુટેનોઇક એસિડ દ્વારા થતું પ્રકાશીય પરિભ્રમણ 60°20′ હોય, તો તેના પ્રતિબિંબી દ્વારા થતું ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું પરિભ્રમણ કેટલું હશે? 
(a) -60°20′
(b) +60°20′
(c) બમણું
(d) 30°10′
Answer:

Option (a)

60.
R અથવા S વિન્યાસ માટે ગ્લિસરાલ્ડિહાઇડમાં સમૂહ માટેનો સાચો અગ્રિમતા ક્રમ કયો હશે?
(a) -OH > -CHO > -CH2OH > -H
(b)  -H > -CH2OHS > -CHO > -OH
(c)  -CHO > -OH > -CH2OH >  -H
(d) -CH2OH > -CHO > -OH > -H
Answer:

Option (a)

Showing 51 to 60 out of 96 Questions