રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 31 to 40 out of 83 Questions
31.
નીચે પૈકી કઈ ઔષધ એનાલજેસિક છે, જેના બંધાણી થવાતું નથી ?
(a) ડાયાઝેપામ
(b) ટેટ્રાહાઇડ્રોકેટિનોલ
(c) મોર્ફીન
(d) N-એસીટાઈલ પૅરાએમીનો ફિનોલ
Answer:

Option (d)

32.
પ્રતિહિસ્ટામાઈન તરીકે વર્તતા પ્રતિઅૅસિડ ઔષધને પ્રતિઅૅલર્જી ઔષધ કે પ્રતિઅૅલર્જી ઔષધને પ્રતિઅૅસિડ ઔષધ તરીકે ઉપયોગમાં ન લઇ શકાય, કારણ કે _____
(a) બંને પ્રકારનાં ઔષધો સમાનગ્રાહી પદાર્થો પર કાર્ય કરે છે.
(b) બંને પ્રકારનાં ઔષધો સમાન સ્પર્ધાત્મક નિરોધકો ધરાવે છે.
(c) બંને પ્રકારનાં ઔષધો જુદા જુદા ગ્રાહી પદાર્થો પર કાર્ય કરે છે.
(d) આપેલ તમામ
Answer:

Option (c)

33.
નીચેના પૈકી કોને ઔષધ ગણી શકાય નહીં ?
(a) પ્રતિહિસ્ટામાઈન
(b) પ્રતિઅૅસિડ
(c) પ્રશાંતકો
(d) પ્રતિજીવીઓ
Answer:

Option (b)

34.
સાબુમાં જીણુનાશી ગુણધર્મ લાવવા માટે _____ ઉમેરવામાં આવે છે.
(a) બાયથાયેનોલ
(b) ટર્પિનીઓલ
(c) હેમાઈસિન
(d) ફિનોલ
Answer:

Option (a)

35.
સેલોલ _____ તરીકે ઉપયોગી છે.
(a) ડિસઇન્ફેકટન્ટ
(b) એનાલજેસિક
(c) અૅન્ટિબાયોટિક
(d) અૅન્ટાસિડ
Answer:

Option (a)

36.
હિસ્ટામાઈનના કારણે શરીર પર કેવી અસર થતી જોવા મળે છે ?
(a) શરદી, ચામડી લાલ થવી
(b) જઠરમાં ચાંદા, નિદ્રારોગ
(c) વાળ ઉતરી જવા, વિનાશી રક્તઅલ્પતા
(d) સુખ ભ્રાંતિ સ્થિતિ, ઉદાસીનતા
Answer:

Option (a)

37.
BIS દ્વારા નાહવાના સાબુની ગુણવત્તા અને તેની સાથે સંકળાયેલા ગ્રેડનું કયું જોડકું યોગ્ય નથી ?
(a) >76 % TFM - ગ્રેડ - 1
(b) 65 - 76 % TFM - ગ્રેડ - 2
(c) 35 - 65 % TFM - ગ્રેડ - 3
(d) આપેલ તમામ
Answer:

Option (c)

38.
ડિટર્જન્ટ LAS કયા સમૂહો ધરાવે છે ?
(a) આલ્કીલ - શૃંખલા R અને SO3Na સમૂહ
(b) ઍરોમેટિક સમૂહ અને SO3Na સમૂહ
(c) આલ્કીલ - શૃંખલા R અને COONa સમૂહ
(d) ઍરોમેટિક સમૂહ અને COONa સમૂહ
Answer:

Option (a)

39.
મેલેરિયા માટે સિંકોના વૃક્ષની છાલમાંથી મળતું ઔષધ _____ છે.
(a) સાલ્વરસાન
(b) નિયોસાલ્વરસાન
(c) ક્વિનાઈન
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

40.
વિવિધ રોગોની સારવાર માટે રસાયણોના ઉપયોગને _____ કહે છે.
(a) હોમિયોપથી
(b) એન્જિયોથેરાપી
(c) કેમોથેરાપી
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

Showing 31 to 40 out of 83 Questions