રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 21 to 30 out of 83 Questions
21.
નીચેનામાંથી રોજિંદા જીવનમાં ઉપયોગી ખાદ્ય પદાર્થ પરિરક્ષક કયો છે ?
(a) ખાંડ
(b) વનસ્પતિ તેલ
(c) મીઠું
(d) આપેલ તમામ
Answer:

Option (d)

22.
સામાન્ય રીતે પ્રક્રિયાર્થી ઉત્સેચકના _____ સાથે જોડાય અને પ્રક્રિયાને અંતે નીપજ મળે છે.
(a) નિરોધક
(b) સક્રિયસ્થાન
(c) એલોસ્ટેરિક સાઈટ
(d) આપેલ તમામ
Answer:

Option (b)

23.
BIS દ્વારા 65 કે તેથી વધુ પણ 76થી ઓછા TFM ધરાવતા સાબુને કયો ગ્રેડ આપવામાં આવે છે ?
(a) Grade - 1
(b) Grade - 2
(c) Grade - 3
(d) Grade - 4
Answer:

Option (b)

24.
કયો પ્રક્ષાલક વાળના કન્ડિશનરમાં વપરાય છે ?
(a) કેટાયનીય
(b) એનાયનીય
(c) બિનઆયનીય
(d) આપેલ તમામ
Answer:

Option (a)

25.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(a) જે ઔષધ સંદેશાવાહકને સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોડાઈ કોષની પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેને એગોનિસ્ટ કહે છે.
(b) જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશાવાહક સમજી સ્વીકારે છે અને પ્રત્યાયન પ્રક્રિયા જળવાઈ રહે છે, તેને અૅન્ટાગોનિસ્ટ કહે છે.
(c) જે ઔષધો ઉત્સેચકના સક્રિયસ્થાને જોડાનાર કુદરતી પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી ઉત્સેચકના સક્રિયસ્થાને જોડાય છે, તેને સ્પર્ધાત્મક નિરોધકો કહે છે.
(d) પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિયસ્થાને જોડનાર ઔષધોને ઉત્સેચક નિરોધકો કહે છે.
Answer:

Option (c)

26.
ગળપણને આધારે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
(a) એસ્પાર્ટેમ > સુક્રોલોઝ > એલિટેમ > સેકેરીન
(b) એસ્પાર્ટેમ > સેકેરીન > સુક્રોલોઝ > એલિટેમ
(c) એલિટેમ >સુક્રોલોઝ > સેકેરીન > એસ્પાર્ટેમ
(d) સેકેરીન > એસ્પાર્ટેમ > એલિટેમ >સુક્રોલોઝ
Answer:

Option (c)

27.
આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો :

( 1 ) મેલેરિયા માટે સિંકોના વૃક્ષની છાલ ઔષધ તરીકે વપરાય છે.

( 2 ) ક્વિનાઈન એ અૅન્ટિમેલેરિયલ ઔષધ છે.

( 3 ) અભીરંજકો બૅકટેરિયાના તંત્રિકાકોષોને અભીરંજિત કરે છે.

( 4 ) સાલ્વરસાન અને નિયો-સાલ્વરસાન એ ચામડીના રોગો છે, જેના માટે સિફિલિસનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે.

(a) TFTF
(b) TTFF
(c) FTTT
(d) TTTF
Answer:

Option (d)

28.
આંખોને જીવાણુમુક્ત કરવાના વૉશિંગ સૉલ્યુશન તરીકે _____ વપરાય છે.
(a) ટિંકચર આયોડિન
(b) KMnO4
(c) ફ્યુરાસિન
(d) બોરિક અૅસિડ
Answer:

Option (d)

29.
નીચે પૈકી કોણ ફૅટી અૅસિડ નથી ?
(a) સ્ટિયરિક અૅસિડ
(b) ફૉર્મિક અૅસિડ
(c) ઑલિક અૅસિડ
(d) પામિટિક અૅસિડ
Answer:

Option (c)

30.
નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) એસ્પિરિન એ બિનમાદક વેદનાહર ઔષધ અમે તાપશામક બંને તરીકે વર્તે છે.
(b) પેનિસિલિન એ અૅન્ટિબાયોટિક ઔષધ છે.
(c) બાર્બિટ્યુરિક અૅસિડના વ્યુત્પન્નો પ્રશાંતકો કહેવાય છે.
(d) ફિનોલગુણક પરથી જીવાણુનાશી ઔષધોની ક્રિયાશીલતા નક્કી થાય છે.
Answer:

Option (d)

Showing 21 to 30 out of 83 Questions