રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Showing 41 to 50 out of 83 Questions
41.
ગ્રાહી પદાર્થ શેના કારણે ચોક્કસ સંદેશાવાહક સાથે જ પ્રક્રિયા કરે છે.
(a) બંધન સ્થાનનાં અચોક્કસ કદ
(b) બંધન સ્થાનના અચોક્કસ આકાર
(c) સંદેશાવાહકનાં બાહ્ય દેખાવ
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (b)

42.
નીચેનાં વિધાનો માટે T કે F સંકેત વાપરી સાચો વિકલ્પ પસંદ કરો : (1) રસાયણિક સંદેશાવાહક ગ્રાહી પદાર્થના બંધન સ્થાનની નજીક આવે છે ત્યારે પદાર્થ તેને સ્વીકારવા બંધન સ્થાનનો આકાર લે છે. (2) સંદેશાવાહક કોર્ષમાં પ્રવેશ્યા સિવાય કોર્ષને સંદેશો પહોચાડે છે. (3) ગ્રાહી પદાર્થ લિપિડના બનેલા હોય છે.
(a) TFT
(b) FTT
(c) FTF
(d) TTF
Answer:

Option (d)

43.
પ્રતિએસિડ પદાર્થો ઔષધ નથી, કારણ કે _____
(a) તે એસિડિટીથી ઉદભવતી અસરમાં રાહત આપે પણ તેનાં કારણોને રોકવા મદદ કરતાં નથી.
(b) તે એસિડિટીથી ઉદભવતી અસરમાં ખાસ રાહત આપતા નથી પણ તેનાં કારણોને રોકવા મદદ કરે છે.
(c) તે શરીરમાં ઉત્પન્ન થતા હિસ્ટામાઈનને રોકવામાં મદદ કરતાં હોવાથી.
(d) તે ઝડપથી શરીરમાં વિધટનપામતા હોવાથી.
Answer:

Option (a)

44.
નીચેનાં વિધાનો માટે T કે F સંકેત વાપરી સાચા વિકલ્પ પસંદ કરો: (1) એસીડીટીને કારણે લીવેરમાં બળતરા તથા દુખાવો થાય છે. (2) એસીડીટીને કારણે અલ્સર થઈ શકે છે. (3) ધાતુ હાઈદ્રોક્સાઇડ એ જઠરમાં pH મૂલ્યમાં વધઘટકરે છે. (4) પ્રતિએસિડ (એન્ટાસિડ) ઈ એસીડીટીના કારણોને રોકે છે.
(a) TFFT
(b) TTTF
(c) FFFT
(d) FTFF
Answer:

Option (d)

45.
નીચેના પૈકી કયા બંને પદાર્થો એન્ટાસિડ ઔષધની બનાવટમાં વપરાય છે ?
(a) NaHCO3 અને Mg(HO)2
(b) Na2CO3 અને Ca(HCO3)2
(c) Ca(HCO3)2 અને Mg(OH)2
(d) Ca(OH)23
Answer:

Option (a)

46.
રેનિટિડીન કયા વર્ગની ઔષધી છે ?
(a) એન્ટિહિસ્ટામાઈન ઔષધી
(b) ચેતાતંત્રને સક્રિયકર્તા ઔષધી
(c) પ્રતિસુક્ષ્મજીવી ઔષધી
(d) ગર્ભનિરોધક ઔષધી
Answer:

Option (a)

47.
નીચેનાં પૈકી કયા વર્ગના ઔષધી ગંભીર માનસિક રોગોની સારવારમાં વપરાય છે ?
(a) ટ્રાન્કિવલાઇઝર્સ
(b) નાર્કોટિક એનાલજેસિક્સ
(c) એન્ટિપેરસિટિક
(d) એન્ટિમાઈક્રોબિયલ્સ
Answer:

Option (a)

48.
નીચેનામાંથી કયા એસિડના વ્યુત્પન્નો નિન્દ્રકારી પદાર્થો છે ?
(a) બોરિક એસિડ
(b) ફોસ્ફોરિક એસિડ
(c) બાર્બિત્યુરિક એસિડ
(d) ઓંલિક એસિડ
Answer:

Option (c)

49.
જે ઔષધોના ઉપયોગથી ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી તેને કેવા પ્રકારનાં ઔષધો કહે છે ?
(a) માદક વેદનાહર ઔષધો
(b) બિનમાદક વેદનાહર ઔષધો
(c) પ્રતિ સુક્ષ્મજીવી ઔષધો
(d) પ્રતિજીવીઓ
Answer:

Option (b)

50.
નીચેનામાંથી કયું ઔષધ શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંક્ષ્લેષણ થતું અટકાવે છે ?
(a) પેરાસિટામોલ
(b) મોર્ફિન
(c) એસ્પિરિન
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (c)

Showing 41 to 50 out of 83 Questions