દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 51 to 60 out of 198 Questions
51.
1 મોલ દ્રાવ્ય ધરાવતા 8 M દ્રાવણનું કદ કેટલું હોવું જોઈએ ?
(a) 100 ml
(b) 125 ml
(c) 150 ml
(d) 175 ml
Answer:

Option (b)

52.
બેન્ઝોઈક એસિડ (આણ્વીય દળ = 122 ગ્રામ / મોલ)નું બેન્ઝિનમાં દ્રાવણ બનાવતા દ્વિઅણુમાં સંયુગ્મન થાય છે. તેના પ્રાયોગિક અણુભારનું મૂલ્ય _____ છે .
(a) 122 ગ્રામ / મોલ
(b) 61 ગ્રામ / મોલ
(c) 244 ગ્રામ / મોલ
(d) 366 ગ્રામ / મોલ
Answer:

Option (c)

53.
0.1 M ગ્લુકોઝ, 0.05 M NaCl, 0.05 M BaCl2 અને 0.1 M AlCl3 દ્રાવણો અનુક્રમે A, B, C અને D છે, તો નીચેના પૈકી કઈ જોડ આઈસોટોનિક છે ?
(a) A, B
(b) B, C
(c) A, D
(d) A, C
Answer:

Option (a)

54.
સોડા વોટર ક્યા પ્રકારનું દ્રાવણ છે ?
(a) ઘન
(b) પ્રવાહી
(c) વાયુ
(d) કલિલ
Answer:

Option (b)

55.
નીચેના પૈકી _____ દ્રાવણ નથી .
(a) હવા
(b) સોનાની વીંટી
(c) દૂધ
(d) NaClનું દ્રાવણ
Answer:

Option (c)

56.
નીચેના પૈકી _____ પ્રવાહી દ્રાવ્ય ધરાવે છે .
(a) મિશ્ર હવા
(b) ભેજવાળી હવા
(c) સોડા વોટર
(d) કપૂરનું હવામાં મિશ્રણ
Answer:

Option (b)

57.
I2 એ CCl4 કરતાં મિથેનોલમાં વધુ દ્રાવ્ય થાય છે, કારણ કે _____
(a) આલ્કોહોલ અને આયોડિન બંને અધ્રુવીય છે .
(b) CCl4 કરતાં આલ્કોહોલમાં અવ્યવસ્થા વધારે છે .
(c) આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ એ ઉષ્માક્ષેપક છે, જયારે CCL4માં દ્રાવણ બનવાની ક્રિયા ઉષ્માશોષક છે .
(d) બંને પ્રકિયા ઉષ્માક્ષેપક છે, પરંતુ આલ્કોહોલમાં ઉત્સર્જાતી ઊર્જા CCl4ની સરખામણીમાં ઓછી છે .
Answer:

Option (d)

58.
ફોર્માંલિટી એકમ વિજ્ઞાનની કઈ શાખામાં પ્રચલિત છે ?
(a) કાર્બનિક
(b) અકાર્બનિક
(c) વૈશ્લેષિક
(d) ફાર્મસી અને તબીબી
Answer:

Option (d)

59.
તાપમાન બદલાતાં નીચેના પૈકી શું બદલાય છે ?
(a) મોલાલિટી
(b) ફોર્માલિટી
(c) % W / W
(d) મોલ - અંશ
Answer:

Option (b)

60.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) તાપમાન વધે તેમ હેન્રી અચળાંકનું મૂલ્ય વધે છે .
(b) તાપમાન વધે તેમ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે છે .
(c) O2 કરતાં N2 વાયુની પાણીમાં દ્રાવ્યતા વધુ છે .
(d) દ્રાવણમાં વાયુનું આંશિક દબાણ વાયુના મોલ - અંશના સમપ્રમાણમાં હોય છે .
Answer:

Option (c)

Showing 51 to 60 out of 198 Questions