સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 21 to 30 out of 149 Questions
21.
સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ એક બિંદુએથી બીજા બિંદુ પર એકમ ધન વિદ્યુતભારને લઈ જતા ______
(a) વિદ્યુતભાર પર કાર્ય થાય છે.
(b) વિદ્યુતભાર દ્વારા કાર્ય થાય છે.
(c) વિદ્યુતભાર પર કાર્ય અચળ હોય છે.
(d) કાર્ય થતું નથી.
Answer:

Option (d)

22.
વિધુતભારિત ધાતુના ગોળીય કવચની અંદર વિદ્યુતસ્થિતિમાન ______
(a) અચળ હોય છે.
(b) ગોળીય કવચના કેન્દ્રની અંતરના સમપ્રમાણમાં બદલાય છે.
(c) ગોળીય કવચના કેન્દ્રની અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે.
(d) ગોળીય કવચના કેન્દ્રની અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે.
Answer:

Option (a)

23.
વિધુતભારિત ધાતુના ગોળીય કવચની બહાર વિદ્યુતસ્થિતિમાન ______
(a) અચળ હોય છે.
(b) ગોળીય કવચના કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં બદલાય છે.
(c) ગોળીય કવચના કેન્દ્રથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે.
(d) ગોળીય કવચના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે.
Answer:

Option (c)

24.
1 g દળવાળો અને 10-8  C વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો 600 V વિદ્યુત સ્થિતિમાનવાળા A બિંદુ આગળથી 0 V વિદ્યુતસ્થિતિમાનવાળા B બિંદુએ જાય છે, તો તેની ગતિ-ઉર્જામાં થતો ફેરફાર _____ .
(a) -6×10-6  erg
(b) -6×10-6  J
(c) 6×10-6  J
(d) 6×10-6  erg
Answer:

Option (c)

25.
સમક્ષિતિજ સમતલમાં એકબીજાથી 0.02 m અંતરે રહેલી બે સમાંતર પ્લેટો વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (p.d) 800 V છે. 1.96×10-15  kg દળ ધરાવતું એક કણ આ બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં સમતોલનમાં ( equillibrium) છે. જો e એ પ્રાથમિક વિદ્યુતભાર હોય, તો કણ પરનો વિદ્યુતભાર _____ .
(a) 8 e
(b) 6 e
(c) 0.1 e
(d) 3 e
Answer:

Option (d)

26.
એક વિદ્યુતપ્રાપ્તિસ્થાનથી અમુક અંતરે વિદ્યુતસ્થિતિમાન 600 V અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતા 150 NC-1 છે, તો આ અવલોકનબિંદુનું વિદ્યુતપ્રાપ્તિસ્થાનથી અંતર કેટલું હશે?
(a) 2 m
(b) 3 m
(c) 4 m
(d) 6 m
Answer:

Option (c)

27.
R ત્રિજ્યાવાળા વિદ્યુતભારિત ગોળના કેન્દ્રથી r (r>R) અંતરે આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા E છે. પરીક્ષણ વિદ્યુતભાર q0 ને અનંત અંતરેથી આ બિંદુએ લાવવા દરમિયાન થતું કાર્ય કેટલું ?
(a) q0RE
(b) 12q0RE
(c) q0rE
(d) 12q0rE
Answer:

Option (c)

28.
વિદ્યુત ડાઈપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુતસ્થિતિમાન એ તે બિંદુના ડાઈપોલથી અંતર x ઉપર આધાર રાખે છે. તો V   _____ .
(a) 1x
(b) 1x2
(c) x
(d) 1x3
Answer:

Option (b)

29.
5 μ C વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાંના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 10 mJ છે, તો p.d ( VB-VA) =_____.
(a) 2 k V
(b) -2 k V
(c) +200 V
(d) -200 V
Answer:

Option (a)

30.
બે સમકેન્દ્રીય R અને r ત્રિજ્યાના (R>r) ગોળીય કવચ પર એકસરખી જાતના વિદ્યુતભાર છે તેમજ તેમના પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા σ પણ સમાન છે. તો તેમના સામાન્ય કેન્દ્ર પર વિદ્યુતસ્થિતમાન ______ .
(a) σε0
(b) σε0R-r
(c) σε0R+r
(d) આપેલ પૈકી એક પણ નહિ.
Answer:

Option (c)

Showing 21 to 30 out of 149 Questions