ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 1 to 10 out of 120 Questions
1.
5.0 A m2 જેટલી મેગ્નેટીક મોમેન્ટ ધરાવતું એક ચુંમક, 7×10-4 T ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટીક મોમેન્ટનો સદિશ, ક્ષેત્ર સાથે 300 નો કોણ બનાવે. આ કોણ 300 થી વધારીને 450 કરવા માટે કરવું પડતું કાર્ય આશરે _____ J હોય.
(a) 5.56×10-4
(b) 24.74×10-4
(c) 30.3×10-4
(d) 5.50×10-3
Answer:

Option (a)

2.
એક ગાજિયો ચુંમક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં T આવર્તકાળથી અંદોલન કરે છે. તેટલું જ દળ અને પરિમાણ ધરાવતા તેવા જ બીજા ચુંબકની મેગ્નેટીક મોમેન્ટ, આ ચુંબક કરતા 4 ગણી હોય, તો તેનો આવર્તકાળ_____ હશે.
(a) T2
(b) 2T
(c) T
(d) 4T
Answer:

Option (a)

3.
પ્રવાહ I ધારિત એક ગોળાકાર લૂપની જગ્યાએ તેટલી જ મેગ્નેટીક ડાઈપોલ−મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મુકવામાં આવે છે, તો આ ગોળાકાર લૂપ પર આવેલું કોઈ પણ બિંદુ _____ પર આવેલું હશે.
(a) ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ
(b) ગજિયા ચુંબકની અક્ષ
(c) A અને B બંને
(d) સિવાય કે, ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ અથવા ગજિયા ચુંબકની અક્ષ
Answer:

Option (a)

4.
જયારે પ્રવાહધારિત ગુચળાની જગ્યાએ તેનો સમતુલ્ય મેગ્નેટીક ડાઈપોલ મુકવામાં આવે ત્યારે,
(a) તેના ધુવો વચ્ચેનું અંતર l અચળ હોય છે.
(b) તેના દરેક ધ્રુવનું ધ્રુવમાન p અચળ હોય છે.
(c) તેની ડાઈપોલ−મોમેન્ટ ઉલટાઈ જાય છે.
(d) pl ગુણાકાર અચળ રહે છે.
Answer:

Option (d)

5.
ધારો કે એક ગજીયા ચુંબકના કેન્દ્ર થી r અંતરે ,તેની અક્ષ પર એક બિંદુ આવેલું છે. આ r અંતરે ચુંબકીય ક્ષેત્ર હમેંશા _____ ના સમપ્રમાણમાં હોય છે.
(a) 1r2
(b) 1r3
(c) 1r
(d) દરેક બિંદુએ 1r3 પ્રમાણે જરૂરી નથી.
Answer:

Option (d)

6.
મેગ્નેટીક મેરિડિયનનું સમતલ_____.
(a) પૃથ્વીની ચુંમકીય અક્ષને લંબ હોય છે.
(b) પૃથ્વીની ભૌગોલિક (Geographic) અક્ષને લંબ હોય છે.
(c) પૃથ્વીની ચુંમકીય અક્ષમાંથી પસાર થતું હોય છે.
(d) પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય છે.
Answer:

Option (c)

7.
ભૂ− ચુંમકીય ધુવ પાસે, સમક્ષિતિજ સપાટી પર મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખેલી ચુંમકીય સોય
(a) ફક્ત ઉતર−દક્ષિણ દિશામાં જ રહશે.
(b) કોઈ પણ દિશામાં રહશે.
(c) ફક્ત પૂર્વ−પશ્ચિમ દિશામાં જ રહશે.
(d) કોઈ પણ હલનચલન વગર જડ બની જશે.
Answer:

Option (b)

8.
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઊર્ધ્વ ઘટક એકસરખા છે. આ સ્થળે મેગ્નેટીક ડીપ એન્ગલ_____ હશે.
(a) 300
(b) 450
(c) 00
(d) 900
Answer:

Option (b)

9.
ગાજિયા ચુંમક ની અંદર, ચુંમકીય ક્ષેત્રરેખાઓ
(a) હાજર હોતી નથી.
(b) ચુંમકના આડછેદના ક્ષેત્રફળને સમાંતર હોય છે.
(c) N−ધ્રુવથી S−ધ્રુવ તરફ હોય છે.
(d) S−ધ્રુવથી N−ધ્રુવ તરફ હોય છે.
Answer:

Option (d)

10.
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં , ડાયામેગ્નેટીક પદાર્થ પર લાગતું પરિણમી બળ _____ હોય છે.
(a) પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ
(b) ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં
(c) નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ
(d) શૂન્ય
Answer:

Option (a)

Showing 1 to 10 out of 120 Questions