ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 111 to 110 out of 120 Questions
111.
ક્યુરિ તાપમાન કરતાં ઊંચા તાપમાને _____
(a) ફેરોમૅગ્નેટિક પદાર્થ પેરામૅગ્નેટિક પદાર્થમાં ફેરવાય છે.
(b) પેરામૅગ્નેટિક પદાર્થ ડાયામૅગ્નેટિક પદાર્થમાં ફેરવાય છે.
(c) ફેરોમૅગ્નેટિક પદાર્થ ડાયામૅગ્નેટિક પદાર્થમાં ફેરવાય છે.
(d) પેરામૅગ્નેટિક પદાર્થ ફેરોમૅગ્નેટિક પદાર્થમાં ફેરવાય છે.
Answer:

Option (a)

112.
ઇલેક્ટ્રોમૅગ્નેટ્સ બનાવવા માટે વપરાતી ધાતુની _____ હોય.
(a) ઊંચી retentivity અને નીચી કોઅર્સિવિટી
(b) નીચી retentivity અને નીચી કોઅર્સિવિટી
(c) ઊંચી retentivity અને ઊંચી કોઅર્સિવિટી
(d) નીચી retentivity અને ઊંચી કોઅર્સિવિટી
Answer:

Option (d)

113.
2 × 104 JT-1 ચુંબકીય ચાકમાત્રા (મૅગ્નેટિક મોમેન્ટ) ધરાવતા એક ગજીયા ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ લટકાવેલ છે. તે વિસ્તારમાં સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B = 6 × 10-4 T છે. તો હવે ચુંબકને ધીમેથી, ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાંથી 60° ના ખૂણે ભ્રમણ આપવા માટે જરૂરી કાર્ય _____
(a) 12 J
(b) 6 J
(c) 2 J
(d) 0.6 J
Answer:

Option (b)

114.
એકમ ઘનફળમાં રહેલી ચુંબકીય ઊર્જા = _____
(a) B22μ0 
(b) B22μ02 
(c) 2B2μ0 
(d) B2μ0 
Answer:

Option (a)

115.
પાણી _____ પ્રકારનો પદાર્થ છે.
(a) ડાયામૅગ્નેટિક
(b) પેરામૅગ્નેટિક
(c) ફેરોમૅગ્નેટિક
(d) અવાહક
Answer:

Option (a)

116.
ગજિયા ચુંબકના કેન્દ્રથી z અંતરે, તેના અક્ષ પર રહેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય છે ?
(a) ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (magnetic dipole moment m) ની દિશામાં હોય છે.
(b) ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (m)ની વિરુદ્ધ દિશામાં હોય છે.
(c) ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (m)ને લંબ દિશામાં હોય છે.
(d) ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (m)ના માન પર તેની દિશા આધાર રાખે છે.
Answer:

Option (a)

117.
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામૅગ્નેટિક પદાર્થ પર _____ પરિણામી બળ લાગે છે.
(a) ચુંબકીય ક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ
(b) ચુંબકીય ક્ષેત્રના નિર્બળથી પ્રબળ ભાગ તરફ
(c) ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં
(d) ચુંબકીય ક્ષેત્ર સાથે 60° નો ખૂણો બનાવતી દિશામાં
Answer:

Option (a)

118.
જ્યાં 'ડિપ એંગલ' 60° હોય તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઊર્ધ્વઘટક V અને સમક્ષિતિજ ઘટક H નો સંબંધ શું છે ?
(a) V = H
(b) V=3H
(c) H=3V
(d) H=32V
Answer:

Option (b)

119.
એક ફેરોમૅગ્નેટિક પદાર્થમાં સમઘન આકારનો ડોમેઇન રચાય છે.આ ડોમેઇનની પ્રત્યેક બાજુની લંબાઈ 2μm છે. આ ડોમેઈનમાં 4 × 1010 પરમાણુ છે અને દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા 16 × 10-24 Am2 છે. આ ડોમેઈનનું મૅગ્નેટાઇઝેશન _____ Am-1 થાય.
(a) 64 × 104
(b) 3.6 × 104
(c) 7.2 × 104
(d) 8 × 104
Answer:

Option (d)

120.
પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્રફળ 0.5 × 10-4 T છે. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા 6400 km લો. તો પૃથ્વીની ચુંબકીય ડાઇપોલ-મોમેન્ટ _____ Am2 થાય.(μ0 = 4π× 10-7 TmA-1)
(a) 1.05 × 1023
(b) 1.15 × 1023
(c) 1.31 × 1023
(d) 1.62 × 1023
Answer:

Option (c)

Showing 111 to 110 out of 120 Questions