ચુંબકત્વ અને દ્રવ્ય  MCQs

MCQs of ચુંબકત્વ અને દ્રવ્ય

Showing 51 to 60 out of 120 Questions
51.
એકદમ નજીક આંટાવાળા 6 cm લંબાઈના એક સોલેનોઇડમાં 10 આંટા/cm છે. તેના આડછેદનું ક્ષેત્રફળ 3 × 10-4 m4 અને તેમાંથી પસાર થતો પ્રવાહ 1.0 A છે, સોલેનોઈડની મૅગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન શોધો.
(a) 1.8 × 10-2 Am2, 0.3 Am
(b) 0.3 × 10-2 Am2, 1.8 Am
(c) 1.8 Am2, 0.3 × 10-2 Am
(d) 0.3 Am2, 1.8 × 10-2 Am
Answer:

Option (a)

52.
એક ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવ પર મૂકવામાં આવેલ છે, તો તે _____
(a) N → S તરફ સ્થિર થાય.
(b) E → W તરફ સ્થિર થાય.
(c) ઊર્ધ્વ થઇ જાય છે.
(d) કોઈ પણ દિશામાં સ્થિર થાય છે.
Answer:

Option (d)

53.
બે ટૂંકા ગજિયા ચુંબકોને એક રેખસ્થ રાખીને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 m હોય ત્યારે લાગતું ચુંબકીય બળ 4.8 N માલૂમ પડે છે. હવે તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 24 m કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું નવું બળ _____ થાય.
(a) 2.4 × 10-2 N
(b) 1.2 × 10-2 N
(c) 0.6 × 10-2 N
(d) 0.4 × 10-2 N
Answer:

Option (d)

54.
એક સમક્ષિતિજ સમતલમાં બે સમાન ગજિયા ચુંબકોને એકબીજાથી 2d અંતરે પરસ્પર લંબરૂપે મૂકેલાં છે. હવે બંને ચુંબકને જોડતી રેખાના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય _____ થાય.
(a) 2μ04π·Md3
(b) 3μ04π·Md3
(c) 2μ04π·Md3
(d) 5μ04π·Md3
Answer:

Option (d)

55.
જે ગજિયા ચુંબકની ચાકમાત્રા 1.3 Am2 હોય તેવા 10 cm × 1.5 cm × 1 cm ના ચુંબક માટે ચુંબકીય ધ્રુવમાન _____ Am
(a) 0.26
(b) 2.6
(c) 13
(d) 130
Answer:

Option (c)

56.
મૅગ્નેટિક મેરિડિયનનું સમતલ _____
(a) પૃથ્વીની ચુંબકીય અક્ષને લંબ હોય છે.
(b) પૃથ્વીની ભૌગોલિક (Geographic) અક્ષને લંબ હોય છે.
(c) પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય છે.
(d) પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય છે.
Answer:

Option (c)

57.
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઊર્ધ્વ ઘટક એકસરખા છે. આ સ્થળે મૅગ્નેટિક ડિપ ઍન્ગલ _____ હશે.
(a) 30°
(b) 45°
(c)
(d) 90°
Answer:

Option (b)

58.
લોખંડના એક બંધ બૉક્સમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બહારના ચુંબકીય ક્ષેત્ર કરતાં _____ હોય છે.
(a) વધારે
(b) ઓછું
(c) સમાન
(d) શૂન્ય
Answer:

Option (b)

59.
એક ગજિયા ચુંબકને તેનો ઉત્તરધ્રુવ ભૌગોલિક ઉત્તર દિશામાં રહે તેમ ઉત્તર-દક્ષિણ મૂકવામાં આવ્યો છે, તો તટસ્થ બિંદુઓ ચુંબકના કેન્દ્રથી _____ દિશામાં હશે.
(a) ઉત્તર-દક્ષિણ
(b) પૂર્વ-પશ્ચિમ
(c) ઈશાન-નૈઋત્ય
(d) અગ્નિ-વાયવ્ય
Answer:

Option (b)

60.
કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક 0.163 × 10-4 Tછે. જો આ સ્થાન પર એંગલ ઑફ ડિપ 30° હોય, તો તે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક _____ T હશે.
(a) 0.163 × 10-4
(b) 0.162 × 10-4
(c) 0.16 × 10-4
(d) 0.48 × 10-4
Answer:

Option (d)

Showing 51 to 60 out of 120 Questions