વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 51 to 60 out of 87 Questions
51.
જો ગૂંચળામાં આંટાની સંખ્યા N હોય તો તેનું આત્મપ્રેરકત્વ _____
(a) N0
(b) N
(c) N12
(d) N2
Answer:

Option (d)

52.
ગૂંચળામાં આંટાની સંખ્યા 10 થી વધારીને 100 કરવામાં આવે તો તેનું આત્મપ્રેરકત્વ શરૂઆતના આત્મ્પ્રેરકત્વ કરતાં _____ ગણુ થશે.
(a) 10
(b) 100
(c) 110
(d) 25
Answer:

Option (b)

53.
જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે. ____ એ આવૃત્તિનું પરિમાણ ધરાવે છે.
(a) RL
(b) L/R
(c) R/L
(d) L/R
Answer:

Option (a)

54.
1000 આંટા ધરાવતા ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 0.1 Wb છે. તેમાંથી 10 amp વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના આત્મપ્રેરકત્વનું મૂલ્ય = _____ mH .
(a) 0.1
(b) 10
(c) 104
(d) 10-4
Answer:

Option (c)

55.
બે ઈન્ડક્ટરોને સમાંતરમાં જોડતાં પરિણામી આત્મપ્રેરકત્વ 2.4 H મળે અને શ્રેણીમાં જોડતાં પરિણામી આત્મપ્રેરકત્વ 10 H મળે છે, તો તેમના આત્મપ્રેરકત્વનો તફાવત _____
(a) 2 H
(b) 3 H
(c) 4 H
(d) 5 H
Answer:

Option (a)

56.
બે કૉઇલના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ વધારવામાં માટે _____
(a) ગૂંચળામાં આંટાની સંખ્યા ઘટાડવી જોઈએ.
(b) ગૂંચળામાં આંટાની સંખ્યા વધારવી જોઈએ.
(c) વાઈન્ડિંગ લાકડાના આધાર પર કરવું જોઈએ.
(d) ઉપરનામાંથી એક પણ નહીં.
Answer:

Option (b)

57.
સુરેખ વાહકતારનું આત્મપ્રેરકત્વ _____ હોય.
(a) શૂન્ય
(b) ઓછું
(c) વધુ
(d) અનંત
Answer:

Option (a)

58.
2 mH અને 8 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતી બે કૉઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી એક કૉઇલમાં અસરકારક બીજા કૉઇલમાંના ફ્લક્સ કરતાં અડધું થાય, તો તે બંને કૉઇલના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો।
(a) 4 mH
(b) 6 mH
(c) 2 mH
(d) 16 mH
Answer:

Option (c)

59.
જો ગૂંચળાને નરમ લોખંડના ગર્ભ પર અલગ કરીને વીંટાળ્યું હોય, તો તેનું આત્મપ્રેરકત્વનું મૂલ્ય _____
(a) ઘટી જાય.
(b) વધી જાય.
(c) અચળ રહે.
(d) શૂન્ય થાય.
Answer:

Option (b)

60.
તાંબાના તારમાંથી સમાન બે ગૂંચળા બનાવવામાં આવ્યા છે. પ્રથમ ગૂંચળામાં આંટાઓની સંખ્યા 3N અને ત્રિજ્યા r છે. બીજા ગૂંચળામાં આંટાઓની સંખ્યા N અને ત્રિજ્યા 3r છે, તો પ્રથમ અને બીજા ગૂંચળાના આત્મપ્રેરકત્વનો ગુણોત્તર _____
(a) 3 : 1
(b) 1 : 3
(c) 9 : 1
(d) 1 : 9
Answer:

Option (a)

Showing 51 to 60 out of 87 Questions