ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 101 to 110 out of 151 Questions
101.
સમચતુષ્ફલકીય અને અષ્ટફ્લકીય છિદ્રનો સવર્ગ આંક અનુક્રમે _____ છે .
(a) 6 અને 4
(b) 4 અને 8
(c) 8 અને 4
(d) 4 અને 6
Answer:

Option (d)

102.
પોટેશિયમ બ્રોમાઈડના સ્ફટિકની ઘનતા 2.75 gcm-3 તથા તેના એકમ કોષની ધારની લંબાઈ 654 pm છે. પ્રત્યેક એકમ કોષ કેટલા પરમાણુ ધરાવે છે ? એકમ કોષનો પ્રકાર જણાવો. (K = 39 u, Br = 80 u)
(a) scp
(b) bcc
(c) પ્રીમિટિવ
(d) fcc
Answer:

Option (d)

103.
અસ્ફટિકમય ઘન પદાર્થો માટે નીચેનાં વિધાનોને અનુલક્ષીને T કે F સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો .

(1) તેમાં અણુ, પરમાણુ કે આયોનોની ત્રિપરિમાણીય અવકાશમાં ગોઠવણી નિયમિત હોય છે .

(2) KCl, NaCl એ સ્ફટિકમય ઘન છે .

(3) તેની ભૂમિતિ રચનામાં આવર્તિતા જોવા મળતી નથી .

(4) તેના ગલનબિંદુ અનિશ્વિત હોય છે .

(a) TFFT
(b) FFTF
(c) TTFF
(d) TTFT
Answer:

Option (c)

104.
કાચ એ _____ છે .
(a) અતિ ઠંડું કરેલ પ્રવાહી
(b) અસ્ફટિકમય ઘન
(c) સ્ફટિકમય ઘન
(d) (a) અને (b) બંને
Answer:

Option (d)

105.
Fe0.93O માં Fe+3 નું ટકાવાર પ્રમાણ કેટલું છે ?
(a) 9 %
(b) 12 %
(c) 15 %
(d) 13 %
Answer:

Option (c)

106.
abc અને α=γ=90°,β120° આવા પેરામીટર્સ એ ક્યા પદાર્થના એકમકોષમાં છે ?
(a) કેલ્સાઇટ
(b) ગ્રૅફાઇટ
(c) રહોમ્બિક સલ્ફર
(d) મોનોક્લિનિક સલ્ફર
Answer:

Option (d)

107.
બોરિક ઍસિડ (H3BO3)_____પ્રણાલીનું ઉદાહરણ છે.
(a) ટેટ્રાગોનલ
(b) હેક્ઝાગોનલ
(c) મોનોક્લિનિક
(d) ટ્રાયક્લિનિક
Answer:

Option (d)

108.
નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રીમિટિવ(આદિમ) ઑર્થોરહોમ્બિક એકમકોષનું છે ?
(a) BaSO4
(b) NaCl
(c) ZnO
(d) Cu
Answer:

Option (a)

109.
સાદા ઘનમાં પરમાણુઓ દ્વારા રોકાતું કુલ કદ =_____ .
(a) 20πr33
(b) 4πr33
(c) 163πr3
(d) 4πr3
Answer:

Option (b)

110.
અંત:કેન્દ્રિત ઘનમાં પેકિંગ અંશ=_____ .
(a) ૦.42
(b) ૦.68
(c) ૦.53
(d) ૦.82
Answer:

Option (b)

Showing 101 to 110 out of 151 Questions