વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 1 to 10 out of 180 Questions
1.
વિદ્યુતરાસાયણિક કોષમાં કઈ પ્રક્રિયા થાય છે ?
(a) ઓક્સિડેશન
(b) રિડકશન
(c) રેડોક્ષ
(d) આપેલી બધી જ પ્રક્રિયાઓ
Answer:

Option (d)

2.
નીચેનામાંથી કઈ કોષ-પ્રક્રિયા ડેનિયલ કોષ માટેની છે ?
(a) Cu2+(aq) + Fe(s) ⇋Fe2+(aq) + Cu(s) 
(b) Zn2+(aq) + Mg(s) ⇋Zn(s) + mg2+(aq) 
(c) Cu2+(aq) + Zn(s) ⇋Zn2+(aq) + Cu(s) 
(d) આપેલી બધી જ પ્રક્રિયા
Answer:

Option (c)

3.
નીચેનામાંથી કયો કોષ સિદ્ધાંતથી જુદો પડે છે ?
(a) સંગ્રાહક કોષ
(b) વિદ્યુતવિભાજન કોષ
(c) બળતણ કોષ
(d) લેક્લાન્શે કોષ
Answer:

Option (b)

4.
ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતીનથી ?
(a) Cuની પટ્ટીના વજનમાં વધારો થાય છે.
(b) વિદ્યુતનું વહન ક્ષારસેતુ દ્વારા થાય છે.
(c) Znની પટ્ટીના વજનમાં વધારો થાય છે.
(d)

ZnSO4 ના દ્રાવણનું રંગપરીવર્તન થતું નથી. 

Answer:

Option (c)

5.
વિદ્યુતરસાયણિક કોષ અમુક સમય બાદ કાર્ય કરતો અટકી જાય છે. શા માટે ?
(a) તાપમાન વધવાથી
(b) બંને ધ્રુવના કોષ પોટેન્શિયલનો તફાવત શૂન્ય થવાથી
(c) ક્રોષમાં થતી પ્રક્રિયા દિશા ઉલટાવવાથી
(d) સંદ્રતામાં ફેરફાર થવાથી
Answer:

Option (b)

6.
વિદ્યુતરસાયણિક કોષના ચોકક્સ કોષ પોટેન્શિયલ માપવા માટે શેનો ઉપયોગ થાય છે ?
(a) ગેલ્વેનોમીટર
(b) એમિટર
(c) પોટેન્શિયલમીટર
(d) વોલ્ટમીટર
Answer:

Option (c)

7.
M, N, O, P, અને Q પ્રમાણિત અર્ધ કોષના, પ્રમાણિત પરિસ્થિતિમાં, પ્રમાણિત પોટેન્શિયલના ચઢતા ક્રમમાં હોય તો ક્યાં બે કોષોના જોડાણ કરવાથી મળતા કોષનો પોટેન્શિયલ મહતમ હશે ?
(a) M અને N
(b) M અને Q
(c) M અને P
(d) M અને O
Answer:

Option (b)

8.
E0red =_____
(a) E0oxi
(b) -E0red
(c) -E0oxi
(d) -E0redox
Answer:

Option (c)

9.
નિચે આપેલી કોષ-પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ શું થશે ? Fe(s) + Cd2+(aq) ⇋Fe2+(aq) + Cd(s) 
(a) ⊝Fe(s) ∣ Fe2+(1M) ∥ Cd(s) ∣ Cd2+(1M) ⊕
(b) ⊝Cd(s) ∣ Cd2+(1M) ∥ Fe2+(1M) ∣ Fe(s) ⊕
(c) ⊝Cd(s) ∣ Cd2+(1M) ∥Fe(s) ∣ Fe2+(1M) ⊕
(d) ⊝Fe(s) ∣ Fe2+(1M) ∥Cd2+(1M) ∣Cd(s) ⊕
Answer:

Option (d)

10.
સિલ્વરનાઈટ્રેટના દ્રાવણમાં નિકલના ટુકડા નાખવાથી દ્રાવણ રંગીન બને છે, કારણ કે......
(a) નિકલનું ઓક્સિડેશન થાય છે.
(b) ચાંદીનું ઓક્સિડેશન થાય છે.
(c) નિકલનું રિડક્શન થાય છે.
(d) ચાંદીનું અવક્ષેપન થાય છે.
Answer:

Option (a)

Showing 1 to 10 out of 180 Questions