પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 1 to 10 out of 98 Questions
1.
જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવી શકે તેને_____કહે છે.
(a) મોનોમર
(b) ટ્રેટામર
(c) ડાયમર
(d) ટ્રાયમર
Answer:

Option (a)

2.
પોલિમર અણુમાં આવર્તનીય એકમની સંખ્યા 'n'ને_____કહે છે.
(a) પોલિમરાઈઝેશન અંશ
(b) ઓલિગોમર
(c) ભારે પોલિમર
(d) આવર્તનીય એકમ
Answer:

Option (a)

3.
પોલિએસ્ટરમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ?
(a) –COO–
(b) –CH2–CH2
(c) –CONH–
(d) –CH2–CN
Answer:

Option (a)

4.
નોવોલેક કેવા પ્રકારનો પોલિમર ગણી શકાય ?
(a) રેખીય
(b) શાખીય
(c) મિશ્રબંધિત
(d) (A) અને (B)
Answer:

Option (a)

5.
નીચેનામાંથી કયો પદાર્થ ઇલેસ્ટોમર છે ?
(a) નાયલોન-6
(b) નાયલોન-6,6
(c) વલ્કેનાઇઝ્ડ રબર
(d) મેલેમાઈન
Answer:

Option (c)

6.
નીચેનામાંથી કયો પોલિમર સંઘનન પોલિમરાઇઝેશન -ક્રિયાથી મળે છે ?
(a) PVC
(b) પોલિથીન
(c) પોલિસ્ટાયરિન
(d) નાયલોન-6,6
Answer:

Option (d)

7.
પ્રકાશ-વિખેરણ પદ્ધતિ_____માટે વપરાય છે.
(a) સાંદ્રતા શોધવા
(b) પોલિમરનું આણ્વિયદળ શોધવા
(c) તત્વોની પરખ
(d) અણુની સંખ્યા શોધવા
Answer:

Option (b)

8.
HDPનો ઉપયોગ_____ની બનાવટમાં થાય છે.
(a) હલકાં અને પોચા સાધનો
(b) સખત અને ટકાઉ સાધનો
(c) રૂ ને ઊન
(d) હલકાં અને સસ્તા સાધનો
Answer:

Option (b)

9.
ઓર્લોનની બનાવટ માટે કયો મોનોમર વપરાય છે ?
(a) CF2=CF2
(b) CF2=CH-CN
(c) CH2=CHCl
(d) CH2=CH-OH
Answer:

Option (b)

10.
નીચેનામાંથી બાયોપોલિમરનું ઉદાહરણ_____છે.
(a) ટેફલોન
(b) નિયોપ્રિન
(c) નાયલોન-6,6
(d) DNA
Answer:

Option (d)

Showing 1 to 10 out of 98 Questions