વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  MCQs

MCQs of વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Showing 1 to 10 out of 103 Questions
1.

બે બિંદુવત્ વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતાં તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ Φ છે. હવે આ વિદ્યુતભારોનાં મુલ્યો બમણાં કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની  વચ્ચે લાગતું વિદ્યુતબળ __________ હશે.

(a)
(b) 4∅
(c) 8∅
(d) 16∅
Answer:

Option (d)

2.
એક વિદ્યુત-ડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મુકતાં તેના પર લાગતું પરિણામી બળ _____________
(a) હંમેશા શૂન્ય હોય છે .
(b) વિદ્યુત-ડાઇપોલની ક્ષેત્રની સાપેક્ષ ગોઠવણ પર આધારિત છે .
(c) કદી પણ શૂન્ય હોઇ શકે નહિ
(d) વિદ્યુત-ડાઇપોલ-મોમેન્ટ પર આધારિત છે.
Answer:

Option (a)

3.
એક વિદ્યુત-ડાઇપોલને કોઇ બિંદુવત્ વિદ્યુતભારનાં ક્ષેત્રમાં મુકેલ હોય તો _____
(a) તે ડાઇપોલ પર લાગતું પરિણમી વિદ્યુતબળ શૂન્ય જ હોય.
(b) તે ડાઇપોલ પર લાગતું પરિણમી વિદ્યુતબળ શૂન્ય હોય શકે.
(c) તે ડાઇપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોય શકે.
(d) તે ડાઇપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય.
Answer:

Option (c)

4.
એક ઇલેકટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુતક્ષેત્રમાં મુકતાં _____
(a) તે બંને પર લાગતાં બળોનાં મૂલ્ય અને દિશા સમાન હોય.
(b) તે બંને પર લાગતાં બળોનાં મૂલ્યો સમાન હોય.
(c) તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હોય.
(d) તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગનાં મૂલ્યો સમાન હોય.
Answer:

Option (b)

5.
શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મુકેલા બે બિંદુવત્ વિદ્યુતભરો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ α છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલાં જ અંતરે પરંતુ K જેટલો ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરવતાં માધ્યમમાં મુકવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ _____ જેટલું હશે.
(a) α
(b)
(c) K2α
(d) α/K
Answer:

Option (d)

6.
બે બિંદુવત્ વિદ્યુતભારો 4q અને -q વચ્ચેનું અંતર r છે. આ બંને વિદ્યુતભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર Q મુકવામાં આવે છે. જો વિદ્યુતભાર -q પર લાગતું પરિણામી બળ શૂન્ય  હોય, તો Q _____ હશે.
(a) -q
(b) q
(c) -4q
(d) 4q
Answer:

Option (a)

7.
a ત્રિજ્યાના વર્તુંળના પરિઘ પર રેખીય વિદ્યુતભારઘનતા λ = λ0cosθ છે તો તેના પરનો કુલ વિદ્યુતભાર _____હશે.
(a) શૂન્ય
(b) અનંત
(c) Πaλ0
(d) 2Πa
Answer:

Option (a)

8.
ધાતુના બે સમાન (indentical) ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર q છે. જયારે આ બે ગોળાઓને એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે, ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભારરહિત ગોળા Cનો A સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે. ત્યાર બળ ગોળા Cને B સાથે સ્પર્શ કરવી છૂટો પાડવામાં આવે છે, તો હવે A અને B વચ્ચે _____ બળ લાગશે(બંને ગોળાઓ વચ્ચેનું અંતર બદલાતું નથી.)
(a) C
(b) 2F
(c) 3F8
(d) F4
Answer:

Option (c)

9.
બે બિંદુવત્ વિદ્યુતભારો q અને 4qને એકબીજાથી 30 cmના અંતરે મુકેલા છે, તો તેમને જોડતી રેખા પર _____ રહેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હશે.
(a) 4q વિદ્યુતભારની 20 cm દૂર
(b) q વિદ્યુતભારની 7.5 cm દૂર
(c) 4q વિદ્યુતભારની 15 cm દૂર
(d) q વિદ્યુતભારની 5 cm દૂર
Answer:

Option (a)

10.
પરમિટીવિટી [ε0]નાં પરિમાણ _____ છે. અહી, વિદ્યુતભારનું પરિમાણસૂત્ર Q લો.
(a) M1L-2T-2Q-2
(b) M-1L2T-3Q-1
(c) M-1L-3T2Q2
(d) M-1L3T-2Q-2
Answer:

Option (c)

Showing 1 to 10 out of 103 Questions