વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 1 to 10 out of 87 Questions
1.
એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય t (સેકન્ડ) સાથે Φ = 6t2-5t+1 અનુસાર બદલાય છે. જેમાં Φ એ Wbમાં છે, તો t=0.5 s, પર, ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ_____.(પરિપથનો અવરોધ 10 Ω છે)
(a) 1 A
(b) 0.1 A
(c) 0.1 mA
(d) 10 A
Answer:

Option (b)

2.
100 cm2 પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા એક ગૂંચળાને 0.02 Wbm-2 તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચળાનો અવરોધ 2 Ω છે. જો તેને 1 sમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે, તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર_____.
(a) 5 C
(b) 0.5 C
(c) 0.05 C
(d) 0.005 C
Answer:

Option (d)

3.
એક ગૂંચળામાં 0.05 s માં વિદ્યુતપ્રવાહ સમાન દરથી બદલાઈને +2 A થી -2 A થાય છે અને 8.0 V જેટલું emf પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ_____H છે
(a) 0.2
(b) 0.4
(c) 0.8
(d) 0.1
Answer:

Option (d)

4.
X અને Y એમ બે ગૂંચળાઓ પરિપથમાં એવી રીતે ગોઠવ્યાં છે કે જયારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 2 A હોય છે, ત્યારે ગૂંચળામાં 0.4 Wb જેટલું ફ્લક્સ બદલાય છે, તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ_____ H હશે.
(a) 0.8
(b) 0.4
(c) 0.2
(d) 5
Answer:

Option (c)

5.
એક ગૂંચળાને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેમાં પ્રેરિત થતા પ્રવાહને લીધે વિદ્યુત ઊર્જા જૂલ-ઉષ્મા-ઊર્જા રૂપે વ્યય પામે છે. હવે જો ગૂંચળામાં આંટાની સંખ્યા ચાર ગણી અને ગૂંચળાના તારની ત્રિજયા અડધી કરવામાં આવે તો, વ્યય પામતી વિદ્યુત-ઊર્જા_____.
(a) અડધી થશે.
(b) પહેલાં જેટલી જ રહેશે.
(c) બમણી થશે.
(d) ચાર ગણી થશે.
Answer:

Option (b)

6.
સમાન લંબાઈના અને એકસરખું આત્મપ્રેરકત્વ ધરાવતા બે સોલેનોઈડ A અને Bમાં આંટાઓની સંખ્યા અનુક્રમે 100 અને 200 છે, તો તેમના આડછેદની ત્રિજ્યાઓનો ગુણોતર_____.
(a) 2 : 1
(b) 1 : 2
(c) 1 : 4
(d) 4 : 1
Answer:

Option (a)

7.
બે ગૂંચળાંઓના તંત્રનું અન્યોન્ય પ્રેરક્ત્વ 5 mH છે. પ્રથમ ગૂંચળામાં પ્રવાહ I = I0sinωt, સૂત્ર અનુસાર બદલાય છે, જ્યાં I0 = 10 A અને ω = 100Π rads-1 બીજા ગૂંચળામાં પ્રેરિત emfનું મહતમ મૂલ્ય_____હશે.
(a) 2Π V
(b) 5Π V
(c) Π V
(d) 4Π V
Answer:

Option (b)

8.
100 cm2 ક્ષેત્રફળવાળી એક ચોરસ કોઈલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલી છે. જો ચુંબકીય ક્ષેત્ર 103 Wbm-2 હોય, તો કોઈલ સાથે સંકળાયેલું ફ્લક્સ_____ Wb થશે.
(a) 10
(b) 10-5
(c) 105
(d) 0
Answer:

Option (a)

9.
એક એરોપ્લેનની બે પાંખોના બહાર તરફનાં અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર 50m છે. તે 360 kmh-1ની ઝડપથી સમક્ષિતિજ ઊડી રહ્યું છે. જો આ જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઊર્ધ્વઘટક 2 x 10-4 Wbm-2 હોય, તો આ બે બિંદુઓ વચ્ચે પ્રેરિત emf_____V છે.
(a) 0.1
(b) 1.0
(c) 0.2
(d) 0.01
Answer:

Option (b)

10.
0.5 m લંબાઈના દરેક એવા 10 વાહક આરાઓ ધરાવતા એક પૈડાને કોઈ સ્થળે પૃથ્વીના ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક Bh ને લંબ સમતલમાં 120 rpmની ઝડપથી ભ્રમણ કરવામાં આવે છે. જો તે સ્થળે Bh = 0.4 G હોય તો પૈડાની અક્ષ અને ધાર (rim) વચ્ચે ઉદભવતું પ્રેરિત emf કેટલું હશે ? (1 G = 10-4T)
(a) 0 V
(b) 0.628 mV
(c) 0.628 μV
(d) 62.8 μV
Answer:

Option (d)

Showing 1 to 10 out of 87 Questions