ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 91 to 100 out of 151 Questions
91.
fcc સ્ફટિક લેટિસમાં A પરમાણુ ઘનના ખૂણા પર અને B પરમાણુ ફલકની મધ્યમાં છે. જો એક B પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી દુર કરવામાં આવે, તો સંયોજનનું અણુસૂત્ર શોધો .
(a) A5B2
(b) A2B5
(c) AB2
(d) A3B
Answer:

Option (b)

92.
એક સંયોજન બે તત્વો P અને Qમાંથી બનેલું છે. પરમાણુ Q, CCP રચના ધરાવે છે. જયારે પરમાણુ P સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. તો અણુસૂત્ર શોધો .
(a) PQ
(b) PQ2
(c) P2Q
(d) P2Q3
Answer:

Option (c)

93.
એક સ્ફટિક ત્રણ તત્વો P, Q અને Rમાંથી બનેલ છે. જો તત્વ P ઘનના ખૂણા પર, તત્વ Q ઘનના મધ્યમાં અને તત્વ R ધારીના મધ્યમાં હોય, તો અણુસૂત્ર શોધો.
(a) PQR3
(b) P3QR
(c) PQ3R
(d) PQR
Answer:

Option (a)

94.
એક એકમ કોષમાં A પરમાણુ ઘનના ખૂણા પર અને B પરમાણુ ફલકના મધ્યમાં ગોઠવાયેલા છે. ઘનના કોઈ બે ખૂણા પરથી A પરમાણુ મુક્ત (દૂર) થાય, તો અણુસૂત્ર શોધો .
(a) AB
(b) A2B4
(c) AB2
(d) AB4
Answer:

Option (d)

95.
સ્ફટિક જાળી રચનામાં C એનાયન ક્યુબિક ક્લોઝ - પેકિંગ રચના ધરાવે છે. કેટાયન (A) 50 % સમચતુષ્ફકીય છિદ્ર અને કેટાયન (B) 50 % અષ્ટફ્લ્કીય છિદ્રમાં ગોઠવાયેલા છે, તો તેનું અણુસૂત્ર શોધો .
(a) A2BC2
(b) ABC2
(c) ABC
(d) A2B2C2
Answer:

Option (a)

96.
એક સંયોજન M અને N તત્વમાંથી બનેલું છે. તત્વ N એ ccp રચના ધરાવે છે. જયારે M તત્વ સમચતુષ્ફલકીય છિદ્રનો 13 ભાગ રોકે છે, તો સયોજનનું અણુસૂત્ર શોધો .
(a) MN
(b) M2N3
(c) M3N2
(d) MN3
Answer:

Option (b)

97.
FCC પ્રકારના ઘનમાં ખૂણા પર A પરમાણુ અને ફલક પર B પરમાણુ છે. તે પૈકીનો એક A પરમાણુ ખૂટે છે, તો અણુસૂત્ર શું થાય ?
(a) AB3
(b) A3B
(c) A7B24
(d) A2B3
Answer:

Option (c)

98.
સ્ફટિક AB નું બંધારણ NaCl જેવું છે. ઘન એકમ કોષના દરેક ખૂણે A પરમાણુ છે. જો ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુઓ પૈકી કોઈ એક અક્ષ પરના પરમાણુઓ દૂર કરવામાં આવે, તો અણુસૂત્ર જણાવો .
(a) AB
(b) A3B4
(c) A4B3
(d) AB3
Answer:

Option (b)

99.
AB2O4 સૂત્ર ધરાવતા સ્ફટિકમય ઘનમાં ઓકસાઈડ આયનો ક્યુબિક ક્લોઝ - પેક લેટિસમાં ગોઠવાયેલા છે. જયારે A - ધન આયનો સમચતુષ્ફલકીય છિદ્રોમાં અને B - ધન આયનો અષ્ટફ્લકીય છિદ્રોમાં હાજર છે. A અને B દ્રારા રોકાયેલા સમચતુષ્ફલકીય અને અષ્ટફ્લકીય છિદ્રોનું ટકાવાર પ્રમાણ અનુક્રમે શું હશે ?
(a) 30 %, 75 %
(b) 20 %, 40 %
(c) 25 %, 50%
(d) 12.5 %, 50 %
Answer:

Option (d)

100.
એકમ કોષની ધારની લંબાઈ 288 pm સાથે એક તત્વ bcc બંધારણ ધરાવે છે. ધાતુની ઘનતા 7.2 ગ્રામ સેમી-3 છે. તત્વનું 208 ગ્રામ વજન કેટલા પરમાણુઓ ધરાવે છે ?
(a) 14.4 × 1020
(b) 12.08 × 1023
(c) 24.16 × 1023
(d) 28.8 × 1020
Answer:

Option (c)

Showing 91 to 100 out of 151 Questions