ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 141 to 150 out of 151 Questions
141.
નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : કણોની ગોઠવણી દ્વારા ઘન સ્ફટિક બને ત્યારે ક્ષતિ વધે છે. વિધાન 2 : સ્ફટિકીકરણ પ્રક્રિયામાં ગરમ દ્રાવણને ધીમે ધીમે ઠંડું પાડવું જોઈએ.
(a) વિધાન 1 અને વિધાન 2 બંને સાચાં છે, અને વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી આપે છે.
(b) વિધાન 1 અને વિધાન 2 બંને સાચાં છે, અને વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી આપતું નથી.
(c) વિધાન 1 અને વિધાન 2 બંને ખોટાં છે.
(d) વિધાન 1 સાચું છે, જયારે વિધાન 2 ખોટું છે.
Answer:

Option (b)

142.
NaCl ના પ્રતિ કેટલા આયાને એક શોટ્કી યુગ્મ જોવા મળે ?
(a) 106
(b) 1016
(c) 1022
(d) 1012
Answer:

Option (b)

143.
શોટ્કી ખામીમાં, _____ .
(a) ઘન આયનો લૅટીસ સ્થાન પરથી ખસી આંતરાલીય સ્થાન ગ્રહણ કરે છે.
(b) સરખી સંખ્યાના ઘન અને ઋણ આયનો નીકળી ગયેલા હોય છે.
(c) ઋણ આયનો નીકળી જાય છે અને તેના સ્થાને ઇલેક્ટ્રૉન હાજર હોય છે.
(d) આંતરાલીય સ્થાનમાં જુદી જુદી સંખ્યામાં ઘન અને ઋણ આયનો હાજર હોય છે.
Answer:

Option (b)

144.
ફ્રેન્કલ ખામીના કારણે સ્ફટિકમાં નીચેના પૈકી શાનું મૂલ્ય બદલાતું નથી ?
(a) વીજવાહકતા
(b) ઘનતા
(c) ડાઇઇલેક્ટ્રિક અચળાંક
(d) લેટિસ શક્તિ
Answer:

Option (b)

145.
વિધાન A : કોઈ સંયોજનને શોટ્કી અને ફ્રેન્કલ એમ બંને ક્ષતિઓ હોતી નથી. કારણ R : બંને ક્ષતિઓ ઘનની ઘનતામાં ફેરફાર કરે છે.
(a) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજ છે.
(b) A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજ નથી.
(c) A સાચું છે, પરંતુ R સાચું નથી.
(d) A અને R બંને સાચું નથી.
Answer:

Option (d)

146.
નીચે આપેલ સ્ફટિક રચના ક્યા પ્રકારની ખામી દર્શાવે છે ? K+Cl-K+Cl-K+Cl-Cl-Cl-K+K+K+Cl-Cl-K+Cl-Cl-K+Cl-K+K+
(a) વિસ્થાપનીય અવસ્થા
(b) શોટ્કી અને ફ્રેન્કલ ખામી
(c) ફ્રેન્કલ ખામી
(d) શોટ્કી ખામી
Answer:

Option (d)

147.
NaCl ના સ્ફટિકમાં 10-4 મોલ % SrCl2 ઉમેરવામાં આવે, તો સ્ફટિકમાં ઉદભવતાં ધનાયનીય અવકાશની સંખ્યા =_____ .
(a) 6.022x105 મોલ-1
(b) 6.022x1016 મોલ-1
(c) 6.022x1017 મોલ-1
(d) 6.022x1014 મોલ-1
Answer:

Option (c)

148.
નીચેના પૈકી સૌથી વધુ શક્તિગેપ કોનો હોય છે ?
(a) સિલ્વર
(b) હીરો
(c) ઍલ્યુમિનિયમ
(d) જર્મેનિયમ
Answer:

Option (b)

149.
ડાયમંડ, સિલિકોન અને જર્મેનિયમ માટે વહાકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનો શક્તિગેપ (Eg)_____ક્રમમાં હોય છે.
(a) Eg (ડાયમંડ) > Eg (સિલિકોન) > Eg (જર્મેનિયમ)
(b) Eg (ડાયમંડ) < Eg (સિલિકોન) < Eg (જર્મેનિયમ)
(c) Eg (ડાયમંડ) = Eg (સિલિકોન) = Eg (જર્મેનિયમ)
(d) Eg (ડાયમંડ) > Eg (જર્મેનિયમ) > Eg (સિલિકોન)
Answer:

Option (a)

150.
ડોપિંગ પ્રક્રિયા એટલે _____ .
(a) અર્ધવાહકને શુદ્ધ કરવાની વિધિ
(b) અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરી તેની વાહકતા વધારવી
(c) સુવાહકોનું સ્ફટિકીકરણ કરવાની વિધિ
(d) અવાહકોના ઉપયોગની એક પદ્ધતિ
Answer:

Option (b)

Showing 141 to 150 out of 151 Questions