આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 81 to 90 out of 104 Questions
81.
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(a) પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા પ્રબળ ઓક્સિડેશનકર્તા વડે ઓક્સિડેશન કરતા સામાન્ય નીપજ તરીકે કર્બોક્સિલિક એસિડ મળે છે.
(b) પ્રાથમિક આલ્કોહોલનું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જેવા મંદ ઓક્સિડેશનકર્તા વડે ઓક્સિડેશન કરતા આલ્ડિહાઇડ મળે છે .
(c) દ્રિતીયક આલ્કોહોલનું KMnO4 વડે ઓક્સિડેશન થઇ કીટોન બને છે.
(d) તૃતીયક આલ્કોહોલનું KMnO4 વડે ઓક્સિડેશન થવાથી કર્બોક્સિલિક એસિડ મળે છે.
Answer:

Option (d)

82.
CH3-CH-CH2OH CH2Cl2PPC[O] X            |           CH3 માં X=_____
(a) 2-મિથાઈલ બ્યુટેનાલ
(b) 2-મિથાઈલ પ્રોપેનાલ
(c) 2-મિથાઈલ-2-પ્રોપેનોલ
(d) 3-મિથાઈલ બ્યુટેનોલ
Answer:

Option (b)

83.
નીચેના પૈકી સાચું વિધાન જણાવો.
(a) આલ્કોહોલ તટસ્થ છે, જયારે ફિનોલ એસિડિક છે.
(b) ફિનોલ તટસ્થ છે, જયારે આલ્કોહોલ એસિડિક છે.
(c) આલ્કોહોલ અને ફિનોલ બંને તટસ્થ છે.
(d) આલ્કોહોલ અને ફિનોલ બંને એસિડિક છે.
Answer:

Option (d)

84.
23 ગ્રામ ઇથેનોલની પૂરતા પ્રમાણમાં Na ધાતુ સાથે પ્રકિયા થતા કેટલા મિલિ H2 વાયુ ઉત્પન્ન થશે ?
(a) 5600 મિલિ
(b) 11200 મિલિ
(c) 22400 મિલિ
(d) 44800 મિલિ
Answer:

Option (a)

85.
X + 2HI લાલ PCH3-CH3 + I2 + H2Oમાં X=_____
(a) ઇથેનોલ
(b) પ્રોપેન-1-ઓલ
(c) પ્રોપેન-2-ઓલ
(d) મિથેનોલ
Answer:

Option (a)

86.
n-પ્રોપાઈલ આલ્કોહોલ અને આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ વચ્ચે કયા પ્રકિયકની મદદથી ભેદ પારખી શકાય ?
(a) PCl5
(b) રિડકશન
(c) પોટેશિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન
(d) ઓઝોનોલીસીસ
Answer:

Option (c)

87.
o-નાઈટ્રોફિનોલનું ગ્લનબિંદુ તથા પાણીમાં દ્રાવ્યતા તેના m અને p સમઘટકો કરતાં ઓછી હોય છે, કારણ કે _____
(a) m અને p નાઈટ્રોફિનોલ,તેના અન્ય અણુ તથા પાણીના અણુ સાથે આંતરઆણ્વીય H-બંધ બનાવે છે.
(b) o-નાઈટ્રોફિનોલના અન્ય અણુ સાથે કે પાણીના અણુ સાથે આંતરઆણ્વીય H-બંધ બનાવે છે.
(c) m અને p નાઈટ્રોફિનોલ,તેના અન્ય અણુ તથા પાણીના અણુ સાથે આંતરઆણ્વીય H-બંધ બનાવે છે.
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

88.
ડાઉ પદ્ધતિ માટે યોગ્ય પરિસ્થિતિ જણાવો.
(a) 6 થી 8 % NaOH, 300K અને 633 બાર
(b) 60 થી 80 % NaOH, 300 બાર અને 633 K
(c) 6 થી 8 % NaOH, 300 બાર અને 633 K
(d) H3PO4, 523 K અને બેન્ઝિન
Answer:

Option (c)

89.
ઉત્કલનબિંદુનો સાચો ક્રમ જણાવો.
(a) બેન્ઝિન > ક્લોરોબેન્ઝિન > ફિનોલ
(b) ક્લોરોબેન્ઝિન > ફિનોલ > બેન્ઝિન
(c) ફિનોલ > બેન્ઝિન > ક્લોરોબેન્ઝિન
(d) ફિનોલ >ક્લોરોબેન્ઝિન > બેન્ઝિન
Answer:

Option (d)

90.
નીચેના પૈકી કયું સંયોજન એસિડિક હોવા છતાં NaHCO3ના જલીય દ્રાવણ સાથે CO2ના ઊભરા આપતું નથી ?
(a) બેન્ઝોઇક એસિડ
(b) સેલિસિલિક એસિડ
(c) ફિનોલ
(d) સાઈટ્રિક એસિડ
Answer:

Option (c)

Showing 81 to 90 out of 104 Questions