આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 31 to 40 out of 104 Questions
31.
ક્યુમીન પદ્ધતિ દરમિયાન મળતી આડપેદાશમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે _____ હોય છે.
(a) 9, 1
(b) 10, 1
(c) 7, 2
(d) 1, 9
Answer:

Option (a)

32.
પ્રક્રિયા પૂર્ણ કરો : BDC H2O = _____ .
(a) ફિનોલ
(b) બેન્ઝિન
(c) બેન્ઝોઈલ એસિડ
(d) ક્લોરોબેન્ઝિન
Answer:

Option (a)

33.
પ્રક્રિયા : ફિનોલ H+CHCl3/NaOH સેલિસાલ્ડિહાઇડ એ કઈ રીતે ઓળખાય છે ?
(a) ગેટરમેન આલ્ડિહાઇડ સંશ્લેષણ
(b) પરકિન પ્રક્રિયા
(c) રીમર-ટિમાન પ્રક્રિયા
(d) ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા
Answer:

Option (c)

34.
નીચેના પરિવર્તન માટે પ્રક્રિયક A અને B અનુક્રમે કયા હશે ?

ફિનોલ     A     ફિનાઈલ પ્રોપિયોનેટ     B     1(2-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન

(a) પ્રોપેનોઈલ ક્લોરાઈડ અને નિર્જળ AlCl3
(b) પ્રોપિયોનાઈલ ક્લોરાઈડ અને નિર્જળ FeCl3
(c) પ્રોપાઈલ ક્લોરાઈડ અને નિર્જળ AlCl3
(d) પ્રોપીનોઈલ ક્લોરાઈડ અને નિર્જળ AlCl3
Answer:

Option (a)

35.
નીચેનામાંથી કયું વિધાન ઇથર માટે સાચું નથી ?
(a) ઇથરનાં ઉત્કલનબિંદુ નીચા હોય છે, કારણ કે તેમાં આંતર-આણ્વીય હાઈડ્રોજન-બંધ હોતા નથી.
(b) ઇથર પાણી સાથે આંતર-આણ્વીય હાઈડ્રોજન-બંધ બનાવે છે તેથી તે પાણીમાં દ્રાવ્ય છે.
(c) આલ્કોહોલનું નિર્જલીકરણ એસિડની હાજરીમાં યોગ્ય પરિસ્થિતિમાં કરી ઇથર મેળવી શકાય.
(d) ઇથરનું અૉક્શિડેશન અને રિડકશન સામાન્ય રીતે થાય છે.
Answer:

Option (d)

36.
ઇથેનોલની 23 ગ્રામ Na ધાતુ સાથે નિર્જળ માધ્યમમાં STP એ પ્રક્રિયા કરવાથી મળતા H2(s) નું કદ કેટલું હશે ?
(a) 22.4 લિટર
(b) 11.2 લિટર
(c) 44.8 લિટર
(d) 6.1 લિટર
Answer:

Option (b)

37.
ખોટો વિકલ્પ પસંદ કરો :
(a) એનિસોલ અને ફેનિટોલ વચ્ચે -CH2 જેટલો તફાવત છે.
(b) ફિનાઈલ વિનાઈલ ઇથરમાં દરેક C નું સંકરણ sp2 છે.
(c) ફિનાઈલ વિનાઈલ ઇથરમાં કુલ 17 σ-બંધ અને 3 π-બંધ આવેલ છે.
(d) 3-મિથોક્સિ પ્રોપ-1-આઈન અને ઇથિનોક્સિ ઈથિન એકબીજાના સમઘટક નથી.
Answer:

Option (c)

38.
નીચે પૈકી કઈ એક પ્રક્રિયામાં નીપજ બીજા કરતાં જુદી રીતે મળે છે ?
(a) ડાયઇથાઇલ ઇથરનું મંદ H2SO4 ની હાજરીમાં જળવિભાજનની પ્રક્રિયા
(b) એસિટાલ્ડિહાઇડની NaBH4 વડે રિડકશન પ્રક્રિયા
(c) ઈથાઈલ એસિટેટની LiAlH4 સાથેની પ્રક્રિયા
(d) ફોર્માંલ્ડિહાઇડની ઈથાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયા
Answer:

Option (d)

39.
મિથેનોલમાં C પરમાણુ કયા સંકરણમાં છે ?
(a) sp
(b) sp2
(c) sp3
(d) dsp2
Answer:

Option (c)

40.
એઝિયોટ્રોપિક મિશ્રણમાં નીચેનામાંથી કયા ઘટકો હોય છે ?
(a) 95% ઇથેનોલ + 5% પાણી
(b) 5% ઇથેનોલ + 95% પાણી
(c) 50% ઇથેનોલ + 50% પાણી
(d) આપેલ તમામ
Answer:

Option (a)

Showing 31 to 40 out of 104 Questions