આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 41 to 50 out of 104 Questions
41.
આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનું IUPAC નામ નીચેનામાંથી કયું છે ?
(a) 2-પ્રોપેનોલ
(b) 2-હાઈડ્રોક્સિ પ્રોપેન
(c) 2-પ્રોપેનાલ
(d) આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ
Answer:

Option (a)

42.
આલ્કોહોલનું રિડકશન બંધ પાત્રમાં લાલ P અને સાંદ્ર HI સાથે કરતા નીચેનામાંથી કઈ નીપજ મળે છે ?
(a) આલ્કેન
(b) આલ્કીન
(c) એસિડ
(d) આલ્ડિહાઇડ
Answer:

Option (a)

43.
2-પ્રોપેનોલના નિર્જલીકરણથી નીચેનામાંથી કઈ નીપજ મળે છે ?
(a) પ્રોપીન
(b) પ્રોપેન
(c) 1-પ્રોપેનોલ
(d) પ્રોપેનાલ
Answer:

Option (a)

44.
જો નિર્જલ આલ્કોહોલની પ્રકિયા સોડિયમ સંરસ સાથે કરવામાં આવે, તો_____
(a) ધીમા વેગથી H2 વાયુ ઉત્પન્ન થાય છે .
(b) ઝડપી વેગથી H2 વાયુ ઉત્પન્ન થાય છે .
(c) ઝડપથી O2 વાયુ ઉત્પન્ન થાય છે .
(d) ધીમા વેગથી O2 વાયુ ઉત્પન્ન થાય છે .
Answer:

Option (a)

45.
ફિનોલનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી ?
(a) રંગકોમાં
(b) ઔષધોમાં
(c) દ્રાવક તરીકે
(d) પોલિમર પદાર્થોમાં
Answer:

Option (c)

46.
ફિનોલનું બ્રોમિનેશન કાર્બન ડાયસલ્ફાઈડની હાજરીમાં 5 0સે તાપમાને કરતાં કઈ નીપજ મળે છે ?
(a) p-બ્રોમોફિનોલ
(b) o-બ્રોમોફિનોલ
(c) 2, 4, 6-ટ્રાયબ્રોમોફિનોલ
(d) (o+p)-ડાયબ્રોમોફિનોલ
Answer:

Option (a)

47.
ઇથરનું વર્ગીકરણ નીચેનામાંથી શેને આધારે થાય છે ?
(a) ઓક્સિજનને જોડાયેલા બે હાઈડ્રોકાર્બન સમૂહને આધારે
(b) ઓક્સિજનને જોડાયેલા બે આલ્કીલ સમૂહને આધારે
(c) ઓક્સિજનને જોડાયેલા બે એરાઈલ સમૂહને આધારે
(d) ઓક્સિજનને જોડાયેલા બે હેલોજન સમૂહને આધારે
Answer:

Option (a)

48.
CH3-O-CH2-CH3નું IUPAC નામ નીચેનામાંથી કયું છે ?
(a) મિથાઈલ ઈથાઈલ ઇથર
(b) મિથોક્સિ ઈથેન
(c) ઈથોક્સિ મિથેન
(d) આપેલ તમામ
Answer:

Option (b)

49.
એનિસોલની એસિટિક એસિડમાં બ્રોમિન સાથેની પ્રકિયાથી કઈ નીપજ મળે ?
(a) o-બ્રોમોએનિસોલ
(b) p-બ્રોમોએનિસોલ
(c) (o + p)-બ્રોમોએનિસોલ
(d) 2, 4-ડાયબ્રોમોએનિસોલ
Answer:

Option (c)

50.
બેન્ઝિન સલ્ફોનિક એસિડનિ ઘન NaOH સાથે પિગલન કરતાં કઈ નીપજ મળે છે ?
(a) બેન્ઝિન
(b) ફિનોલ
(c) બેન્ઝાલ્ડિહાઇડ
(d) એનિલીન
Answer:

Option (b)

Showing 41 to 50 out of 104 Questions