આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 11 to 20 out of 104 Questions
11.
દ્વિતિયક બ્યુટાઇલ આલ્કોહોલનું IUPAC નામ _____ છે.
(a) બ્યુટેન-3-ઓલ
(b) બ્યુટેન-2-ઓલ
(c) 2-મિથાઈલ પ્રોપેન-1-ઓલ
(d) 2-મિથાઈલ બ્યુટેન-1-ઓલ
Answer:

Option (b)

12.
મોનોહાઈડ્રીક આલ્કોહોલના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ જણાવો.
(a) 1° > 2° > 3°
(b) 3° > 2° > 1°
(c) 2° > 3° > 1°
(d) 1° > 3° > 2°
Answer:

Option (a)

13.
1-પ્રોપેનોલ, 2-મિથાઇલ-2-પ્રોપેનોલ, 2-પ્રોપેનોલ અને ઇથેનોલનાં ઉત્કલનબિંદુનો કયો ક્રમ સાચો છે ?
(a) ઇથેનોલ < 2-મિથાઇલ-2-પ્રોપેનોલ < 2-પ્રોપેનોલ < 1-પ્રોપેનોલ
(b) 2-પ્રોપેનોલ < 2-મિથાઇલ-2-પ્રોપેનોલ , 1-પ્રોપેનોલ < ઇથેનોલ
(c) ઇથેનોલ < 2-પ્રોપેનોલ < 2-મિથાઇલ-2-પ્રોપેનોલ < 1-પ્રોપેનોલ
(d) 1-પ્રોપેનોલ < 2-પ્રોપેનોલ < 2-મિથાઇલ-2-પ્રોપેનોલ < ઇથેનોલ
Answer:

Option (c)

14.
ઇથેનોલ અને ડાયમિથાઈલ ઇથર બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ઇથેનોલનું ઉત્કલનબિંદુ ડાયમિથાઈલ ઇથર કરતાં વધુ છે, કારણ કે _____ .
(a) ઇથેનોલમાં H-બંધ છે.
(b) ડાયમિથાઈલ ઇથર H-બંધ છે.
(c) ઇથેનોલમાં -CH3 સમૂહ છે.
(d) ડાયમિથાઈલ ઇથરમાં -CH3 સમૂહ છે.
Answer:

Option (a)

15.
નીચેના પૈકી કયા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધુ છે ?
(a) દ્વિતીયક બ્યુટાઈલ આલ્કોહોલ
(b) તૃતીયક બ્યુટાઈલ આલ્કોહોલ
(c) ઈથિલિન ગ્લાયકોલ
(d) ગ્લિસરોલ
Answer:

Option (d)

16.
એસીટોનની CH3 -Mg-I સાથેની પ્રક્રિયાથી મળતી નીપજના જળવિભાજનથી _____ મળે છે.
(a) આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ
(b) પ્રાથમિક આલ્કોહોલ
(c) એસિટિક એસિડ
(d) 2-મિથાઈલ 2-પ્રોપેનોલ
Answer:

Option (d)

17.
આલ્ડીહાઇડ અથવા કીટોનની ગીગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કોહોલની બનાવટની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે ગીગ્નાર્ડ પ્રક્રિયકની કાર્બોનિલ સમૂહ સાથેની _____પ્રક્રિયા.
(a) કેન્દ્રાનુરાગી યોગશીલ
(b) ઈલેકટ્રોન અનુરાગી યોગીશીલ
(c) કેન્દ્રાનુરાગી વિસ્થાપન
(d) ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન
Answer:

Option (a)

18.
કઈ પ્રક્રિયા દ્વારા ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદનકરવામાં આવે છે ?
(a) માત્ર ઈથિનનું જળવિભાજન
(b) માત્ર સુગરના આથવણ
(c) ઈથિનનું હાઈડ્રેશન અને સુગરના આથવણ
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

19.
ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન _____ દ્વારા થાય છે.
(a) ઈથિલીનનું જલીકરણ
(b) શર્કરાનું આથવણ
(c) (a) અમે (b) બંને
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

20.
23 ગ્રામ એથેનોલની પૂરતા પ્રમાણમાં K ધાતુ સાથે પ્રક્રિયા થતાં STP એ કેટલા લિટર H2 ઉદભવે ?
(a) 11.2 લિટર
(b) 22.4 લિટર
(c) 5.6 લિટર
(d) 2.24 લિટર
Answer:

Option (c)

Showing 11 to 20 out of 104 Questions