તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 51 to 60 out of 107 Questions
51.
ધાતુકર્મવિધિમાં ફલ્ક્સ ( અભિવાહ ) એવો પદાર્થ છે કે જે _____ .
(a) અપિગલિત સ્વરૂપની અશુદ્ધિઓને પિગલિત સ્વરૂપમાં ફેરવે છે.
(b) દ્રાવ્ય અશુદ્ધિઓને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે.
(c) પિગલિત સ્વરૂપની અશુદ્ધિઓને અપિગલિત સ્વરૂપમાં ફેરવે છે.
(d) ખનીજોને સિલિકેટ રૂપમાં ફેરવે છે.
Answer:

Option (a)

52.
અભિવાહ ( ફ્લક્સ ) _____ દુર કરવા વપરાય છે.
(a) એસિડિક અશુદ્ધિ
(b) બેઝીક અશુદ્ધિ
(c) તમામ અશુદ્ધિ
(d) (a) અને (b) બંને
Answer:

Option (d)

53.
ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ _____ ના શુદ્ધિકરણ માટે વપરાય છે.
(a) Cu
(b) Au
(c) Ge
(d) Ag
Answer:

Option (c)

54.
ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ _____ માટે વપરાય છે.
(a) ઊંચું તાપમાન મેળવવા
(b) અતિશુદ્ધ Al મેળવવા
(c) અતિશુદ્ધ ધાતુઓ મેળવવા
(d) અતિશુદ્ધ ઓક્સાઈડ મેળવવા
Answer:

Option (c)

55.
શૂન્યાવકાશ નિસ્યંદન પદ્ધતિ _____ ના શુદ્ધિકરણ માટે વપરાય છે.
(a) Hg
(b) Au
(c) Ag
(d) Fe
Answer:

Option (a)

56.
દરિયાના પાણી ( બ્રાઈન ) માંથી ક્લોરીન મેળવવા માટેની નીચેના પૈકી કઈ પ્રક્રિયા યોગ્ય છે ?
(a) 2Cl2+2H2O  2Cl-+H2+2OH-
(b) 2Cl-+2OH- 2H++Cl2+O2
(c) 2Cl-+2H2O2OH-+H2+Cl2
(d) Cl-+OH-+HeH2O+12Cl2
Answer:

Option (c)

57.
નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : 2[Au(CN)2]-(aq)+Zn(s)2Au(s)+[Zn(CN)4]2-(aq) પ્રક્રિયામાં Zn એ રિડકશનકર્તા તરીકે વર્તે છે. વિધાન 2 : આ પક્રિયામાં Au ના ઓક્સિડેશન આંકમાં -2 થી 0 જેટલો ફેરફાર નોધાય છે.
(a) વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે અને વિધાન 2 એ વિધાન 1 ની સમજુતી આપે છે.
(b) વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, પરંતુ વિધાન 2 એ વિધાન 1 ની સમજુતી આપતું નથી.
(c) વિધાન 1 સાચું છે, જયારે વિધાન 2 ખોટું છે.
(d) વિધાન 1 અને વિધાન 2 બંને ખોટા છે.
Answer:

Option (c)

58.
અર્ધવાહકો માટે ઉપયોગી Si ની પ્રાપ્તિ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે ?
(a) વિદ્યુતવિભાજન
(b) ઝોન શુદ્ધિકરણ
(c) વિઘટન
(d) ક્રોમેટોગ્રાફી
Answer:

Option (b)

59.
મોલ્ડ કાર્બોનિલ પદ્ધતિ _____ ના સુધ્ધીકરણ માટે વપરાય છે.
(a) Ni
(b) Ag
(c) Zn
(d) Cu
Answer:

Option (a)

60.
ઝોન રિફાઈનિંગ પદ્ધતિ ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
(a) અશુદ્ધિઓની સરખામણીમાં શુદ્ધ ધાતુની ગતિશીલતા વધુ હોય છે.
(b) અશુદ્ધિઓની સરખામણીમાં અશુદ્ધિઓના ગલનબિંદુ ઊંચા હોય છે.
(c) અશુદ્ધિઓની સરખામણીમાં ધાતુની નિષ્ક્રિયતા વધુ હોય છે.
(d) અશુદ્ધિઓની દ્રવ્યતા પીગલિત અવસ્થામાં વધુ અને ઘન અવસ્થામાં ઓછી હોય છે.
Answer:

Option (d)

Showing 51 to 60 out of 107 Questions