પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 71 to 80 out of 98 Questions
71.
નાયલોન -66ના મોનોમર કયા છે ?
(a) હેક્ઝેનોઈક એસિડ અને હેક્ઝામિથિલીન ડાયએમાઇન
(b) હેક્ઝેન 1,6- ડાયોઇક એસિડ અને હેક્ઝેન 1,6- ડાયએમાઇન
(c) હેક્ઝેન 1,6- ડાયોઇક એસિડ અને હેક્ઝેન 1,2- ડાયએમાઇન
(d) એડિપિક એસિડ અને હેક્ઝેન એમાઇન
Answer:

Option (b)

72.
ટેરિલિનની બનાવટમાં શું ઉપયોગી છે ?
(a) ઇથિલીન
(b) વિનાયક ક્લોરાઇડ
(c) ઇથિલીન ગ્લાયકોલ
(d) એડિપિક એસિડ
Answer:

Option (c)

73.
બેકેલાઇટ ક્યા પ્રકારનું પોલિમર છે ?
(a) સંઘનન પોલિમર
(b) રેખીય પોલિમર
(c) થર્મોપ્લાસ્ટિક પોલિમર
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (a)

74.
વિદ્યુતઅવાહક ગુણધર્મને લીધે ઈલેક્ટ્રિક સાધનો બનાવવા વપરાતું પોલિમર જણાવો.
(a) મેલામાઇન
(b) બેકેલાઇટ
(c) ડેક્રોન
(d) નાયલોન-66
Answer:

Option (b)

75.
મેલામાઇનને અનુલક્ષીને કરેલા નીચેનાં વિધાનો માટે T કે F સંકેત વાપરો : (1) તે ક્રોકરીની બનાવટમાં ઉપયોગી છે. (2) તે સખત, મજબુત છે. (3) ઊંચા તાપમાને પણ તે પીગળતો નથી. (4) ટેલિફોનના હેન્ડસેટ બનાવવા તે ઉપયોગી છે.
(a) TFFT
(b) TTFF
(c) TTTF
(d) FTTF
Answer:

Option (c)

76.
કુદરતી રબર નો મોનોમર જણાવો.
(a) 2-મિથાઇલ, બ્યુટા-1,3-ડાઇન
(b) 3-મિથાઇલ, બ્યુટા-1,2-ડાઇન
(c) 2-મિથાઇલ, બ્યુટા-1,2-ડાઇન
(d) 2-મિથાઇલ, પેન્ટા-1,3-ડાઇન
Answer:

Option (a)

77.
ટાયર માટે વાપરતા રબરમાં સલ્ફરનું પ્રમાણ કેટલું હોય છે ?
(a) 5%
(b) 10%
(c) 20%
(d) 30%
Answer:

Option (a)

78.
વાલ્કેનાઇઝ રબરના આપેલા ગુણધર્મો માટે ખરાં - ખોટાંનો ક્રમ જણાવો. (1) તે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય નથી. (2) તે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. (3) ખુબ જ સારી સ્થિતિસ્થાપકતા ધરાવે છે. (4) પાણી શોષવાની ક્ષમતા ખુબ જ ઊંચી છે.
(a) FFFT
(b) TTTF
(c) TTTT
(d) FTFF
Answer:

Option (b)

79.
એક્રિલોનાઇટ્રાઇલનું IUPAC નામ દર્શાવો.
(a) પ્રોપેન નાઇટ્રાઇલ
(b) ઇથેન નાઇટ્રાઇલ
(c) બ્યુટ-3-ઇન-નાઇટ્રાઇલ
(d) પ્રોપ-2-ઇન-નાઇટ્રાઇલ
Answer:

Option (d)

80.
ઊન માટે M¯w અને M¯n વચ્ચેનો કયો સંબંધ અનુક્રમે જણાવો.
(a) M¯w=M¯n 
(b) M¯w=M¯n 
(c) M¯w>M¯n 
(d) M¯w<M¯n 
Answer:

Option (b)

Showing 71 to 80 out of 98 Questions