વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 111 to 120 out of 180 Questions
111.
નીચેના પૈકી કયું દ્રાવણ Cuના પાત્રમાં ભરી શકાશે ?
(a) ZnSO4
(b) AgNO3
(c) AuCl3
(d) આપેલ તમામ
Answer:

Option (a)

112.
વિદ્યુત-રાસાયણિક કોષમાં થતી અર્ધ-પ્રક્રિયાઓ અને પ્રમાણિત અૉક્સિડેશન પોટૅન્શિયલ નીચે મુજબ છે :

Pb → Pb2+ + 2e-, E° = +0.13 V

Ag → Ag+ + e-, E° = -0.80 V

તો નીચે પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા કોષમાં થતી હશે ?

(a) Pb2+(aq) + 2Ag(s) → Pb(s) + 2Ag+(aq)
(b) Pb2+(aq) + Ag(s) → Ag+(aq) + Pb(s)
(c) Ag+(aq) + Pb(s) → Pb2+(aq) + Ag(s)
(d) 2Ag+(aq) + P(s) → Pb2+(aq) + 2Ag(s)
Answer:

Option (d)

113.
1 M I- અને 1 M Br- ધરાવતા દ્રાવણમાં 1 M I2 અને 1 M Br2 ઉમેરવામાં આવે, તો નીચેના પૈકી કઈ પ્રક્રિયા થશે ? ( I2 અને Br2 માટે પ્રમાણિત રિડકશન પોટૅન્શિયલ -0.53 V અને 1.09 V છે.)
(a) બ્રોમાઈડ આયનનું રિડકશન આયોડિન કરશે.
(b) આયોડાઈડ આયનનું રિડકશન બ્રોમિન કરશે.
(c) આયોડાઈડ આયન બ્રોમિનનું રિડકશન કરશે.
(d) બ્રોમાઈડ આયન આયોડિનનું રિડકશન કરશે.
Answer:

Option (c)

114.
આપેલા અર્ધ-કોષનો પોટૅન્શિયલ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે ?
(a) ધાતુની પ્રકૃતિ
(b) ધાતુ આયનની સાંદ્રતા
(c) તાપમાન
(d) આપેલ તમામ
Answer:

Option (d)

115.
બે ડેનિયલ કોષ પૈકી એક ડેનિયલ કોષમાં ઍનોડ તથા કૅથોડ અર્ધ-કોષમાં અનુક્રમે 1 M ZnSO4 તથા 1 M CuSO4નું જલીય દ્રાવણ ભરેલ છે, જયારે બીજા ડેનિયલ કોષમાં ઍનોડ તથા કૅથોડ અર્ધ-કોષમાં અનુક્રમે 2 M ZnSO4 તથા 2 M CuSO4નું જલીય દ્રાવણ ભરેલ છે. જો તેમના પ્રમાણિત કોષપોટૅન્શિયલ અનુક્રમે E1 અને E2 હોય, તો _____
(a) E1 = 2E2
(b) E2 = 2E1
(c) E2 = 4E1
(d) E1 = E2
Answer:

Option (d)

116.
2A(s) + B2+(aq) →2A+(aq) + B(s)

ઉપરોક્ત પ્રક્રિયા માટે નનર્સ્ટ સમીકરણનું સ્વરૂપ જણાવો.

(a) Ecell=Ecell-RTFln A+B2+
(b) Ecell=Ecell+RT2Fln A+2B2+
(c) Ecell=Ecell-RTFln A+B2+
(d) Ecell=Ecell+RTFln A+B2+
Answer:

Option (c)

117.
નનર્સ્ટ સમીકરણમાં 298 K તાપમાને 0.0592 એ શેનું મૂલ્ય દર્શાવે છે ?
(a) RTF
(b) RTnF
(c) 2.303RTnF
(d) 2.303RTF
Answer:

Option (d)

118.
વિદ્યુત-રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થવાની જરૂરી શરતો પૈકી કઈ શરત સાચી છે ?
(a) cell > 0, ΔG° > 0, Kc < 1
(b) cell > 0, ΔG° < 0, Kc = 1
(c) cell > 0, ΔG° < 0, Kc > 1
(d) cell < 0, ΔG° > 0, Kc = 0
Answer:

Option (c)

119.
સાંદ્રતા કોષ માટે E°cellનું મૂલ્ય 0.00 વૉલ્ટ હોય છે, કારણ કે _____
(a) તેમાં આયનોની સાંદ્રતા જુદી જુદી છે.
(b) તે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ ધરાવે છે.
(c) તેના પોટૅન્શિયલ પોટૅન્શિયોમિટર વડે માપવો શક્ય નથી.
(d) તેમાં બંને વિદ્યુતધ્રુવો સમાન હોય છે.
Answer:

Option (d)

120.
ઝિંક ધાતુની H2SO4અને HCl સાથે પ્રક્રિયા કરવાથી H2 વાયુ મુક્ત થાય છે. પરંતુ HNO3 સાથે પ્રક્રિયા કરવાથી H2 વાયુ મુક્ત થતો નથી, કારણ કે _____
(a) હાઇડ્રોનિયમ આયનની સરખામણીમાં NO3-નું રિડકશન પહેલા થાય છે.
(b) HNO3 એ H2SO4 અને HCl કરતાં મંદ અૅસિડ છે.
(c) ઈલેકટ્રૉકેમિકલ શ્રેણીમાં Zn ધાતુ હાઇડ્રોજનની ઉપર સ્થાન ધરાવે છે.
(d) HNO3 સાથેની પ્રક્રિયામાં Zn ધાતુ અૉક્સિડાયઝિંગ એજન્ટ તરીકે વર્તે છે.
Answer:

Option (a)

Showing 111 to 120 out of 180 Questions