વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 161 to 170 out of 180 Questions
161.
જો Zn + Cu+2 → Zn+2 + Cu પ્રક્રિયાનો સંતુલન અચળાંક 4 હોય, તો તે પ્રક્રિયાનો E0cell કેટલો ?
(a) 0.12 V
(b) 0.036 V
(c) 0.17 V
(d) 0.018 V
Answer:

Option (d)

162.
298 K તાપમાને નીચે દર્શાવેલ કોષપ્રક્રિયાનો સંતુલન-અચળાંક ગણો. Cu(s) + 2Ag+(aq) → Cu2+(aq) + 2Ag(s); E0cell = 0.46 V
(a) 2.0 × 1010
(b) 4.0 × 1010
(c) 4 × 1015
(d) 2.4 × 1010
Answer:

Option (c)

163.
પ્રમાણિત હાઇડ્રૉજન વિધુતધ્રુવ માટે E0 = 0 છે. તે સૂચવે છે કે _____ .
(a) ΔG0F(H+ , aq) = 0
(b) ΔH0F(H+ , aq) = 0
(c) ΔG0F(H+ , aq) < 0
(d) ΔG0F(H+ , aq) > 0
Answer:

Option (a)

164.
_____ ના વિધુતવિભાજન દરમિયાન કૅથોડ પર H2 વાયુ મળે.
(a) NaCl નું મંદ દ્રાવણ
(b) Na2SO4 નું મંદ દ્રાવણ
(c) નિર્જળ HF માં KHF2
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

165.
ધાત્વીય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતાના સંદર્ભમાં નિચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?
(a) ધાત્વીક વાહક્તા ધાતુના બંધારણ અને તેની લાક્ષણિક્તાઓ પર આધાર રાખે છે.
(b) ધાત્વીક વાહક્તા ધાતુ પરમાણુના સંયોજક્તા કોષમાં રહેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા પર આધાર રાખે છે.
(c) તાપમાનમાં વધારો કરવાથી ધાતુની વિધુતવાહકતા વધે છે.
(d) વિધુતવહન દરમિયાન ધાતુના બંધારણમાં કોઇ ફેરફાર થતો નથી.
Answer:

Option (c)

166.
જો R = અવરોધ, G = વાહકતા, l = લંબાઇ, A = આડછેદનું ક્ષેત્રફળ, ρ = સપ્રમાણતા અચળાંક, λ = તુલ્યવાહક્તા, K = વિશિષ્ટ વાહક્તા અને N = નોર્માલિટી હોય, તો વાહક માટે નીચેના પૈકી ક્યો સંબંધ
(a) R = ρAl
(b) G = 1R
(c) λ = 1000 × NK
(d) કોષ અચળાંક = KR
Answer:

Option (b)

167.
ક્યા તાપમાને સિરામિક્સ દ્રવ્યો અતિસુવાહક તરીકે જાણીતાં છે ?
(a) 0 K
(b) 200 K
(c) 150 K
(d) 15 K
Answer:

Option (c)

168.
0.001028 મોલ લિટર-1 એસિટિક અૅસિડની વાહક્તા 4.95 × 10-5 S cm-1 છે. જો એસિટિક અૅસિડની સીમિત મોલર વાહક્તા 390.5 S cm2 mol-1 હોય, તો તેનો વિયોજન અચળાંક _____ mol L-1 છે
(a) 1.28 × 10-3
(b) 1.68 × 10-7
(c) 1.78 × 10-5
(d) 1.98 × 10-6
Answer:

Option (c)

169.
અનંત મંદને HCl અને NaCl ની સીમિત મોલાર વાહક્તા અનુક્રમે 426.15 અને 126.15 મ્હો સેમી2 ગ્રામ તુલ્યાંક-1 છે, તો વાહક્તા માટે સાચું વિધાન ક્યું હશે ?
(a) Na+ની વાહક્તા H+ થી વધુ છે.
(b) C1-ની વાહક્તા H+ થી વધુ છે.
(c) H+ની વાહક્તા Na+ થી વધુ છે.
(d) H+ની વાહક્તા Cl- થી વધુ છે.
Answer:

Option (c)

170.
કોષનો કોષ-અચળાંક = 0.5 સેમી-1 છે. R = 50 ઓહ્મ છે. નોર્માલિટી = 1 હોય, તો વીજરાસાયણિક કોષની તુલ્યવાહકતા _____ ઓહ્મ-1 સેમી2 ગ્રામ તુલ્ય-1 થાય.
(a) 10
(b) 20
(c) 300
(d) 100
Answer:

Option (a)

Showing 161 to 170 out of 180 Questions