વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 151 to 160 out of 180 Questions
151.
સુકો કોષ (લેક્લેન્શે) માંથી 1.93 A પ્રવાહ 104 સેકન્ડ સુધી વાપરવામાં આવે ત્યારે કેટલા મિલિગ્રામ Zn વપરાશે ? [Zn નો પરમાણુભાર = 65.5 ગ્રામ/ મોલ]
(a) 2550 મિલિગ્રામ
(b) 3420 મિલિગ્રામ
(c) 6550 મિલિગ્રામ
(d) 4860 મિલિગ્રામ
Answer:

Option (c)

152.
NiSO4 અને CuSO4 ના દ્રાવણ ભરેલા બે કોષને શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 1.6 ગ્રામ Cu વિધુતધ્રુવ પર જમા થાય ત્યારે કેટલી Ni ધાતુ ઉદ્ભવે ? જો NiSO4 ને બદલે AgNO4 નું દ્રાવણ ભરેલો કોષ જોડવામાં આવે, તો સિલ્વર કેટલા ગ્રામ મળે ? [પરમાણુભાર : Cu = 63.5 ગ્રામ/મોલ, Ni = 58.7 ગ્રામ/મોલ, Ag = 108 ગ્રામ/મોલ]
(a) 1.48 ગ્રામ Ni, 5.44 ગ્રામ Ag
(b) 1.54 ગ્રામ Ni, 4.45 ગ્રામ Ag
(c) 8.41 ગ્રામ Ni, 2.45 ગ્રામ Ag
(d) 5.32 ગ્રામ Ni, 1.54 ગ્રામ Ag
Answer:

Option (a)

153.
પીગાળેલા Cu(NO3)2 અને Al(NO3)3 ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ Al વિધુતધ્રુવ પર જમા થાય ત્યારે કૉપર ધાતુ (Cu)કેટલી ઉઅદ્ભવે ?
(a) 16.255 ગ્રામ
(b) 9.525 ગ્રામ
(c) 3.185 ગ્રામ
(d) 18.595 ગ્રામ
Answer:

Option (b)

154.
Al3+ ના દ્રાવણમાંથી 1 મિલિમોલ Al ધાતુ મેળવવા 9.65 અૅમ્પિયર વિધુતપ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડશે ?
(a) 30 સેકન્ડ
(b) 10 સેકન્ડ
(c) 30,000 સેકન્ડ
(d) 1000 સેકન્ડ
Answer:

Option (a)

155.
નીચા પોટૅન્શિયલ અને ઊંચા વિધુતપ્રવાહે Al2O3 રિડક્શન પામે છે. જો પિગાળેલ Al2O3 માં 4 × 104 અૅમ્પિયર વીજપ્રવાહ 6 કલાક સુધી પસાર કરવામાં આવે, તો કેટલા ગ્રામ A1 ઉદ્ભવશે ? (વિધુતપ્રવાહની ક્ષમતા 100% છે તથા Al નો પરમાણુભાર = 27 ગ્રામ મોલ )
(a) 2.4 × 105 ગ્રામ
(b) 1.3 × 104 ગ્રામ
(c) 9 × 103 ગ્રામ
(d) 8.1 × 104 ગ્રામ
Answer:

Option (d)

156.
AgNO3 ના જલીય દ્રાવણમાં 7.5 અૅમ્પિયર વીજપ્રવાહ 200 સેકન્ડ માટે પસાર કરતાં વિધુતવિભાજન દરમિયાન કૅથોડ પર 1.08 ગ્રામ Ag મુક્ત થાય, તો કોષની ક્ષમતા શોધો. [Ag = 108 u, N = 14 u, O = 16 u]
(a) 32 %
(b) 64 %
(c) 88 %
(d) 95 %
Answer:

Option (b)

157.
Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિધુતવિભાજન ગ્રૅફાઇટ વિધુતધ્રુવો વડે કરાતાં કૅથોડ ઉપર શું મળે ?
(a) Na
(b) H2
(c) SO2
(d) SO3
Answer:

Option (b)

158.
નિષ્ક્રિય ધ્રુવો વડે MgSO4 ના જલીય દ્રાવણનું વિધુતવિભાજન કરવાથી કૅથોડ અને એનોડ પર અનુક્રમે _____ નીપજ મળે.
(a) O2, SO2
(b) O2, Mg
(c) O2, H2
(d) H2, O2
Answer:

Option (d)

159.
ગ્રૅફાઇટના ધ્રુવો વાપરીને Na2SO4 ના જલીય દ્રાવણના વિધુત-વિભાજન દરમિયાન _____ .
(a) Na2SO4 નું સાંદ્રણ વધે.
(b) Na2SO4 નું સાંદ્રણ ધટે.
(c) Na2SO4 નું સાંદ્રણ અચળ રહે.
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (a)

160.
મુક્ત ઊર્જા ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ જણાવો.
(a) ΔG = RT ln K
(b) -ΔG = RT log K
(c) -ΔG = 2.303 RT log K
(d) -G0 =RT log K2.303
Answer:

Option (c)

Showing 151 to 160 out of 180 Questions