પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 71 to 80 out of 149 Questions
71.
ઘનનું પ્રવાહીમાં વિક્ષેપન ધરાવતીકલિલ પ્રણાલીને શું કહે છે ?
(a) અવક્ષેપ
(b) સોલ
(c) ઈમલ્શન
(d) જેલ
Answer:

Option (b)

72.
કીટકનાશી છંટકાવ જેવા કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિ _____ છે.
(a) પ્રવાહી, પ્રવાહી
(b) પ્રવાહી, વાયુ
(c) વાયુ, પ્રવાહી
(d) ઘન, વાયુ
Answer:

Option (b)

73.
સલ્ફર સોલ _____ ધરાવે છે.
(a) સલ્ફરના છૂટા અણુઓ
(b) સલ્ફરના છૂટા પરમાણુઓ
(c) સલ્ફરના અણુઓનો પુંજ
(d) ઘન સલ્ફરમાં પાણીનું વિક્ષેપન'
Answer:

Option (c)

74.
નીચેના પૈકી કયું હાઇડ્રોફીલિક કલિલીય સોલ છે ?
(a) બેરિયમ સલ્ફેટ સોલ
(b) આર્સેનિક સલ્ફાઈડ સોલ
(c) સ્ટાર્ચ દ્રાવણ
(d) સિલ્વર ક્લોરાઈડ સોલ
Answer:

Option (c)

75.
નીચેના પૈકી કોના કલિલ વિલય સીધા જ બનાવી શકાય છે ?
(a) લાયોફિલિક કલિલ
(b) લાયોફોબિક કલિલ
(c) હાઇડ્રોફોબિક કલિલ
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (a)

76.
Fe(OH)3 સોલ માટે નીચેના પૈકી શું સાચું છે ?
(a) વિરાટ-આણ્વીય કલિલ
(b) બહુઆણ્વીય કલિલ
(c) મિસેલ
(d) ઋણ વીજભારીય કલિલ
Answer:

Option (b)

77.
સોડિયમ સ્ટીયરેટનું સૂત્ર જણાવો.
(a) C17H35COO- Na+
(b) C17H29COO- Na+
(c) C17H33COO- Na+
(d) C17H31COO- Na+
Answer:

Option (a)

78.
વિભાગ (A) માં અનુક્રમે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ દર્શાવેલ છે અને વિભાગ (B) માં કલિલનો પ્રકાર આપેલ છે, તો યોગ્ય રીતે જોડો :
વિભાગ (A)  વિભાગ (B) 
(1) ઘન - વાયુ  (P) જેલ
(2) પ્રવાહી - વાયુ  (Q) ઈમલ્શન
(3) વાયુ - ઘન   (R) એરોસોલ
(4) પ્રવાહી - પ્રવાહી  (S) મડ (કાદવ)
   (T) ઘનસોલ
   (U) ફીણ
(a) (1) - (T), (2) - (Q), (3) - (P), (4) - (S)
(b) (1) - (R), (2) - (P), (3) - (U), (4) - (Q)
(c) (1) - (R), (2) - (S), (3) - (Q), (4) - (T)
(d) (1) - (U), (2) - (R), (3) - (P), (4) - (Q)
Answer:

Option (b)

79.
અવક્ષેપનું કલિલમય સોલમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે ?
(a) સ્કંદન
(b) વિક્ષેપન
(c) પેપ્ટીકરણ
(d) વિલયન
Answer:

Option (c)

80.
2AuCl3 + 3HCHO + 3H2O → 2Au(સોલ) + 3HCOOH + 6HCL આ પ્રક્રિયા દ્વારા સોનાનો સોલ મેળવવાની પદ્ધતિ કઈ થશે ?
(a) ઓક્સિડેશન
(b) જળવિભાજન
(c) દ્વિ-વિઘટન
(d) રિડકશન
Answer:

Option (d)

Showing 71 to 80 out of 149 Questions