d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 31 to 40 out of 87 Questions
31.
TiF6-2, CoF6-3, Cu2Cl2 અને NiCl4-2 પૈકી રંગવિહીન જોડ જણાવો.
(a) TiF6-2 અને Cu2Cl2
(b) CoF6-3 અને NiCl4-2
(c) TiF6-2 અને NiCl4-2
(d) Cu2Cl2 અને NiCl4-2
Answer:

Option (a)

32.
નીચેના પૈકી કઈ ઈલેક્ટ્રોન રચના ધરાવતો આયન સૌથી વધુ ચુંબકીય ચાકમાત્રા ધરાવે ?
(a) 1s2 2s2 2p6 3s2 3p6 3d3
(b) 1s2 2s2 2p6 3s2 3p6 3d5
(c) 1s2 2s2 2p6 3s2 3p6 3d7
(d) 1s2 2s2 2p6 3s2 3p6 3d9
Answer:

Option (b)

33.
ફેરસ આયન કેટલા અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવે છે ?
(a) 3
(b) 2
(c) 4
(d) 5
Answer:

Option (c)

34.
સંક્રાતિ તત્વોની શ્રેણીમાં પરમાણુક્રમાંક વધવાની સાથે અનુચુંબકીય ગુણ _____
(a) ક્રમશ: વધે.
(b) ક્રમશ: ઘટે
(c) પહેલા ક્રમશ: વધિને મહત્તમ થાય ત્યારબાદ ઘટે
(d) પહેલા ક્રમશ: ઘટીને લઘુતમ થાય ત્યારબાદ વધે.
Answer:

Option (c)

35.
Mn2+ ના સંકીર્ણ ક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય 5.96 BM છે, તે સૂચવે છે કે _____
(a) ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ એક જ દિશામાં છે.
(b) ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ વિરુદ્ધ દિશામાં છે.
(c) ઈલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ ધરાવતા નથી, તે માત્ર ધરાભ્રમણ ધરાવે છે.
(d) ઈલેક્ટ્રોન ધરાભ્રમણ ધરાવતો નથી, માત્ર કક્ષકીય ધરાવે છે.
Answer:

Option (a)

36.
FeCr2O4 નું સોડિયમ કાર્બોનેટ સાથે હવાની હાજરીમાં પીગલન કરવાથી શું બને છે ?
(a) Na2Cr2O7
(b) Fe3O4
(c) Na3CrO4
(d) FeCO3
Answer:

Option (c)

37.
પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ જણાવો.
(a) ફેરસ આયનનું એસિડિક માધ્યમમાં ફેરિક આયનમાં રૂપાંતર કરવા ઓક્સિડેશનકર્તા તરીકે
(b) જંતુનાશક તરીકે
(c) ઇલેક્ટ્રોપ્લેટિંગમાં
(d) રિડકશનકર્તા તરીકે
Answer:

Option (a)

38.
ક્રોમિક એસિડ એટલે _____
(a) K2Cr2O7 + સાંદ્ર HNO3
(b) K2Cr2O7 + સાંદ્ર H2SO4
(c) KMnO4 + સાંદ્ર HNO3
(d) KMnO4 + સાંદ્ર H2SO4
Answer:

Option (b)

39.
ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય નીચેનાં પૈકી ક્યા સૂત્ર દ્વારા શોધી શકાય ?
(a) n(n + 1)
(b) (n + 1)2 - (1)2
(c) n(n - 2)
(d) n(n - 1)
Answer:

Option (b)

40.
હ્યુમ અને રોથરીના મિશ્ર ધાતુના નીચે આપેલા નિયમો પૈકી કયો નિયમ યોગ્ય છે ?
(a) મિશ્ર ધાતુ બનાવતી બે ધાતુતત્વોના પરમાણ્વીય કદ સમાન હોવા જોઈએ. તેમની પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15 % કરતા વધુ ન હોવો જોઈએ.
(b) મિશ્ર ધાતુ બનાવવાં ઉપયોગમાં લેવાતી ધાતુતત્વોના રસાયણિક ગુણધર્મો સમાન હોવા જ જોઈએ, એટલે કે તેમની સંયોજકતા કક્ષાની ઈલેક્ટ્રોનીય રચના સમાન જ હોવી જોઈએ.
(c) મિશ્ર ધાતુ માટે વપરાતા શુદ્ધ ધાતુતત્વોની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ.
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

Showing 31 to 40 out of 87 Questions