સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 51 to 60 out of 114 Questions
51.
Ni (Z = 28) ધાતુ સમાન વિદ્યુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ સાથે સંયોજાઈને [NiX4]2- અનુચુંબકીય સંયોજન બનાવે છે, તો નિકલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને સંકીર્ણ ભૌમિતિક રચના જણાવો.
(a) 2; સમતલીય ચોરસ
(b) 1; સમચતુષ્ફલકીય
(c) 2; સમચતુષ્ફલકીય
(d) 1; સમતલીય ચોરસ
Answer:

Option (c)

52.
K2[NiF4] સંકીર્ણ સંયોજનની સૈઢાંતિક ચુંબકીય ચાકમાત્ર કેટલી ?
(a) 1.73 BM
(b) 2.83 BM
(c) 3.87 BM
(d) શૂન્ય
Answer:

Option (b)

53.
Mn2+ ના સંકીર્ણ ક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય 5.96 BM છે, જે સૂચવે છે કે _____ .
(a) ઇલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ એક જ દિશામાં છે.
(b) ઇલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ અને ધરાભ્રમણ વિરુદ્ધ દિશામાં છે.
(c) ઇલેક્ટ્રોન કક્ષકીય ભ્રમણ ધરાવતો નથી તે માત્ર ધરાભ્રમણ ધરાવે છે.
(d) ઇલેક્ટ્રોન ધરાભ્રમણ ધરાવતો નથી માત્ર કક્ષકીય ભ્રમણ ધરાવે છે.
Answer:

Option (a)

54.
નીચેનામાંથી ક્યા સંકીર્ણની ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રા 2.82 BM હશે ?
(a) [Ni(CO)4]
(b) [NiCl4]2-
(c) [Ni(Pph3)4]
(d) [Ni(CN)4]2-
Answer:

Option (b)

55.
નીચેનામાંથી ક્યા સંકીર્ણ આયનની સ્થિરતા સૌથી વધારે છે, તેની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે ?

[FeCl6]3- ની ચુંબકીય ચાકમાત્રા (μ) = 3.87 BM

[Fe(H2O)6]3- ની ચુંબકીય ચાકમાત્રા (μ) = 5.92 BM

[Fe(CN)6]3- ની ચુંબકીય ચાકમાત્રા (μ) = 1.73 BM

[FeBr6]3- ની ચુંબકીય ચાકમાત્રા (μ) = 3.87 BM

(a) [FeCl6]3-
(b) [Fe(H2O)6]3-
(c) [Fe(CN)6]3-
(d) [FeBr6]3-
Answer:

Option (c)

56.
સૌથી વધુ અનુચુંબકત્વ ધરાવતું સંકીર્ણ જણાવો.
(a) [Fe(CN)6]3-
(b) [Cr(CN)6]3-
(c) [CO(CN)6]3-
(d) [Sc(CN)6]3-
Answer:

Option (b)

57.
સંકીર્ણ આયન [CoF6]3- માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ? (Co નો પરમાણુક્રમાંક 27 છે.)
(a) શૂન્ય
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (d)

58.
Na3[Fe(CN)5(NO)] નું IUPAC નામ કયું છે ?
(a) સોડિયમ નાઈટ્રોસિલ પેન્ટાસાયનો ફેરેટ (II)
(b) સોડિયમ પેન્ટાસાયનો નાઈટ્રોસિલ ફેરેટ (III)
(c) સોડિયમ પેન્ટાસાયનો નાઈટ્રોસિલ ફેરેટ (II)
(d) સોડિયમ પેન્ટાસાયનાઇડ નાઈટ્રોસિલ ફેરેટ (II)
Answer:

Option (c)

59.
K3[Fe(CN)6] નું IUPAC નામ કયું છે ?
(a) પોટેશિયમ હેકઝાસાયનો ફેરેટ (II)
(b) પોટેશિયમ હેકઝાસાયનો ફેરેટ (III)
(c) હેકઝાસાયનો ફેરેટ (III)
(d) પોટેશિયમ ફેરીસાયનાઇડ
Answer:

Option (b)

60.
ડાય એકવા ટ્રાયએમ્માઈન કોબાલ્ટ (III) કલોરાઇડને ક્યાં સૂત્ર વડે દર્શાવાશે ?
(a) [Co(NH3)3(H2O)2]Cl2
(b) [Co(NH3)3(H2O)]Cl2
(c) [Co(NH3)3(H2O)2]Cl3
(d) [CoCl(NH3)3(H2O)]Cl2
Answer:

Option (c)

Showing 51 to 60 out of 114 Questions