વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  MCQs

MCQs of વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Showing 51 to 60 out of 103 Questions
51.
8 μC અને -2 μC જેટલો વિદ્યુતભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 20 cm છે. કોઈ ત્રીજા વિદ્યુતભારને ક્યા બિંદુ પર મુકીએ, તો તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય ?
(a) 8 μC વિદ્યુતભારથી 10 cm અંતરે
(b) -2 μC વિદ્યુતભારથી 10 cm અંતરે
(c) 8 μC અને -2 μCની મધ્યમાં
(d) -2 μC વિદ્યુતભારથી 20 cm અંતરે
Answer:

Option (d)

52.
સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. આ ગોળાઓને 4 x 10-7 C જેટલો વિદ્યુતભાર આપતાં તેઓ એકબીજાને અપાકર્ષે છે અને પરિણામ સ્વરૂપે દોરીઓ એકબીજા સાથે 60°નો કોણ બનાવે છે. જો આધારબિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર (લોલકની લંબાઈ) 20 cm હોય, તો ગોળાનું દળ _____ kg. (k = 9 x 109 SI લો. તથા g = 10 m / s2 લો.)
(a) 1.75 x 1020
(b) 1.5 x 10-5
(c) 1.56 x 10-3
(d) 1.25 x 10-8
Answer:

Option (c)

53.
α ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા λ = λ0 cos2 θ છે, તો તેના પરિઘ પર કુલ વિદ્યુતભાર _____ હશે.
(a) πaλ0
(b) 2πaλ0
(c) શૂન્ય
(d) આપેલ પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

54.
ધાતુના એક વિદ્યુતભારિત ગોળા Aને નાયલોનના દોરા વડે લટકાવેલ છે. અવાહક હેન્ડલ લગાડેલ ધાતુના બીજા વિદ્યુતભારિત સમાન ગોળા Bને ગોળા Aની નજીક d અંતરે લાવતાં તેમની વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગે છે. ત્યારબાદ ગોળા Aને ધાતુના બીજા સમાન પણ વિદ્યુતભાર રહિત ગોળા C સાથે અને ગોળા Bને બીજા સમાન પણ વિદ્યુતભાર રહિત ગોળા D સાથે સંપર્કમાં લાવીને પછી અલગ કરવામાં આવે છે. હવે ગોળા Bને ગોળા Aની નજીક d2 જેટલા અંતરે લાવતાં તેમની વચ્ચે લાગતું બળ _____ જેટલું હોય.
(a) F
(b) F2
(c) F8
(d) F16
Answer:

Option (a)

55.
સમાન વિદ્યુભાર ધરાવતા બે સમાન ગોળાઓને આધારબિંદુથી સરખી લંબાઈની અવાહક દોરી વડે લટકાવેલ છે. જયારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે, ત્યારે બે દોરી વચ્ચેનો કોણ જયારે ગોળાઓ હવામાં હતા, ત્યારે હતો તેટલો જ રહે છે, તો ગોળાઓના દ્રવ્યની ઘનતા કેટલી હોય ? કેરોસીનનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક 2 અને ઘનતા 800 kg m-3 છે.
(a) 800 kg m-3
(b) 1600 kg m-3
(c) 2400 kg m-3
(d) 3200 kg m-3
Answer:

Option (b)

56.
હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આજુબાજુ ભ્રમણ કરતાં ઈલેકટ્રોનની ભ્રમણકક્ષાની ત્રિજ્યા ૦.53 A છે, તો ઈલેકટ્રોનનો ત્રિજ્યાવર્તી પ્રવેગ અને તેનો કોણીય વેગ અનુક્રમે _____ .
(a) 8.9 x 1022 m / s2 અને 4.1 x 1018 rad / s
(b) 9 x 1022 m / s2 અને 4.1 x 1016 rad / s
(c) 4.1 x 1016 m / s2 અને 8.9 x 1023 rad / s
(d) 9 x 1010 m / s2 અને 4 x 1012 rad / s
Answer:

Option (b)

57.
+ 20 μC અને + 80 μC વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10 cm છે. બંને વિદ્યુતભારોને જોડતી રેખા પરના ક્યા બિંદુએ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે ?
(a) -0.1 m
(b) -0.04 m
(c) 0.033 m
(d) -0.33 m
Answer:

Option (c)

58.
સમાન મૂલ્યના વિદ્યુતક્ષેત્ર Eમાં m દળ અને q વિદ્યુતભાર ધરાવતા વિદ્યુત-કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે, તો આ વિદ્યુત-કણે t સમયમાં પ્રાપ્ત કરેલી ગતિ-ઊર્જા _____ .
(a) 2 E2 t2mq
(b) Eq2 m2t2
(c) E2q2 t22m
(d) Eqm2t
Answer:

Option (c)

59.
2 x 10-6 C જેટલો વિદ્યુતભાર ધરાવતા બે વિજાતીય વિદ્યુતભારો વચ્ચેનું અંતર 3 cm છે. આ રીતે બનતા વિદ્યુત ડાઈપોલને 2 x 105 NC મુલ્ય ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં મુકવામાં આવે છે, તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક _____ .
(a) 12 x 10-1 N m
(b) 12 x 10-3 N m
(c) 24 x 10-1 N m
(d) 24 x 10-3 N m
Answer:

Option (b)

60.
એક અર્ધવર્તુળાકાર (Semicircular) ચાપ (Arc)ની ત્રિજ્યા a છે. તેના પર λ જેટલી વિદ્યુતભારની રેખીય ઘનતા સમાન છે, તો કેન્દ્રમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા E = _____ .
(a) λ2π ε0a2
(b) λ4ε0a
(c) λ22π ε0a
(d) λ2π ε0a
Answer:

Option (d)

Showing 51 to 60 out of 103 Questions