તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 51 to 60 out of 96 Questions
51.
યંગના પ્રયોગમાં પડદા પર મળતી પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાઓનો ગુણોત્તર 9:1 છે. તેનો અર્થ _____.
(a) તીવ્રતાઓનો ગુણોત્તર 5:4 હશે.
(b) તીવ્રતાઓનો ગુણોત્તર 4:1 હશે.
(c) કંપવિસ્તારોનો ગુણોત્તર 3:1 હશે.
(d) કંપવિસ્તારોનો ગુણોત્તર 2:1 હશે.
Answer:

Option (d)

52.
યંગના પ્રયોગમાં સ્લિટની પહોળાઈ ત્રણ ગણી કરવામાં આવે, તો રચાતી વ્યતિકરણભાતમાં શલાકાની પહોળાઈ _____ ગણી થાય.
(a) 13
(b) 3
(c) 36
(d) 6
Answer:

Option (a)

53.
યંગના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ-તફાવત λ છે ત્યાં તીવ્રતા K છે. હવે હે બિંદુ આગળ પથ-તફાવત λ4 હોય ત્યાં તીવ્રતા કેટલી હશે ?
(a) K4
(b) K2
(c) K
(d) શૂન્ય
Answer:

Option (b)

54.
યંગના પ્રયોગમાં 5898 A° તરંગલંબાઈવાળો સોડીયમ પ્રકાશ વાપરવામાં આવે ત્યારે આપેલ વિસ્તારમાં 92 શલાકાઓ મળે છે. હવે 5461 A° તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે, તો તેટલા જ વિસ્તારમાં પડદા પર કેટલી શલાકાઓ રચાશે ?
(a) 62
(b) 67
(c) 85
(d) 99
Answer:

Option (d)

55.
બે અલગ અલગ યંગના પ્રયોગોમાં જયારે વપરાતી તરંગલંબાઈઓનો ગુણોત્તર 1:2, સ્લિટોની પહોળાઈઓનો ગુણોત્તર 2:1 રાખવામાં આવે છે ત્યારે પડદા પર મળતી શલાકાઓની પહોળાઈ બંને પ્રયોગોમાં સમાન મળે તેટલા માટે બંને પ્રયોગોમાંના સ્લિટ અને પડદા વચ્ચેના અંતરોનો ગુણોત્તર _____ રાખવો જોઈએ.
(a) 4:1
(b) 1:1
(c) 1:4
(d) 2:1
Answer:

Option (a)

56.
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.28 mm છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 1.4 m છે. પડદા પર મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 0.9 cm મળે છે, તો વપરતા પ્રકાશની તરંગલંબાઈ _____ A° હશે.
(a) 5000
(b) 6000
(c) 5880
(d) 5800
Answer:

Option (b)

57.
યંગના વ્યતિકરણના પ્રયોગમાં સફેદ પ્રકાશનો ઉપયોગ કરીને પડદા પર ઉપજાવવામાં આવતી વ્યતિકરણ શલાકાઓમાં એક શલાકા સફેદ જોવા મળી છે. હવે પડદાને 0.૦૫ m જેટલો દુર ખસેડવામાં આવે, તો સફેદ શલાકા _____.
(a) બિલકુલ ખસેલી જણાતી નથી.
(b) પોતાની પ્રારંભિક સ્થિતિમાંથી ખસેલી જણાય છે.
(c) રંગીન બને છે.
(d) અદ્રશ્ય થાઈ જાય છે.
Answer:

Option (a)

58.
1.5 વક્રીભવનાંકવળી અને 2×10-6 m જડાઈની એક અબરક (mica) ની પ્લેટને પડદા પર વ્યતિકરણ ઉપજાવતા બે કિરણો પૈકી એક કિરણના માર્ગમાં દાખલ કરવામાં આવે છે. અહી વાપરવામાં આવેલ પ્રકાશની તરંગલંબાઈ 5000 A° છે, તો મધ્યમાન પ્રકાશિત શલાકા _____
(a) 2 શલાકા જેટલું અંતર ઉપર તરફ ખસશે.
(b) 2 શલાકા જેટલું અંતર નીચે તરફ ખસશે.
(c) 10 શલાકા જેટલું અંતર ઉપર તરફ ખસશે.
(d) આપેલ પૈકિ એક પણ નહિ.
Answer:

Option (a)

59.
યંગના પ્રયોગમાં પડદા પર મળતી વ્યતિકરણ શલાકાઓ વચ્ચેનું અંતર બદલાય નહિ એટલા માટે સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે છે, તો તે વખતે સાથે સાથે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર _____ ગણું કરવું જોઈએ.
(a) 2
(b) 1
(c) 12
(d) 12
Answer:

Option (a)

60.
યંગના પ્રયોગમાં λ1 તરંગલંબાઈવાળા પ્રકાશ માટે પડદા પર મધ્યમાન પ્રકાશિત શલાકાથી સાતમી પ્રકાશિત શલાકા d1 અંતરે મળે છે. જો λ2 તરંગલંબાઈવાળા પ્રકાશ વાપરવામાં આવે, તો તે શલાકા d2 અંતરે મળે છે, તો d1d2 = _____.
(a) λ1λ2
(b) λ2λ1
(c) λ12λ22
(d) λ22λ12
Answer:

Option (a)

Showing 51 to 60 out of 96 Questions