વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 61 to 70 out of 129 Questions
61.
કેથોડ કિરણો +X દિશામાં ગતિ કરે છે. તો વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર +Y દિશામાં પ્રવર્તે છે. જો આ કેથો કિરણોનું વિચલન ન થવા દેવું હોય તો જરૂરી એવું સમાન વિધુતક્ષેત્ર કઈ દિશામાં લાગુ પડવું જોઈએ ?
(a) +Z દિશામાં
(b) -Z દિશામાં
(c) -Y દિશામાં
(d) +Y દિશામાં
Answer:

Option (b)

62.
5893 A° તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતાં સોડિયમ લેમ્પનો પાવર 60 W છે, તો તેના દ્વારા 10 hr માં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે ?
(a) 6.41×1024
(b) 3.374×1019
(c) 6.4×1020
(d) 3.374×1024
Answer:

Option (a)

63.
આપેલ કણનું સ્થિર દળ બમણું કરતાં કણનો વેગ કેટલો થશે ? (c=પ્રકાશનો વેગ)
(a) 2c3
(b) c2
(c) 3c2
(d) 3c2
Answer:

Option (c)

64.
એક ફોટો-સંવેદી સપાટી પર તેની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં 1.5 ગણી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. હવે જો આવૃત્તિ અડધી અને તીવ્રતા બે ગણી કરવામાં આવે, તો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ _____.
(a) ચોથા ભાગનો થશે.
(b) બમણો થશે.
(c) અડધો થશે.
(d) શૂન્ય થશે.
Answer:

Option (d)

65.
ફોટો-ઇલેક્ટ્રિક સેલનો કેથોડ (C) એવી રીતે બદલવામાં આવે છે કે તેનું વર્ક ફંક્શન ∅1થી ∅2 થાય; જ્યાં, ∅2 > ∅1. હવે જો hf > ∅2 હોય તથા બીજી બધી પરિસ્થિતિ બદલવામાં આવતી ન હોય અને ફેરફાર પહેલાનો પ્રવાહ C1 તેમજ ફેરફાર પછીનો પ્રવાહ C2 હોય, તો ______.
(a) C1 = C2
(b) C1 < C2
(c) C1 > C2
(d) C1 < C2 < 2C1
Answer:

Option (a)

66.
1 eV અને 2.5 eV ઊર્જાવાળા બે અલગ અલગ ફોટોન, 0.5 eV વર્ક ફંક્શનવાળી ધાતુની સપાટી પર ક્રમશ આપાત કરવામાં આવે છે, તો ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોન્સની મહત્તમ ઝડપનો ગુણોત્તર _____ છે.
(a) 1:5
(b) 1:4
(c) 1:2
(d) 1:1
Answer:

Option (c)

67.
જયારે એક નિશ્ચિત તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ એક ફોટો-સંવેદી સપાટી પર આપાત થાય છે, ત્યારે 1 s માં ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યા પડ 'n' અને તેમની મહત્તમ ગતિ-ઊર્જા Kmax માલુમ પડે છે. જો આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરવામાં આવે, તો _____
(a) 'n' નું મુલ્ય બમણું થશે પણ Kmaxનું મુલ્ય બદલાશે નહિ.
(b) 'n' અને Kmax બંનેના મુલ્યો બમણા થશે.
(c) 'n' અને Kmax બંનેના મુલ્યો અડધાં થશે.
(d) Kmaxનું મુલ્ય બમણું થશે પણ 'n' નું મુલ્ય બદલાશે નહિ.
Answer:

Option (a)

68.
ફોટોનની 6000 A° તરંગલંબાઈને અનુરૂપ ઊર્જા 3.32×10-19 J છે, તો 4000 A° તરંગલંબાઈને અનુરૂપ તેની ઊર્જા _____ J છે.
(a) 1.11×10-19
(b) 2.22×10-19
(c) 4.44×10-19
(d) 4.98×10-19
Answer:

Option (d)

69.
એક ધાતુની સપાટી પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તેની સપાટી પરથી ઉત્સર્જિત ઈલેક્ટ્રોન્સની ગતિ-ઊર્જા 0 થી માંડીને મહત્તમ 2.6 eV જેટલી હોય છે. હવે 4.2 eV જેટલી મહત્તમ ઊર્જાથી બંધાયેલા ઈલેક્ટ્રોનને આ ધાતુની સપાટી પરથી મુક્ત કરવા ઓછામાં ઓછી કેટલી ઊર્જા આપાત કરવી જોઈએ ?
(a) 1.6 eV
(b) 1.6 eV અને 6.8 eV ની વચ્ચેની ઊર્જા
(c) 6.8 eV
(d) >6.8 eV
Answer:

Option (c)

70.
સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા અને અનુક્રમે બ્લ્યુ તેમજ લાલ પ્રકાશ ઉત્સર્જિત કરતાં બે બલ્બમાંથી આપેલ સમયમાં બહાર આવતા ફોટોનની સંખ્યા અનુક્રમે nb અને nr છે, તો _____ .
(a) nr = nb
(b) nr < nb
(c) nr > nb
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

Showing 61 to 70 out of 129 Questions