વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 21 to 30 out of 129 Questions
21.
પ્રોટોન અને α-કણ માટેની દ બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. તો તેમના વેગોનો ગુણોત્તર _____ થશે. [ α-કણએ He-ન્યુક્લિયસ છે, કે જે બે પ્રોટોન અને બે ન્યુટ્રોનનું બનેલું છે. આમ , તેનું દળ mα ≈ 4mp; જ્યાં mpએ પ્રોટોનનું દળ છે.]
(a) 1 : 4
(b) 1 : 2
(c) 2 : 1
(d) 4 : 1
Answer:

Option (d)

22.
m0 જેટલું સ્થિર-દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે દ બ્રોગ્લી તરંગલંબાઈ _____ હશે.
(a) hm0c 
(b) 0
(c)
(d) m0c h
Answer:

Option (b)

23.
ધાતુની સપાટીવાળા ફોટો-ઈલેક્ટ્રીક સેલ પર 40 cm કેન્દ્રલંબાઈ ધરવતા બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ પાડતા, I જેટલો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ મળે છે. હવે જો બીજા અડધી કેન્દ્રલંબાઈ પરંતુ સમાન વ્યાસ ધરાવતા લેન્સની મદદથી સૂર્યનું પ્રતિબિંબ ફોટો-ઇલેક્ટ્રિક સેલ પર કેન્દ્રિત કરવામાં આવે, તો મળતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ _____ થશે.
(a) I4
(b) 2 I
(c) I
(d) I2
Answer:

Option (c)

24.
ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં, કણ _____.
(a) ને હર્મોનિક તરંગોના સમૂહ તરીકે રજુ કરી શકાય.
(b) ને કોઈ ચોકકસ તરંગલંબાઈ ધરાવતા એક તરંગ તરીકે રજુ કરી શકાય.
(c) ને ફક્ત જોડીમાં બે હાર્મોનિક તરંગો તરીકે રજુ કરી શકાય.
(d) ને દળ ધરાવતા બિંદુવત્ પદાર્થ તરીકે ગણી શકાય.
Answer:

Option (a)

25.
નીચે આપેલી કઈ ભૌતિક રાશીને પ્લાન્ક-અચળાંકનું જ પરિમાણ છે?
(a) બળ
(b) કોણીય વેગમાન
(c) ઊર્જા
(d) કાર્યત્વરા
Answer:

Option (b)

26.
2 eV ના કાર્યવિધેયવાળી ધાતુની સપાટી પર 4 eV ની ઊર્જાવાળો ફોટોન આપાત થાય છે. ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકાવવા માટે કેટલું વિરુદ્ધ સ્થિમાન લગાડવું પડે ?
(a) 2 V
(b) 4 V
(c) 6 V
(d) 8 V
Answer:

Option (a)

27.
આપણે પરમાણુની અંદર જોવા માગીએ છીએ, પરમાણુનો વ્યાસ 100 pm ધારી લેતાં તેનો અર્થ એ કે 10 pm ના વિસ્તાર સુધી પણ નક્કી કરી શકાય છે. આ માટે જો ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે તો ઈલેક્ટ્રોનની જરૂરી ન્યૂનતમ ઊર્જા આશરે_____હોવી જોઈએ.
(a) 1.5 keV
(b) 15 keV
(c) 150 keV
(d) 1.5 MeV
Answer:

Option (b)

28.
ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ λ અને નિરપેક્ષ તાપમાન T સાથેનો સંબંધ_____
(a) λT
(b) λ1T
(c) λ1T
(d) λT2
Answer:

Option (c)

29.
જયારે પ્રોટોનની ગતિઊર્જા, ફોટોનની ઊર્જા જેટલી હોય તો પ્રોટોન અને ફોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ગુણોતોર_____ના સમપ્રમાણમાં હોય છે.
(a) E
(b) E-12
(c) E12
(d) E32
Answer:

Option (c)

30.
2 eV ઊર્જાવાળા અને λ તરંગલંબાઈવાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થતાં vm જેટલી મહતમ ઝડપ ધરાવતા ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. જો તેમાં 25% ઘટાડો કરવમાં આવે તો મહત્તમ ઝડપ બમણી થાય છે. તો ધાતુનું વર્ક-ફંક્શન_____eV છે.
(a) 1.2
(b) 1.5
(c) 1.6
(d) 1.8
Answer:

Option (d)

Showing 21 to 30 out of 129 Questions