કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 101 to 110 out of 132 Questions
101.
પ્રિઝમના દ્રવ્ય માટે ક્રાંતિકોણ C અને પ્રિઝમકોણ A હોય, તો _____ માટે નિર્ગમન કિરણ મળે નહિ.
(a) A≈2C
(b) A=2C
(c) A>2C
(d) A<2C
Answer:

Option (c)

102.
જો જાંબલી, લીલા અને રાતા રંગનાં કિરણોની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે fV, fG અને fR હોય તો, નીચેનામાંથી કયો સંબંધ સાચો ?
(a) fV < fG < fR
(b) fR < fG < fV
(c) fG < fR < fV
(d) fG < fV < fR
Answer:

Option (a)

103.
વાદળી અને લાલ રંગના કિરણો માટે આપેલ પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકો અનુક્રમે 1.532 અને 1.514 છે. જો પ્રિઝમકોણ 8° હોય, તો પ્રિઝમદ્વારા ઉદભવતું કોણીય વિભાજન _____ છે.
(a) 0.072°
(b) 0.144°
(c) 0.288°
(d) 0.555°
Answer:

Option (b)

104.
1.54 વક્રીભવનાંકવાળા અને 4° પ્રિઝમકોણવાળા કાચના પાતળા પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિચલન વિનાનું વિભાજન મેળવવા માટે તેનું 1.72 વક્રીભવનાંકવાળા કાચના બીજા પ્રિઝમ સાથે સંયોજન કરવામાં આવે, તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ _____ છે.
(a) -3°
(b)
(c)
(d) -6°
Answer:

Option (a)

105.
પ્રકાશનું એક કિરણ 1.47 વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલી એક ટાંકીમાંથી પસાર થાય છે. આ માટે 2 m લાંબી ટેન્કમાંથી પસાર થવામાં તેને t1 સમય લાગે છે. જો આ જ રીતે 1.63 વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી એટલું જ અંતર કાપતાં તેને t2 સમય લાગતો હોય તો t2 - t1 શોધો. પ્રકાશને લંબરૂપે આપાત થતો ધારો.
(a) 1.07 x 10-5 s
(b) ૦.107 x 10-8 s
(c) 7.1 x 10-5 s
(d) 7.01 x 10-8 s
Answer:

Option (b)

106.
એક ચોક્ક્સ પ્રિઝમકોણવાળા પ્રિઝમ વડે લાલ અને વાદળી રંગના કિરણો અનુક્રમે 8° અને 12° જેટલું વિચલન અનુભવે છે. આટલા જ પ્રિઝમકોણવાળા બીજા પ્રિઝમ વડે લાલ અને વાદળી રંગના કિરણો અનુક્રમે 10° અને 14° જેટલું વિચલન અનુભવે છે. આ બંને પ્રિઝમના પ્રિઝમકોણ નાના અને તેમના દ્રવ્યો જુદાજુદા છે, તો આ પ્રિઝમોના દ્રવ્યની વિભાજન-શક્તિનો ગુણોત્તર _____ છે.
(a) 5:6
(b) 9:11
(c) 6:5
(d) 11:9
Answer:

Option (c)

107.
એક સમબાજુ પ્રિઝમ જયારે હવામાં મુકવામાં આવે છે ત્યારે એક કિરણ માટે લધુતમ વિચલનકોણ 38°નો છે. જો આ પ્રિઝમને પાણીમાં ડુબાડી પ્રયોગ કરવામાં આવે, તો લધુતમ વિચલનકોણ કેટલો થશે ? પાણીનો વક્રીભવનાંક1.33 છે.
(a) 36°34'
(b) 34°36'
(c) 12°9'
(d) 9°12'
Answer:

Option (d)

108.
21 cm ઊંંડાઇ ધરાવતા એક પાત્રમાં કેટલી ઊંચાઈ સુધી પાણી ભરીએ તો શિરોલંબ દિશામાં જોતાં તે અડધું ભરેલું જણાય ? હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક 43 છે.
(a) 6 cm
(b) 8 cm
(c) 10.5 cm
(d) 12 cm
Answer:

Option (d)

109.
ટેલીસ્કોપની વિવર્ધન શક્તિ (magnifying power) 9 છે. જયારે તેને સમાંતર કિરણો માટે ગોઠવવામાં આવે છે ત્યારે ઓબ્જેક્તિવ અને આઈપીસ વચ્ચેનું અંતર 20 cm હોય છે, તો ઓબ્જેક્તિવ અને આઈપીસ કેન્દ્રલંબાઈના મુલ્યો અનુક્રમે _____ હશે.
(a) 18 cm, 2 cm
(b) 11 cm, 9 cm
(c) 10 cm, 10 cm
(d) 15 cm, 5 cm
Answer:

Option (a)

110.
એક ટેલિસ્કોપમાં ઓબ્જેક્તિવની કેન્દ્રલંબાઈ 60 cm અને આઈપીસની કેન્દ્રલંબાઈ 5 cm છે. દૂરની વસ્તુ જોવા માટે તેને એવી રીતે adjust કરવામાં આવે છે કે જેથી વસ્તુ ઓબ્જેક્તિવ સાથે 2° નો ખૂણો આંતરે, તો અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો કેટલો હશે ?
(a)
(b) 24°
(c) 50°
(d) 16˚
Answer:

Option (b)

Showing 101 to 110 out of 132 Questions