દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 91 to 100 out of 198 Questions
91.
એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે _____
(a) પ્રવાહી મિશ્રણ કે જેનું નિસ્યંદન કરતાં ઘટક પ્રમાણ જળવાઈ રહે .
(b) પ્રવાહી મિશ્રણ કે જે ગમે તે પ્રમાણમાં મિશ્ર થઈ શકે .
(c) ઘન દ્રાવણ કે જેનું પ્રમાણ અનિશ્વિત હોય .
(d) વાયુ મિશ્રણ કે જેને સરળતાથી અલગ કરી શકાય છે .
Answer:

Option (a)

92.
ઇથેનોલ અને પાણીનું એઝિયોટ્રોપિક મિશ્રણ શું દર્શાવે છે ?
(a) ધન વિચલન
(b) ઋણ વિચલન
(c) બંને પ્રકારના વિચલન
(d) આપેલ પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

93.
નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ એક બાર દબાણે મહતમ હશે ?
(a) 0.1 M NaCl
(b) 0.1 M ખાંડ
(c) 0.1 M FeCl3
(d) 0.1 M BaCl2
Answer:

Option (b)

94.
અર્ધપારગમ્ય પડદો માત્ર _____ નો પ્રવાહ જ પસાર થવા દે છે .
(a) દ્રાવકના અણુ
(b) દ્રાવ્યના અણુ
(c) દ્રાવ્ય અને દ્રાવક બંનેને
(d) દ્રાવ્ય કે દ્રાવક પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

95.
વોન્ટ હોફ અવયવ i > 1 હોય ત્યારે સૂચવે છે કે દ્રાવણમાં _____
(a) વિયોજન થયું હશે .
(b) સયુંગ્મન થયું હશે .
(c) વિયોજન કે સયુંગ્મન થશે .
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

96.
નીચેના પૈકી કઈ જોડ આદર્શ દ્રાવણ નથી ?
(a) C6H6 + C6H5CH3
(b) C2H5Br + C2H5I
(c) C6H5Cl + C6H5Br
(d) C2H5I + C2H5OH
Answer:

Option (d)

97.
ઠંડા પ્રદેશમાં મોટરકારના રેડિયેટરના પાણીમાં ઈથીલિન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે, કારણ કે તેનાથી _____
(a) ઠારબિંદુમાં ઘટાડો થાય છે .
(b) સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે .
(c) સાપેક્ષ ઉષ્મામાં ઘટાડો થાય છે .
(d) પાણીની વિદ્યુતવાહકતામાં વધારો થાય છે .
Answer:

Option (a)

98.
પાણીના નમૂનામાં મીઠું ઉમેરતા શું થાય છે ?
(a) ઠારબિંદુમાં વધારો તથા ઉત્કલનબિંદુમાં ઘટાડો
(b) ઠારબિંદુમાં ઘટાડો તથા ઉત્કલનબિંદુમાં વધારો
(c) ઠારબિંદુ તથા ઉત્કલનબિંદુ બંનેમાં ઘટાડો
(d) ઠારબિંદુ તથા ઉત્કલનબિંદુ બંનેમાં વધારો
Answer:

Option (b)

99.
વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા _____ વધે છે .
(a) તાપમાનમાં વધારા સાથે
(b) દબાણના ઘટાડા સાથે
(c) તાપમાનના ઘટાડા સાથે
(d) લીધેલા પ્રવાહીના જથ્થા સાથે
Answer:

Option (c)

100.
પ્રવાહી Aનું કદ 100 મિલિ છે, જયારે પ્રવાહી Bનું કદ 25 મિલિ છે. આ બંનેને મિશ્ર કરતા બિનઆદર્શ દ્રાવણ બંને છે, ત્યારે દ્રાવણનું કદ _____ છે .
(a) 75 મિલિ
(b) 125 મિલિ
(c) 75 મિલિ + 125 મિલિ
(d) 125 મિલિની નજીક પણ 125 મિલિ નહિ
Answer:

Option (d)

Showing 91 to 100 out of 198 Questions