દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 71 to 80 out of 198 Questions
71.
દ્રાવણ A અને Bના સમાન કદને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરતાં થોડા સમય બાદ દ્રાવણ Aના કદમાં વધારો થાય છે જે સૂચવે છે કે _____
(a) દ્રાવણ Aની સાંદ્રતા દ્રાવણ B કરતાં વધારે છે .
(b) દ્રાવણ Bની સાંદ્રતા દ્રાવણ A કરતાં વધારે છે .
(c) દ્રાવ્યના અણુઓનું કદ દ્રાવણ A કરતાં દ્રાવણ Bમાં વધારે છે .
(d) દ્રાવ્યના અણુઓનું કદ દ્રાવણ B કરતાં દ્રાવણ Aમાં વધારે છે .
Answer:

Option (a)

72.
અભિસરણ ઘટના એટલે _____
(a) દ્રાવકના અણુઓ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ખસે છે .
(b) દ્રાવકના અણુઓ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ખસે છે .
(c) દ્રાવ્યના અણુઓ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ખસે છે .
(d) દ્રાવ્યના અણુઓ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ખસે છે .
Answer:

Option (b)

73.
હાઈપોટોનિક દ્રાવણ એટલે _____
(a) જે બે દ્રાવણો પૈકી જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય .
(b) જે બે દ્રાવણો પૈકી જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય .
(c) જે બે દ્રાવણો પૈકી જે દ્રાવણનું ઉત્કલનબિંદુ ઓછું હોય .
(d) બંને દ્રાવણનું અભિસરણ દબાણ સમાન હોય .
Answer:

Option (b)

74.
ઈંડાને મંદ HClના દ્રાવણમાં મૂકતાં તેના પરનું કડક પડ દૂર થાય છે. (જે અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે) હવે ઈંડાને મીઠાંના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો ઈંડાના કદમાં શું ફેરફાર થશે ?
(a) સંકોચાશે
(b) વધશે
(c) પહેલા ધટે પછી વધે
(d) પહેલા વધે પછી ધટે
Answer:

Option (a)

75.
S1 અને S2 બે જલીય દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરેલ છે. જો S2નું બાષ્પદબાણ S1ના બાષ્પદબાણ કરતાં ઓછું હોય, તો _____
(a) વધુ માત્રામાં દ્રાવક S1થી S2 તરફ જશે .
(b) વધુ માત્રામાં દ્રાવક S2થી S1 તરફ જશે .
(c) S1 અને S2માં દ્રાવકના અણુઓ એકસમાન હોવાથી એકબીજામાં સ્થળાંતર પામશે .
(d) કોઈ જ ઘટના થશે નહીં
Answer:

Option (a)

76.
લોહીના પ્રવાહમાં સીધા જ દાખલ કરવામાં આવતા ગ્લુકોઝનું દ્રાવણ લોહી સાથે કઈ સામ્યતા ધરાવતું હોવું જોઈએ ?
(a) મોલાલિટી સમાન
(b) બાષ્પદબાણ દબાણ સમાન
(c) અભિસરણ દબાણ સમાન
(d) પૃષ્ઠતાણ સમાન
Answer:

Option (c)

77.
દ્રાવણનું અભિસરણ દબાણ ક્યા સમીકરણથી દર્શાવી શકાય ?
(a) π = RTC
(b) π = CTR
(c) π = CRT
(d) π = CRT
Answer:

Option (c)

78.
દરિયાના પાણીને પીવાલાયક શુદ્ધ પાણીમાં ફેરવવા માટે કઈ પ્રકિયા કરવી જોઈએ ?
(a) પ્રતિઅભિસરણ
(b) તટસ્થીકરણ
(c) અભિસરણ
(d) જલવિભાજન
Answer:

Option (a)

79.
જો દ્રાવ્યનું આણ્વીય દળ M2 અને વજન W2 હોય, તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?
(a) M2 = W2πVRT
(b) M2 =W2VRTπ
(c) M2 = πW2RTV
(d) M2 = W2TVRπ
Answer:

Option (b)

80.
રક્તકણો (RBCs) 0.91 % NaCl સાથે આઈસોટોનિક છે. જો RBCsને 5 % NaCl(aq) અને 0.5 % NaCl(aq)ના દ્રાવણમાં મૂકવામાં આવે, તો તેઓ નીચેના પૈકી કઈ ધટના અનુભવશે ?
(a) 5 % NaCl(aq)ના દ્રાવણમાં સંકોચાશે .
(b) 5 % NaCl(aq)ના દ્રાવણમાં પ્રસરશે અને 0.5 % NaCl(aq)ના દ્રાવણમાં સંકોચાશે .
(c) 5 % NaCl(aq)માં પ્રસરણ પામીને ફાટી જશે, જયારે 0.5 % NaCl(aq)માં કોઈ અસર થશે નહીં .
(d) 5 % NaCl(aq) કે 0.5 % NaCl(aq)માં કોઈ અસર થશે નહીં .
Answer:

Option (a)

Showing 71 to 80 out of 198 Questions