પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 81 to 90 out of 149 Questions
81.
પેપ્ટાઈઝેશન પ્રક્રિયામાં _____
(a) અવક્ષેપ ઓગળીને સાચું દ્રાવણ બનાવે છે.
(b) આલંબિત કણોમાંથી સાચું દ્રાવણ બનાવે છે.
(c) અવક્ષેપનું કલિલમાં રૂપાંતર થાય છે.
(d) કલિલનું અવક્ષેપમાં રૂપાંતર થાય છે.
Answer:

Option (c)

82.
બ્રાઉનિયન ગતિ શાના કારણે ઉદ્દભવે છે ?
(a) સંવાહી પ્રવાહ
(b) કલિલ કણોના વીજભાર વચ્ચેના આકર્શણ અને અપાકર્શણ
(c) પ્રવાહી કલામાં તાપમાનની વધઘટ
(d) વિક્ષેપન માધ્યમના અણુઓની કલિલમય કણો સાથેની અથડામણ
Answer:

Option (d)

83.
નીચેના પૈકી કઈ જોડ કલિલમય સોલમાં ધન વીજભાર ધરાવે છે ?
(a) Fe(OH)3 અને Al(OH)3
(b) As2S3 અને Sb2S3
(c) Cr(OH)3 અને CdS
(d) Ag અને Au
Answer:

Option (a)

84.
શામાં પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન થાય છે ?
(a) ઈલેકટ્રોલાયટીક સોલ્યુશન'
(b) કલિલ દ્રાવણો
(c) ઈલેકટ્રોડાયાલિસિસ
(d) ઈલેકટ્રોપ્લેટિંગ
Answer:

Option (b)

85.
નીચેના પૈકી કયું કલિલમય સોલ વિક્ષેપન માધ્યમમાં વિજભારની દ્રષ્ટિએ અલગ પડે છે ?
(a) આર્સેનિયસ સલ્ફાઈડ
(b) પ્લેટિનમ
(c) એલ્યુમિનિયમ હાઇડ્રોકસાઈડ
(d) ગોલ્ડ-સિલ્વર
Answer:

Option (c)

86.
એક લિટર કલિલમય દ્રાવણનું સંપૂર્ણ સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુતભાજ્યના (મિલિમોલમાં) અલ્પતમ પ્રમાણને શું કહે છે ?
(a) સ્કંદન-મૂલ્ય
(b) સ્કંદન-શક્તિ
(c) ઊર્ણન-મૂલ્ય
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (a)

87.
Fe(OH)3 સોલ માટે નીચેના પૈકી ક્યાં અણુની સૌથી વધુ સ્કંદનશક્તિ છે ?
(a) NaCl
(b) BaCl2
(c) K2CrO4
(d) K3[Fe(CN)6]
Answer:

Option (d)

88.
ધન વિજભારીય સોલના સ્કંદન માટે કોની સૌથી ઓછી સાંદ્રતાની જરૂર પડે ?
(a) KCl
(b) K2SO4
(c) K3[Fe(CN6)]
(d) K4[Fe(CN)6]
Answer:

Option (d)

89.
ધનભારીય કલિલ Fe(OH)3 માટે આયાનોનો અસરકારક સ્કંદન ક્રમ કયો છે ?
(a) PO4૩- > Cl- > SO42-
(b) PO4૩- > SO42- > Cl-
(c) Cl- > SO42- > PO4૩-
(d) SO42- > PO43- > Cl-
Answer:

Option (b)

90.
એલમ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે.
(a) માટીના કણો સાથે સી. કોમ્પ્લેક્ષ બનાવીને
(b) સલ્ફેટ કણો જે કીચડ સાથે જોડાય છે અને તેને છૂટું પડે છે.
(c) એલ્યુમિનિયમ જે કીચડના કણો સાથે સ્કંદન કરે છે.
(d) જે કીચડને પાણીમાં દ્રવ્ય બનાવે છે.
Answer:

Option (a)

Showing 81 to 90 out of 149 Questions