પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 131 to 140 out of 149 Questions
131.
_____ એ પાણી/તેલ પ્રકારનું ઈમલ્શન નથી.
(a) વેનિશિંગ ક્રીમ
(b) કોલ્ડ ક્રીમ
(c) માખણ
(d) કોડલિવર ઓઈલ
Answer:

Option (a)

132.
નીચેનામાંથી કયો પદાર્થ ઈમલ્શીફાયર નથી ?
(a) ગુંદર
(b) દૂધ
(c) અગર
(d) સાબુ
Answer:

Option (b)

133.
રસ્તાના બાંધકામમાં આસ્ફાલટનું શેમાં ઈમલ્શન બનાવવામાં આવે છે ?
(a) પેટ્રોલમાં
(b) ડીઝલમાં
(c) પાણીમાં
(d) તેલમાં
Answer:

Option (c)

134.
છાપકામની શાહી ક્યા પ્રકારનું કલિલ ગણાય ?
(a) જેલ
(b) સોલ
(c) ફીણ
(d) ઘન સોલ
Answer:

Option (b)

135.
બ્રાઉનિયન ગતિ શાને આભારી છે ?
(a) કલિલના નિર્માણ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર
(b) વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના કણો વચ્ચે થતું આકર્ષણ
(c) વિક્ષેપિત માધ્યમના અણુઓ વડે વિક્ષેપિત કલાના અણુઓ પર થતું અથડામણ
(d) ઘન કલિલ કણો અને ઋણ કલિલ કણોની ગતિને કારણે
Answer:

Option (c)

136.
સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ અને આકાશનો વાદળી રંગ શાને કારણે હોય છે ?
(a) સૂર્ય વડે પ્રકાશકિરણો ફેંકવાની ક્રિયા
(b) વાતાવરણના અણુઓ દ્વારા સૂર્યપ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન
(c) વાતાવરણમાં દરિયાઈ વાદળી રંગના પાણીની બાષ્પ
(d) વાતાવરણમાંના ઓઝોન સ્તર વડે થતું પ્રકાશનું પ્રકીર્ણન
Answer:

Option (b)

137.
દરિયાના પાણીનો ભૂરો રંગ શેના કારણે હોય છે ?
(a) અશુદ્ધિ દ્વારા પ્રકાશનું વિકર્ણન
(b) પાણીના અણુઓ દ્વારા ભૂરા રંગના પ્રકાશનું પ્રકીર્ણન
(c) ભૂરા રંગના પ્રકાશનું અવશોષણ
(d) ભૂરા આકાશનું પ્રતિબિંબ પડે છે.
Answer:

Option (a)

138.
ગોલ્ડ સોલના સ્કંદન માટે કયો વિધુતવિભાજ્ય સૌથી વધુ અસરકારક હશે ?
(a) NaCl
(b) MgCl2
(c) AlCl3
(d) K4[Fe(CN)6]
Answer:

Option (c)

139.
બ્રેડિંંગ ચાપ પદ્ધતિ નીચેના પેૈકી કયો કલિલ બનાવવા માટે યોગ્ય નથી ?
(a) Au
(b) Ag
(c) Na
(d) Mg
Answer:

Option (c)

140.
આર્સેનિયસ સલ્ફાઇડના સોલની સ્કંદનક્ષમતાનો ઊતરતો ક્રમ વીજભારયુક્ત આયનના વીજભાર અનુસાર કયો છે ?
(a) Na+ > Al3+ > Ba2+
(b) PO43- > Cl- > SO42-
(c) Cl- > SO42- > PO43-
(d) Al3+ > Ba2+ > Na+
Answer:

Option (d)

Showing 131 to 140 out of 149 Questions