પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 141 to 149 out of 149 Questions
141.
અધિશોષણ ની ઘટના માટે કયું સાચું ગણાય ?

ΔG ΔS ΔH

(a) <0 <0 <0
(b) >0 >0 >0
(c) >0 >0 <0
(d) <0 <0 >0
Answer:

Option (a)

142.
પાણીને શુદ્ધ કરવા માટેની ફટકડીનું કાર્ય શું છે ?
(a) એક્વા સંયોજનો બનાવે છે અને તે દૂર થાય છે.
(b) સલ્ફેટ માટીના કણોને અદ્રાવ્ય સ્વરૂપે છૂટા પાડે છે.
(c) ફટકડી અદ્રાવ્ય અશુદ્ધિઓને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે.
(d) Alના આયનો બિનજરૂરી કણોનું સ્કંદન કરે છે.
Answer:

Option (d)

143.
આલ્કોહોલનું નિર્જલીકરણ કરી સીધું ગેસોલીનમાં રૂપાંતર કરતું ઉદીપક _____ છે.
(a) ZSM-S
(b) ઝિંક સ્ટીથરેટ
(c) ઝિંક બ્લેન્ડ
(d) PHBV
Answer:

Option (a)

144.
દ્રાવ્ય પ્રોટીનને અદ્રાવ્ય પ્રોટીનમાં ફેરવવાની ક્રિયાને _____ કહે છે.
(a) સ્કંદન
(b) ડાયાલિસિસ
(c) અલ્ટ્રાસેન્ટ્રિફ્યુજ
(d) ઊર્ણન
Answer:

Option (a)

145.
નીચેનામાંથી કયું રસાયણ પાણીમાં કલિલ દ્રાવણ છે ?
(a) NaCl
(b) ખાંડ
(c) સ્ટાર્ચ
(d) બેરિયમ નાઈટ્રેટ
Answer:

Option (c)

146.
વાયુ પદાર્થના ઘન પદાર્થ પર થતા અધિશોષણ માટે logxmlogp નો આલેખ સીધી રેખા મળે છે, જેનો ઢાળ _____ થાય.
(a) log K
(b) -log K
(c) n
(d) 1n
Answer:

Option (d)

147.
ઝિયોલાઈટ અંગે કયું વિધાન ખોટું છે ?
(a) તે ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવતા એલ્યુમિનો સિલિકેટ છે.
(b) તેમાંના કેટલાક SiO4-4 એકમોનું AlO4-6 અને AlO69- આયનો વડે વિસ્થાપન થયેલું હોય છે.
(c) તે ઘન આયન વિનિમય તરીકે વપરાય છે.
(d) તે ખુલ્લું બંધારણ ધરાવતા હોવાથી નાના અણુઓને સમાવી શકે છે.
Answer:

Option (b)

148.
આઇસક્રીમની બનાવટમાં જિલેટીન ઉમેરવામાં આવે છે, કારણ કે _____
(a) તે મિશ્રણને માત્ર સ્થિરતા પૂરી પડે છે.
(b) તે કલિલ બનાવવા માટે મદદ કરે છે.
(c) તે કલિલ-અવસ્થા સ્થિર રાખે છે તથા સ્ફટીકિકરણ થવા દેતો નથી.
(d) સુગંધમાં વધારો કરે છે.
Answer:

Option (c)

149.
દૂધમાં કયો પદાર્થ ઉમેરવાથી તેને લાંબા સમય સુધી બગડતું અટકાવી શકાય છે ?
(a) એસિટિક એસિડનાં થોડાં ટીપાં
(b) લીંબુના રસનાં થોડાં ટીપાં
(c) ફોર્માલ્ડિહાઇડનાં થોડાં ટીપાં
(d) ફીનોલ્ફથેલીનનાં થોડાં ટીપાં
Answer:

Option (c)

Showing 141 to 149 out of 149 Questions