સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 41 to 50 out of 114 Questions
41.
[Co(NH3)4Cl2]Cl સંકીર્ણ સંયોજનમાં ધાતુઆયનનો ઓક્સિડેશન-આંક કેટલો છે ? જલીય દ્રાવણમાં સંકીર્ણ સંયોજનને દ્રાવ્ય કરવાથી કેટલા મોલ આયનો મુક્ત થશે ?
(a) Co = +3, કુલ 4 મોલ આયન
(b) Co = +2, કુલ 3 મોલ આયન
(c) Co = +2, એક [Co(NH3)4]2+ અને 3 મોલ Cl- આયનો
(d) Co = +3, કુલ બે મોલ આયન
Answer:

Option (d)

42.
લિથિયમ ટેટ્રાહાઈડ્રો એલ્યુમિનેટ સંયોજનમાં કયો લિગેન્ડ છે ?
(a) H+
(b) H-
(c) H
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

43.
સંકીર્ણમાં રહેલા લિગેન્ડ અંગે કયું વિધાન સાચું છે ?
(a) તેઓ સંક્રાંતિ ધાતુ-પરમાણુ કે આયન સાથે આયોનિક બંધથી જોડાયેલાં માત્ર ઋણ આયનો છે.
(b) તેઓ સંક્રાંતિ ધાતુ-પરમાણુ કે આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ તટસ્થ અણુઓ કે ઋણ આયનો છે.
(c) તેઓ સંક્રાંતિ ધાતુ-પરમાણુ કે આયન સાથે સહસંયોજક બંધથી જોડાયેલ માત્ર તટસ્થ અણુઓ જ છે.
(d) તેઓ સંક્રાંતિ ધાતુ-પરમાણુ કે આયન સાથે આયોનિક બંધથી જોડાઈને ચક્રીય રચના ધરાવતું અને ઓછી સ્થિરતા ધરાવતું કિલેટ સંકીર્ણ બનાવે છે.
Answer:

Option (b)

44.
નીચેનામાંથી _____ સંકીર્ણમાં બહારની d-ક્ક્ષકો સંકરણમાં ભાગ લેશે.
(a) [Fe(CN)6]3-
(b) [Mn(CN)6]4-
(c) [CO(NH3)4]3+
(d) [Ni(NH3)6]2+
Answer:

Option (d)

45.
નીચેનાં સંયોજનો જેવાં કે NH3, [PtCl4]2-, PCl5 અને BCl3 માં મધ્યસ્થ તત્વના સંકરણ માટેનો સાચો ક્રમ દર્શાવો. [પરમાણુક્રમાંક : Pt = 79]
(a) dsp2, dsp3, sp2, sp3
(b) sp3, dsp2, dsp3, sp2
(c) dsp2, sp2, sp3, dsp3
(d) dsp2, sp3, sp2, dsp3
Answer:

Option (b)

46.
[Ni(CO)4] માં ક્યા પ્રકારનું સંકરણ થાય છે ?
(a) sp3
(b) dsp2
(c) sp3d
(d) sp3d2
Answer:

Option (a)

47.
નીચેનામાંથી ક્યાં સંકીર્ણમાં sp3d2 સંકરણ હશે ?
(a) [Co(NH3)6]3+
(b) [FeCl6]3-
(c) [Fe(CN)6]3-
(d) [Fe(CN)6]4-
Answer:

Option (b)

48.
Ni2+ ધાતુઆયન સાથે પ્રક્રિયા પામી જોડાતા Cl-, CN- અને H2O લિગેન્ડથી રચાતા સંકીર્ણના ભૌમિતિક આકાર અનુક્રમે _____ .
(a) અષ્ટફલકીય, સચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ
(b) સમચતુષ્ફલકીય, સમતલીય ચોરસ અને અષ્ટફલકીય
(c) સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય
(d) અષ્ટફલકીય, સમતલીય ચોરસ અને અષ્ટફલકીય
Answer:

Option (b)

49.
[Ni(Co)4], [Ni(CN)4]2- અને [NiCl4]2- સંયોજનો માટે કયું વિધાન સાચું છે ?
(a) [Ni(Co)4] અને [Ni(Cl)4]-2 પ્રતિચુંબકીય છે જયારે [Ni(CN)4]-2 એ અનુચુંબકીય છે.
(b) [Ni(Cl)4]-2 અને [Ni(CN)4]-2 પ્રતિચુંબકીય છે જયારે [Ni(Co)4] એ અનુચુંબકીય છે.
(c) [Ni(Co)4] અને [Ni(CN)4]-2 પ્રતિચુંબકીય છે જયારે [Ni(Cl)4]-2 એ અનુચુંબકીય છે.
(d) [Ni(Co)4] પ્રતિચુંબકીય છે જયારે [Ni(Cl)4]-2 અને [Ni(CN)4]-2 એ અનુચુંબકીય છે.
Answer:

Option (c)

50.
[Fe(CN)6]4-, [Co(Cl)4]2- અને [Mn(Cl)4]2- સંકીર્ણ સંયોજનોની ચુંબકીય ચાકમાત્રનો કયો ક્રમ સાચો છે ?
(a) [Fe(CN)6]4- > [Co(Cl)4]2- > [Mn(Cl)4]2-
(b) [Mn(Cl)4]2- > [Fe(CN)6]4- > [Co(Cl)4]2-
(c) [Fe(CN)6]4- > [Mn(Cl)4]2- > [Co(Cl)4]2-
(d) [Mn(Cl)4]2- > [Co(Cl)4]2- > [Fe(CN)6]4-
Answer:

Option (b)

Showing 41 to 50 out of 114 Questions