તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 1 to 10 out of 96 Questions
1.
યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 mm છે. જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ 5000Å હોય , તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર _____ rad હશે.
(a) 0.075
(b) 0.75
(c) 0.0075
(d) 0.057
Answer:

Option (c)

2.
યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.4 cm અને સ્લિટથી પડદાનું અંતર 100 cm છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ 5000Å હોય , તો ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર _____ હશે.
(a) 4.37 X 10-2 cm
(b) 4.37 mm
(c) 8.74 X 10-2 cm
(d) 8.74 mm
Answer:

Option (a)

3.
રાતા પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો રાતા પ્રકાશને બદલે વાદળી પ્રકાશ વાપરવામાં આવેતો,_____
(a) વિવર્તનભાતમાં કોઈ ફેરફાર થતો નથી.
(b) અધિકતમો અને ન્યુનતમો સાંકડા અને વધારે ગીચ થાય છે.
(c) અધિકતમો અને ન્યુનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે.
(d) વિવર્તનભાત અદ્રશ્ય થાય છે.
Answer:

Option (b)

4.
કોઈ બિંદુવત વસ્તુનું ખુબ ચોકસાઈથી સ્થાન નક્કી કરવા માટે _____ પ્રકાશ વાપરવો જોઈએ.
(a) ધ્રુવીભૂત
(b) લાંબી તરંગલંબાઈવાળો
(c) ટૂંકી તરંગલંબાઈવાળો
(d) વધુ તીવ્રતાવાળો
Answer:

Option (c)

5.
વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ _____ પર આધાર રાખતી નથી.
(a) સ્લિટ અને ઉદગમ વચ્ચેના અંતર
(b) પ્રકાશની તરંગલંબાઈ
(c) સ્લિટની પહોળાઈ
(d) પ્રકાશની આવૃત્તિ
Answer:

Option (a)

6.
માઈક્રોસ્કોપ Oil Immersion ઓબ્જેક્ટિવ વડે વસ્તુ અંગેની બારીકાઈથી માહિતી મળી શકે છે. કારણકે આવા ઓબ્જેક્ટીવ માટે_____
(a) વધારે મોટવણી હોય છે.
(b) વધારે વિભેદનશક્તિ હોય છે.
(c) વ્યાસ મોટો હોય છે.
(d) ઉપરમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

7.
યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm અને સ્લિટથી પડદાનું અંતર 100 cm છે.જો પ્રકાશની તરંગલંબાઇ 5000Å હોય , તો શલાકાની પહોળાઇ _____ છે.
(a) 5 mm
(b) 2.5 mm
(c) 2.5 cm
(d) 5 cm
Answer:

Option (b)

8.
યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં 1.5 વક્રીભવનાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. હવે, જો મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહેતી હોય, તો પ્લેટની લઘુતમ જાડાઈ _____હોય.
(a) 2λ
(b) λ
(c) λ3
(d) 2λ3
Answer:

Option (a)

9.
યંગના પ્રયોગમાં, બે સ્લિટની સામે પાતળી પારદર્શક sheet મૂકવામાં આવે છે કે જેથી કરીને મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને રહે છે.જો પારદર્શક sheetની જાડાઈ t1 અનેt2અને વક્રીભવનાંક અનુક્રમે n1 અને n2 હોય તો, આ કિસ્સામાં _____
(a) t1t2=n1n2
(b) t2t1=n2n1
(c) t1t2=n2-1n1-1
(d) t2t1=n2-1n1-1
Answer:

Option (c)

10.
એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 6000Å હોય , દ્રિતીય અધિકતમનું મધ્યસ્થ અધિકતમની મધ્યરેખાથી કોણીય અંતર _____ rad હશે
(a) 0.015
(b) 0.15
(c) 0.075
(d) 0.03
Answer:

Option (a)

Showing 1 to 10 out of 96 Questions