તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 41 to 50 out of 96 Questions
41.
જો કોઈ એક બિંદુએ સંપાત થતા બે તરંગોની કળાનો તફાવત 65π હોય, તો તેમની વચ્ચેનો પથ-તફાવત _____.
(a) 25λ
(b) 35λ
(c) 56λ
(d) 53λ
Answer:

Option (b)

42.
વ્યતિકરણ પામતાં સમાન કળા તથા સમાન આવૃત્તિ ધરાવતા બે તરંગોના કંપવિસ્તાર સમાન ન હોય, તો ______.
(a) સ્થિર વ્યતિકરણ ન રચાય
(b) પ્રકાશિત શલાકાઓ ઝાંખી દેખાય.
(c) અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ રીતે અપ્રકાશિત દેખાશે નહિ.
(d) વ્યતિકરણ શલાકાઓ ન દેખાય.
Answer:

Option (c)

43.
યંગના પ્રયોગમાં બે સુસમ્બદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર 0.90 nm છે ઉદગમોથી 1 m દુર પડદો રાખેલ છે. પડદા પર મધ્યમાન શાલાકાથી 1 mm દુર બીજી અપ્રકાશિત શલાકા રચાય છે, તો પ્રયોગમાં વાપરેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ _____ cm હશે.
(a) 60×10-4
(b) 10×10-4
(c) 10×10-5
(d) 6×10-5
Answer:

Option (d)

44.
યંગના પ્રયોગમાં લાલ રંગના પ્રકાશના બદલે જાંબલી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો શલાકાઓની પહોળાઈ આશરે ______ ગણી થશે.
(a) 2
(b) 12
(c) 4
(d) 14
Answer:

Option (b)

45.
8 mm જડાઈની કાચની પ્લેટમાંથી એકરંગી પ્રકાશનું કિરણ પસાર થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 હોય, તો કાચના પ્લેટની પ્રકાશીય જાડાઈ _____ હશે.
(a) 6.6 mm
(b) આશરે 0.2 mm
(c) 12 mm
(d) 120 mm
Answer:

Option (c)

46.
1.5 વક્રીભવનાંકવાળી અને 6 μm જાડાઈની પાતળી પ્લેટને પડદા પર વ્યતિકરણ ઉપજાવતા બે કિરણોમાંથી કોઈ એક કિરણના માર્ગમાં મુકવામાં આવે છે. પરિણામે હવે મધ્યમાન શલાકા, જ્યાં પહેલા પાંચમી પ્રકાશિત શલાકા મળી હતી ત્યાં જોવા મળે છે; તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ _____.
(a) 6000 Å
(b) 3000 Å
(c) 4500 Å
(d) 7500 Å
Answer:

Option (a)

47.
યંગના પ્રયોગોમાં મળતી શલાકાઓની પહોળાઈ વધારવા માટે _____.
(a) સ્લિટની પહોળાઈ ઘટાડવી જોઈએ.
(b) બે સ્લિટ વચ્ચેનું અંતર ઘટાડવું જોઈએ.
(c) વપરતા પ્રકાશની તરંગલંબાઈ ઘટાડવી જોઈએ.
(d) બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતરે ઘટાડવું જોઈએ.
Answer:

Option (b)

48.
જો યંગનો પ્રયોગ પાણીની અંદર કરવામાં આવે, તો _____.
(a) શલાકાઓની પહોળાઈ ઘટે છે.
(b) શલાકાઓની પહોળાઈ વધે છે.
(c) શલાકાઓની પહોળાઈ બદલાતી નથી.
(d) શલાકાઓ રચાશે જ નહિ.
Answer:

Option (a)

49.
યંગના પ્રયોગમાં એકબીજાથી 1 mm અંતરે રાખેલી બે સ્લિટો પર 65×10-7m તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. પડદો બંને સ્લિટોથી 1 m દુર રાખેલ છે, તો પડદા પર ત્રીજી અપ્રકાશિત અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે ?
(a) 0.325 mm
(b) 0.65 mm
(c) 0.01625 mm
(d) 3.25 mm
Answer:

Option (c)

50.
યંગના પ્રયોગમાં એકરંગી પ્રકાશનો ઉપયોગ કરતા શલાકાની પહોળાઈ 0.133 cm માલૂમ પડે છે. હવે સમગ્ર સાધનને 1.33 વક્રીભવનાંકવાળા પાણીની અંદર ડુબાડવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ _____.
(a) 0.133 cm
(b) 0.1 cm
(c) 1.33×1.33 cm
(d) 1.332cm
Answer:

Option (b)

Showing 41 to 50 out of 96 Questions