વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 41 to 50 out of 129 Questions
41.
100 W ના વિધુતબલ્બને પૂરી પડાયેલી વિધુત ઉર્જામાંથી માત્ર 5 % જેટલી ઊર્જા જ ર્દશ્ય પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તો 1 s માં ઉત્સર્જીત થયેલા ફોટોનની સંખ્યા કેટલી હશે ? ર્દશ્ય પ્રકાશની તરંગલંબાઈ 5.6×10-7 m સ્વીકારો. [h=6.62×10-34 j s અને c=3×108 ms-1 લો.]
(a) 1.4×1019
(b) 2.0×10-4
(c) 1.4×10-19
(d) 2.0×104
Answer:

Option (a)

42.
એક પદાર્થનું વર્ક ફંક્શન (work function) 4 eV છે. લગભગ કેટલી મોટામાં મોટી તરંગલંબાઈવાળા પ્રકાશ વડે પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રીક ઉત્સર્જન મેળવી શકાય ?
(a) 400 nm
(b) 310 nm
(c) 220 nm
(d) 540 nm
Answer:

Option (b)

43.
1 cm જાડાઈની સ્વસ્છ કરેલી ધાતુની સપાટી પર λ તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મુલ્ય V0 જેટલું માલુમ પડે છે. હવે આ જ સપાટી પર 2λ તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મુલ્ય v03 માલુમ પડે છે, તો આ ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ λ0 નું મુલ્ય કેટલું હશે ?
(a) 4λ3
(b) 4λ
(c) 6λ
(d) 8λ3
Answer:

Option (b)

44.
વિકિરણતીવ્રતાનું પારિમાણિક સુત્ર નીચેનામાંથી કયું છે ?
(a) M1L0T-3
(b) M1L2T-2
(c) M1L0T3
(d) M0L2T-2
Answer:

Option (a)

45.
બે જુદી જુદી આવૃત્તિઓ ધરાવતો પ્રકાશ કે જેમાં ફોટોનની ઊર્જાઓ અનુક્રમે 2eV અને 10eV છે, તે એક ધાતુ જેનું વર્ક ફંક્શન (કાર્ય-વિધેય) 1eV છે, તેને પ્રકાશિત કરે છે; તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર _____ .
(a) 1:5
(b) 3:1
(c) 1:9
(d) 1:3
Answer:

Option (d)

46.
જો ફોટોન _____ હોય તો તેની ઊર્જા ઓછી હોય છે.
(a) -નો કંપવિસ્તાર
(b) -ની આવૃત્તિ વધુ
(c) -ની તરંગલલંબાઈ ઓછી
(d) -ની તરંગલંબાઈવધુ
Answer:

Option (d)

47.
ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા બધા ફોટો- ઈલેકટ્રોન્સનો વેગ (ʋ) ______
(a) શૂન્ય હોય છે.
(b) સમાન હોય છે.
(c) જુદો જુદો હોય છે પણ શૂન્ય અને અનંતની વચ્ચે હોય છે.
(d) 0≤ʋ≤ʋmax
Answer:

Option (d)

48.
ફોટો-ઇલેક્ટ્રિક અસર ઊપજાવવા માટે સૌથી વધારે સારી ધાતુ કઈ છે ?
(a) પોટેશિયમ (K) (∅=2.15 eV)
(b) સોડિયમ (Na) (∅=1.92 eV)
(c) સીઝિયમ (Cs) (∅=1.9 eV)
(d) લિથિયમ (Li) (∅=1.98 eV)
Answer:

Option (c)

49.
ફોટો-સેલ ______
(a) પ્રકાશ-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતરણ કરે છે.
(b) પ્રકાશ-ઊર્જાનું ધ્વનિ-ઊર્જામાં રૂપાંતરણ કરે છે.
(c) પ્રકાશ-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતરણ કરે છે.
(d) પ્રકાશ-ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં રૂપાંતરણ કરે છે.
Answer:

Option (c)

50.
ફોટો-ઇલેક્ટ્રિક અસર ______ સરક્ષણના નિયમ પર આધારિત છે.
(a) વેગમાન
(b) ઊર્જા
(c) કોણીય વેગમાન
(d) દળ
Answer:

Option (b)

Showing 41 to 50 out of 129 Questions