વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 51 to 60 out of 129 Questions
51.
ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવેલ છે, તો ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ-ઊર્જા _____
(a) તીવ્રતા બદલવાથી બદલાય છે.
(b) આવૃત્તિ બદલવાથી બદલાય છે.
(c) કયારેય બદલી શકાય નહિ.
(d) અનિયમિત રીતે બદલાય છે.
Answer:

Option (b)

52.
ફોટોનની ઊર્જા 10 eV છે, તો તેનું રેખીય વેગમાન _____ kg m s-1 છે; જયાં, c=3×108 m s-1.
(a) 5.33×10-23
(b) 5.33×10-25
(c) 5.33×10-29
(d) 5.33×10-27
Answer:

Option (d)

53.
એક સમતલ સપાટી પર સમાંતર પ્રકાશનું કિરણ-જૂથ આપાત કરવામાં આવે છે ત્યારે સપાટી દ્વારા 40% જેટલી ઊર્જા શોષાય છે અને બાકીની ઊર્જા પરાવર્તિત થાય છે. જો આપાતકિરણ-જૂથનો પાવર 60 watt હોય, તો તેના દ્વારા સપાટી પર લાગતું બળ કેટલું હશે ?
(a) 3.2×10-8N
(b) 3.2×10-7N
(c) 5.12×10-7N
(d) 5.12×10-8N
Answer:

Option (b)

54.
ટંગસ્ટનની થ્રેશોલ્ડ તરંગલંબાઈ 2300 A° છે. તેના પર 1800 A° તરંગલંબાઈનો પારજાંબલી (ultraviolet) પ્રકાશ આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ-ઊર્જા _____ eV છે.
(a) 0.15
(b) 1.5
(c) 15
(d) 150
Answer:

Option (b)

55.
એક ધાતુના વર્ક ફંકશનના મુલ્ય કરતાં બે ગણી અને દસ ગણી ઊર્જાવાળા વિકિરણો વારાફરતી તે ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે, તો બંને કિસ્સામાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનના મહત્તમ વેગનો ગુણોત્તર _____ છે.
(a) 1:2
(b) 1:3
(c) 1:4
(d) 1:1
Answer:

Option (b)

56.
એક ફોટો-સેલ તેજસ્વી (bright) ઉદ્ગમથી 1 m અંતરે રાખેલ છે. હવે આ જ ઉદ્ગમને 2 m દુર લઇ જવામાં આવે તો ફોટોસંવેદી સપાટી પરથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા ગણી ઘટશે ?
(a) 18
(b) 116
(c) 12
(d) 14
Answer:

Option (d)

57.
એક ફોટો-ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં 4000 A° તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મુલ્ય 2 volt મળે છે, હવે જો તરંગલંબાઈ 3000 A° જેટલી કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ _____ થશે.
(a) 2 V
(b) શૂન્ય
(c) <2V
(d) >2V
Answer:

Option (d)

58.
કેથોડ કિરણો _____ વિચલિત થઈ શકે છે.
(a) માત્ર ચુંબકીય ક્ષેત્ર દ્વારા
(b) માત્ર વિધુતક્ષેત્ર દ્વારા
(c) ચુંબકીય ક્ષેત્ર અને વિધુતક્ષેત્ર બંને દ્વારા
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

59.
નીચેનામાંથી કઈ બાબતમાં કેથોડ કિરણો અને દ્રશ્ય પ્રકાશ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે ?
(a) બંને વિધુતક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત થાય છે.
(b) બંનેની તરંગલંબાઈના મુલ્યો સમાન છે.
(c) બંને જે વાયુથી પસાર થાય છે તે વાયુનું તેઓ આયનીકરણ કરે છે.
(d) બંને ફોટોગ્રાફિક પ્લેટ પર અસર ઉપજાવે છે.
Answer:

Option (d)

60.
સમાન ચુંબકીય ક્ષેત્રમાં B સાથે 30° ના ખૂણે કેથોડ કિરણો દાખલ થાય છે, તો ચુંબકીય ક્ષેત્રમાં તેમનો ગતિપથ ______
(a) પરવલયાકાર હશે.
(b) સ્પાયરલ (હેલિકલ) હશે.
(c) વર્તુળાકાર હશે.
(d) સુરેખ હશે.
Answer:

Option (b)

Showing 51 to 60 out of 129 Questions