વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 61 to 70 out of 87 Questions
61.
100 આંટાઓ અને 25 cm લંબાઈવાળા ચોરસ લૂપને ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબરૂપે આવેલી અક્ષને અનુલક્ષીને અચળ ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રેરિત થતું emf, ε = 200sin100πt હોય, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા _____
(a) 0.1 T
(b) 0.5 T
(c) 0.01 T
(d) 0.001 T
Answer:

Option (a)

62.
એક A.C. જનરેટરમાં t = 0 સમયે વૉલ્ટેજ મહત્તમ હોય તો કેટલા સમયમાં લઘુત્તમ સમયમાં તે ઘટીને શૂન્ય થશે ?
(a) π2ω
(b) πω
(c) π3ω
(d) 2πω
Answer:

Option (a)

63.
એક A.C. ડાઈનેમો V = 120sin(100πt)cos(100πt) સૂત્ર અનુસાર વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે. જ્યાં t સેકન્ડમાં અને V વૉલ્ટેજમાં છે તો તેનો મહત્તમ વૉલ્ટેજ અને આવૃત્તિ અનુક્રમે _____ હોય.
(a) 120 V, 100 Hz
(b) 120 V, 50 Hz
(c) 60 V, 100 Hz
(d) 60 V, 50 Hz
Answer:

Option (c)

64.
એડી પ્રવાહો _____ ઉદ્દભવે છે.
(a) માત્ર વાહકના કદમાં
(b) માત્ર વાહકની સપાટી પર
(c) વાહકના કદ અને સપાટી એમ બંનેમાં
(d) વાહકના છેડાઓ પાસે
Answer:

Option (c)

65.
0.2 × 10-4 T ના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે શિરોલંબ સમતલમાં 1 m લંબાઈના વાહક સળિયાના એક છેડાને એક જ સ્થાને સ્થિર રાખીને 5 રેડિયન સેકન્ડના કોણીય વેગથી ભ્રમણ કરવામાં આવે ત્યારે તેના બે છેડાઓ વચ્ચે ઉદ્દભવતું પ્રેરિત emf _____ થાય.
(a) 5 μV
(b) 50 μV
(c) 5 mV
(d) 50 mV
Answer:

Option (b)

66.
નીચેના એકમોમાંથી ક્યા એકમનું પરિમાણિક સૂત્ર ML2Q-2 છે. જ્યાં વિદ્યુતભારનું પરિમાણ Q છે.
(a) Hm2
(b) Wb
(c) Wbm2
(d) H(હેન્રી)
Answer:

Option (d)

67.
ઈન્ડક્ટર ઊર્જાનો સંગ્રહ _____ થાય છે.
(a) તેના વિદ્યુતક્ષેત્ર
(b) તેના ગૂંચળામાં
(c) તેના ચુંબકીય ક્ષેત્રમાં
(d) તેના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં
Answer:

Option (c)

68.
1 m ત્રિજ્યાની વાહક વીંટીને B =0.01 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં B ના સમતાલને લંબરૂપે 100Hz આવૃત્તિથી આંદોલન કરે તેવી રીતે મૂકતાં ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર _____
(a) π વૉલ્ટ/m
(b) 2 વૉલ્ટ/m
(c) 10 વૉલ્ટ/m
(d) 62 વૉલ્ટ/m
Answer:

Option (b)

69.
0.01 સેકન્ડમાં પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ 2A થી શૂન્ય થતાં ગૌણ ગૂંચળામાં પ્રેરિત થતો emf 1000 વૉલ્ટ છે, તો બંને ગૂંચળામાં પ્રેરિત થતું અન્યોન્ય પ્રેરકત્વ _____ છે.
(a) 1.25 H
(b) 2.50 H
(c) 5.00 H
(d) 10.00 H
Answer:

Option (c)

70.
ચોક્કસ ત્રિજ્યાનુ તારનું ગૂંચળું 100 આંટા અને 15 mH આત્મપ્રેરકત્વ ધરાવે છે. 500 આંટાવાળા બીજા આવા જ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ _____ હશે.
(a) 75 mH
(b) 375 mH
(c) 15 mH
(d) એક પણ નહીં.
Answer:

Option (b)

Showing 61 to 70 out of 87 Questions