વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 11 to 20 out of 87 Questions
11.
પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ A છે. રિંગને B તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે રાખેલ છે. રિંગમાં નાનો કાપો કરી રિંગના બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડતાં પરિપથનો કુલ અવરોધ R Ω મળે છે. જો રિંગનું એકાએક સંકોચન થઇ તેનું ક્ષેત્રફળ શૂન્ય બનતું હોય, તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વિદ્યુતભારનું મૂલ્ય_____થાય.
(a) BRA
(b) ABR
(c) ABR
(d) B2AR
Answer:

Option (b)

12.
એક ચુંબક ગૂંચળા તરફ, ગૂંચળાની અક્ષની દિશામાં ગતિ કરે છે. ગૂંચળામાં પ્રેરિત emfનું મૂલ્ય ε છે. હવે, જો ગૂંચળું પણ ચુંબક તરફ ચુંબકના જેટલા જ વેગથી ગતિ કરે, તો પ્રેરિત emfનું મૂલ્ય_____થાય.
(a) ε2
(b) ε
(c) 2ε
(d) 4ε
Answer:

Option (c)

13.
5 cm લંબાઈ ધરાવતો સળિયો 2 x 10-2 Wbm-2 તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ 2 ms-2 હોય તો, પ્રેરિત emfના વધારાનો દર_____થાય.
(a) 20 x 10-4 Vs-2
(b) 20 x 10 -4 V
(c) 20 x 10 -4 Vs
(d) 20 x 10-4 Vs-1
Answer:

Option (d)

14.
100 આંટાવાળા ગૂંચળામાંથી 2A વિદ્યુતપ્રવાહ પસાર થતાં ગૂંચળાના એક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ 5 x 10-3 Wb હોય તો ગૂંચળા સાથે સંકલિત ઊર્જા_____થાય.
(a) 5 x 10-3 J
(b) 0.5 x 10-3 J
(c) 5 J
(d) 0.5 J
Answer:

Option (d)

15.
N આંટાવાળા એક ગૂંચળાના દરેક આંટા દીઠ સંકળાયેલ ફ્લક્સ ϕ1 થી ϕ2થાય છે.જો ગૂંચળા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ R હોય તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર_____
(a) N(ϕ2-ϕ1)t
(b) N(ϕ2-ϕ1)R
(c) N(ϕ2-ϕ1)Rt
(d) N(ϕ2-ϕ1)
Answer:

Option (b)

16.
AC જનરેટરમાં t= 0 સમયે પ્રેરિત emf શૂન્ય, તો π2ω સમયે પ્રેરિત emf_____હશે.
(a) +Vm
(b) -Vm
(c) શૂન્ય
(d) +2 Vm
Answer:

Option (a)

17.
એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ φ = 7t2 + 2t - 3 છે; જ્યાં, t સેકન્ડમાં અને φ Wbમાં છે, તો t = 1 s પર પ્રેરિત emf _____ V છે.
(a) 1.6
(b) 6
(c) 16
(d) 14
Answer:

Option (c)

18.
એક સુવાહક રિંગને સમક્ષિતિજ સમતલમાં પકડીને રાખી છે. એક ગજિયા ચુંબકને તેની લંબાઈ, રિંગની અક્ષ પર હોય તેમ ઉપરથી પડતો મૂકવામાં આવે છે, તો અધોદિશામાં ગતિ કરી રહેલ ગજિયા ચુંબકનો પ્રવેગ _____
(a) g જેટલો હશે.
(b) g કરતાં ઓછો હશે.
(c) g કરતાં વધુ હશે.
(d) રિંગના વ્યાસ પર અને ચુંબકની લંબાઈ પર આધારિત હશે.
Answer:

Option (b)

19.
આત્મ-પ્રેરક્ત્વનો SI એકમ (henry) છે. તેને આ મુજબ લખી શકાય _____ .
(a) WbA
(b) VsA
(c) JA2
(d) આપેલ તમામ
Answer:

Option (d)

20.
બે ગૂંચળાઓને એકબીજાની નજીક રાખવામાં આવ્યા છે. આ ગૂંચળાઓથી બનેલા તંત્રની અન્યોન્ય પ્રેરક્ત્વ નીચેનામાંથી શાના પર આધાર રાખે છે ?
(a) તેમની વચ્ચેનું અંતર અને તેમનાં સાપેક્ષ નમન
(b) ગૂંચળાના તારની જાત
(c) ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ
(d) બંને ગૂંચળામાં વહેતા વિદ્યુતપ્રવાહના ફેરફારનો દર
Answer:

Option (a)

Showing 11 to 20 out of 87 Questions