ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 91 to 100 out of 130 Questions
91.
50 Hz ના ઊલટસુલટ (alternating) પ્રવાહનું મૂલ્ય શૂન્યથી rms મૂલ્ય થવા માટે લાગતો સમય શોધો.
(a) 2.5 ms
(b) 5.0 ms
(c) 10.0 ms
(d) 15.0 ms
Answer:

Option (a)

92.
આદર્શ ટ્રાન્સફૉર્મરમાં ઈનપુટની સાપેક્ષમાં કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી ?
(a) આવૃત્તિ
(b) પ્રવાહ
(c) વૉલ્ટેજ
(d) એક પણ નહિ.
Answer:

Option (a)

93.
R =6Ω નો અવરોધ, L = 1 H નું ઈન્ડક્ટર અને C = 17.36 μF નું કૅપેસિટર A.C. પ્રાપ્તિસ્થાન (source) સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, તો Q -ફૅક્ટર શોધો.
(a) 2.37
(b) 80
(c) 3.72
(d) 40
Answer:

Option (d)

94.
એક પૂર્ણ ચક્ર પર A.C. વૉલ્ટેજનું સરેરાશ મૂલ્ય હોય કેટલું થાય ?
(a) 2Vmaxπ
(b) Vmax2
(c) શૂન્ય
(d) Vmax
Answer:

Option (c)

95.
ઊલટસુલટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.
(a) 3.536 A, 4.167 ms
(b) 3.536 A, 15 ms
(c) 6.07 A, 10 ms
(d) 2.536 A, 4.167 ms
Answer:

Option (a)

96.
એક પરિપથમાં 1Ω અવરોધ અને 2.5 mH વાળું ઈન્ડક્ટર શ્રેણીમાં જોડી, તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું A.C. પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે?
(a) tan-1π
(b) tan-1π2
(c) tan-1π3
(d) tan-1π4
Answer:

Option (d)

97.
એક સ્ટૅપ-અપ ટ્રાન્સફૉર્મરના કિસ્સામાં ટ્રાન્સફૉર્મેશન ગુણોત્તર 4 : 1 છે, 1.5 V emf વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવે, તો ગૌણ ગૂંચળાને સમાંતર કેટલા વૉલ્ટેજ મળે ?
(a) 1.5 V
(b) 3 V
(c) શૂન્ય
(d) 6 V
Answer:

Option (c)

98.
એક D.C. પરિપથમાં શુદ્ધ કૅપેસિટરનું કૅપેસિટન્સ 1 ફેરેડે છે, તો તેનો કૅપેસિટીવ રિએકટન્સ કેટલો હશે ?
(a) શૂન્ય
(b) 1 ઓહમ
(c) અનંત
(d) 12 ઓહમ
Answer:

Option (c)

99.
30Ω અવરોધ, 10Ω ઈન્ડક્ટિવ રિએકટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને 10Ω કૅપેસિટીવ રિએકટન્સ ધરાવતા કૅપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પડેલ A.C. વૉલ્ટેજ V=3002sinωt હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ _____ થશે.
(a) 10 A
(b) 30 A
(c) 20 A
(d) 100 A
Answer:

Option (a)

100.
એક R - C, A.C. પરિપથમાં મહત્તમ વૉલ્ટેજ 100 V અને મહત્તમ પ્રવાહ 1.1 A છે. જો XC = 60 Ω અને R = 80 Ω હોય તો પરિપથમાં વપરાતો પાવર _____હશે.
(a) 176.0 W
(b) 44.0 W
(c) 88.0 W
(d) 22.0 W
Answer:

Option (b)

Showing 91 to 100 out of 130 Questions