કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 71 to 80 out of 132 Questions
71.
f કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સની મદદથી મેળવેલ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં x ગણું માલુમ પડે છે, તો લેન્સથી વસ્તુનું અંતર _____ હશે.
(a) (x-1)f
(b) (x+1)f
(c) x+1xf
(d) x-1xf
Answer:

Option (c)

72.
40 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સને 25 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મુકવામાં આવેલ છે, તો બનતા સંયોજનનો પાવર _____ .
(a) -1.5 diopter
(b) -6.5 diopter
(c) +6.5 diopter
(d) +6.67 diopter
Answer:

Option (a)

73.
બે પાતળા લેન્સને એકબીજા સાથે સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે બનતા સંયોજનની કેન્દ્રલંબાઈ 80 cm છે. જો એક લેન્સની કેન્દ્રલંબાઈ 20 cm હોય, તો બીજા લેન્સનો પાવર _____ .
(a) 1.66 D
(b) 4.00 D
(c) -1.00 D
(d) -3.75 D
Answer:

Option (d)

74.
1.5 વક્રીભવનાંકવાળા કાચના બનેલા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 6 cm છે. તેની એક સપાટીની વક્રતાત્રિજ્યા તેની બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે, તો નાની વક્રતાત્રિજ્યા કેટલી હશે ?
(a) 6 cm
(b) 4.5 cm
(c) 9 cm
(d) 4 cm
Answer:

Option (b)

75.
f કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સની મદદથી મેળવેલ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં n ગણું માલુમ પડે છે, તો લેન્સથી વસ્તુનું અંતર _____ .
(a) (1-n)f
(b) (1+n)f
(c) 1+nnf
(d) 1-nnf
Answer:

Option (d)

76.
જો લેન્સના અડધા ભાગને કાળા કાગળ વડે લપેટવામાં આવે, તો તેના દ્વારા મળતા પ્રતિબિંબમાં શું ફેર પડે ?
(a) પ્રતિબિંબ પર કોઈ અસર થશે નહિ.
(b) પ્રતિબિંબનું પરિમાણ અડધું થઇ જશે.
(c) પ્રતિબિંબ અદ્રશ્ય થઇ જશે.
(d) પ્રતિબિંબ ઓછુ પ્રકાશિત થશે.
Answer:

Option (d)

77.
_____ની મદદથી વસ્તુનું હમેશાં આભાસી અને નાનું પર્તિબિંબ મેળવી શકાય છે.
(a) બહિર્ગોળ લેન્સ
(b) અંતર્ગોળ અરીસો
(c) સમતલ અરીસો
(d) અંતર્ગોળ લેન્સ
Answer:

Option (d)

78.
p જેટલો પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સને પાણીમાં ડુબાડવામાં આવે, તો તેનો પાવર _____.
(a) વધશે.
(b) ઘટશે.
(c) તેનો તે જ રહેશે.
(d) લાલ રંગ માટે વધશે અને વાદળી રંગ માટે ઘટશે.
Answer:

Option (b)

79.
2 m દુર રહેલી વસ્તુને એક વ્યક્તિ સ્પષ્ટપણે જોઈ શકતો નથી, તો તે વસ્તુને સ્પષ્ટપણે જોવા માટે વાપરવા પડતા લેન્સનો પાવર કેટલો હોવો જોઈએ ?
(a) +2.0 D
(b) -1.0 D
(c) +1.0 D
(d) -0.5 D
Answer:

Option (d)

80.
એક બહિર્ગોળ લેન્સથી 20 cm દુર રાખેલ વસ્તુનું પ્રતિબિંબ, વસ્તુ કરતાં 3 ગણું મોટું મળે છે. પ્રતિબિંબ સાચું હોય તેના માટે તેની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ ?
(a) 10 cm
(b) 15 cm
(c) 20 cm
(d) 30 cm
Answer:

Option (d)

Showing 71 to 80 out of 132 Questions